AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: બાંદ્રા મહારાષ્ટ્રનો પ્રથમ કોવિડ -19 મુક્ત જિલ્લો બન્યો, અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા

મહારાષ્ટ્રનો બાંદ્રા રાજ્યનો પ્રથમ કોરોના મુક્ત જિલ્લો બની ગયો છે. શુક્રવારે અહીં અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.ઉપરાંત, શહેરમાં શુક્રવારે તપાસ માટે આપવામાં આવેલા તમામ 578 કેસ નેગેટિવ આવ્યા છે.

Maharashtra: બાંદ્રા મહારાષ્ટ્રનો પ્રથમ કોવિડ -19 મુક્ત જિલ્લો બન્યો, અંતિમ કોરોના દર્દીને હોસ્પિટલમાંથી અપાઈ રજા
bhandara is the first district in maharashtra to become covid free
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 10:41 AM
Share

Maharashtra:  બાંદ્રા મહારાષ્ટ્રનો પહેલો જિલ્લો બની ગયો છે, જ્યાં કોરોના વાયરસનો એક પણ એક્ટિવ કેસ (Active Case) નથી. શુક્રવારે અહીં અંતિમ કોરોના દર્દીને રજા આપવામાં આવી છે. સાથે જ, શુક્રવારે પરીક્ષણ કરાયેલા 578 નમૂનાઓમાંથી એક પણ નમૂનો પોઝિટિવ (Positive) સામે આવ્યો નથી.

જિલ્લા કલેક્ટર(District Collector)  સંદીપ કદમે જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગના (Heath Department) કર્મચારીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે,બાંદ્રા જિલ્લામાં(Bandra district)  ગારડા બુદ્રુક ગામમાં ગત વર્ષે 27 એપ્રિલે પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો.

કોરોનાથી પ્રથમ મૃત્યુ 2 જુલાઈ 2020 ના રોજ થયું હતું

આ વર્ષે 12 એપ્રિલના રોજ જિલ્લામાં મહત્તમ 1596 નવા કેસ નોંધાયા હતા.ઉપરાંત, જિલ્લામાં 18 એપ્રિલના રોજ સૌથી વધુ 12,847 એક્ટિવ દર્દીઓ હતા. આપને જણાવવું રહ્યું કે,રાજ્યમાં 12 જુલાઈ 2020 ના રોજ જિલ્લામાં કોરોના વાયરસને (Corona Virus) કારણે પ્રથમ મૃત્યુ નોંધાયું હતું. ઉપરાંત 1 મે ના રોજ જિલ્લામાં મહત્તમ 35 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 1133 દર્દીઓના મોત થયા છે.

જિલ્લા કલેક્ટર (District Collector) સંદીપ કદમે આપેલી માહિતી અનુસાર, ચાલુ વર્ષે 18 એપ્રિલના રોજ 12,847 એક્ટિવ દર્દીઓ સામે આવ્યા બાદ દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો હતો.જ્યારે 22 એપ્રિલના રોજ મહત્તમ 1568 દર્દીઓને રજા આપવામાં આવી હતી.

રિકવરી રેટ 98.11 ટકા સુધી પહોંચ્યો

જિલ્લામાં રિક્વરી રેટની વાત કરવામાં આવે તો, 19 એપ્રિલના રોજ રિકવરી રેટ 9Recovery Rate) ઘટીને 62.58 પર આવી ગયો હતો. પરંતુ કોરોનાનું સંક્રમણ ઘટતા આ આંકડો 98.11 સુધી પહોંચ્યો છે. આપને જણાવવું રહ્યું કે, 12 એપ્રિલે કોરોના એક્ટિવ કેસનો દર સૌથી વધુ 55.73 ટકા હતો, જે હવે ઘટીને 0 પર આવી ગયો છે. સાથે જ જિલ્લામાં મૃત્યુદર 1.89 ટકા જેટલો નોંધાયો છે.

જ્યારે,અત્યાર સુધીમાં જિલ્લામાં 4,49,832 કોરોના ટેસ્ટ (Corona test) કરવામાં આવ્યા છે. તેમાંથી 59,809 સેમ્પલ પોઝિટિવ મળ્યા છે. અને 58,776 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, જિલ્લાની 9.5 લાખ વસ્તીના 40 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 15 ટકા લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Mumbai: બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી

આ પણ વાંચો: Maharashtra: સાર્વજનિક સ્થળો પર થૂંકનારા 19000 હજાર લોકો ઝડપાયા, BMCએ 39 હજારના દંડની વસુલાત કરી

મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
g clip-path="url(#clip0_868_265)">