બંધના એલાનની મુંબઈમાં પણ અસર, પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની પડી ફરજ

મહારાષ્ટ્ર બંધને કારણે મુંબઈમાં BEST બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. અહેવાલો અનુસાર, સવારે મલાડના મલાદવાડી વિસ્તારમાં એક બસમાં તોડફોડ કરવામાં આવી હતી.જેને પગલે આ સેવા હાલ પુરતી બંધ કરવામાં આવી છે.

બંધના એલાનની મુંબઈમાં પણ અસર, પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની પડી ફરજ
Maharashtra Bandh

Maharashtra Bandh :  ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીમાં 4 ખેડૂતોની હત્યાના વિરોધમાં મહારાષ્ટ્રમાં મહા વિકાસ આઘાડી સરકારના(Maharashtra Government)  ત્રણ શાસક પક્ષો દ્વારા રાજ્ય બંધનુ એલાન આપવામાં આવ્યું છે. જેની સમગ્ર રાજ્યમાં અસર જોવા મળી રહી છે.આવશ્યક સેવાઓ સિવાયની તમામ સેવા બંધ જોવા મળી રહી છે.ત્યારે મુંબઈ શહેરમાં બસ સેવા પણ બંધ કરવાની હાલ ફરજ પડી છે.આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે,  રાજ્ય બંધને પગલે  મુંબઈના(Mumbai City)  કેટલાક સ્થળોએ પથ્થરમારાની ઘટનાઓને પગલે ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટની બસ સેવાઓ સ્થગિત કરવામાં આવી છે.

પથ્થરમારાની ઘટના બાદ BEST સેવા બંધ કરવાની ફરજ પડી

BEST સેવાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આજે વહેલી સવારે ધારાવી, માનખુર્દ, શિવાજી નગર, ચારકોપ, ઓશિવારા, દેઓનાર અને ઈનોર્બિટ મોલ નજીક નવ બસોને કેટલાક લેભાગુ તત્વો દ્વારા નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતુ. જેમાં લીઝ પર ભાડે લીધેલી બસનો પણ સમાવેશ થાય છે. ત્યારે હાલ પથ્થરમારાની ઘટના બાદ બેસ્ટ વહીવટીતંત્રએ (BEST Administration) પોલીસ સુરક્ષાની માંગણી કરી છે અને પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ તમામ ડેપોમાંથી બસો ચલાવવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.

શાસક પક્ષ શિવસેના સાથે જોડાયેલા લોકોએ બંધનું સમર્થન કરવા અપીલ કરી

તમને જણાવી દઈએ કે, શાસક પક્ષ શિવસેના સાથે જોડાયેલા બેસ્ટ સેવાના કામદાર સુહાસ સામંતે (Suhaan Samnte)રવિવારે એક વીડિયો ક્લિપમાં બેસ્ટના તમામ કર્મચારીઓને બંધનું સમર્થન કરવાની અપીલ કરી હતી. ઉપરાંત બેસ્ટ બસો અને ‘કાલી-પીળી કેબ્સ’ ને પણ તેઓએ રસ્તાઓથી પરથી દુર કરવાના પ્રયત્નો કર્યા હતા.

સરકારે લોકોને ખેડૂતોના વિરોધમાં સમર્થન આપવાની માંગ કરી

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની મહા વિકાસ અઘાડી સરકારમાં ત્રણ સહયોગી શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસે ખેડૂતો સાથે એકતા બતાવવા માટે મધરાતથી શરૂ થયેલા બંધને લોકોને સમર્થન આપવાની અપીલ કરી છે. જેને કારણે, આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ સેવા બંધ જોવા મળી હતી.ફેડરેશન ઓફ રિટેલ ટ્રેડર્સ વેલ્ફેર એસોસિએશનના (Trader Welfare Association) પ્રમુખ વિરેન શાહે જણાવ્યું હતું કે, તેઓએ બંધના સમર્થનમાં સાંજના ચાર વાગ્યા સુધી તમામ દુકાનો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

 

આ પણ વાંચો : Maharashtra Bandh : લખીમપુર ખેરી હિંસાની અસર મહારાષ્ટ્રમાં, રાજ્યબંધને પગલે ભાજપે ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચો : મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે CBI ના દરોડા, પુત્ર સલીલ દેશમુખ સામે ધરપકડ વોરંટ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati