Mumbai: બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી, ક્રાઈમ બ્રાંચ દ્વારા બે વ્યક્તિઓની ધરપકડ

બોમ્બ ધમકીના કોલથી મુંબઈમાં ત્રણ રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.પોલીસ દ્વારા આ સ્થળે હાલ સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Mumbai: બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી, ક્રાઈમ બ્રાંચ દ્વારા બે વ્યક્તિઓની ધરપકડ
mumbai railway stations (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 11:11 AM

બોમ્બ ધમકીના કોલથી મુંબઈમાં ત્રણ રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સ્થળોએ હાલ પોલીસ દ્વારા સુરક્ષા વધારી દેવામાં આવી છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈના ત્રણ મોટા રેલવે સ્ટેશનો (Railway Station)અને બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા કડક કરવામાં આવી છે. જોકે, સર્ચ દરમિયાન હજુ સુધી કંઇ શંકાસ્પદ મળ્યું નથી. મુંબઈ પોલીસના મુખ્ય કંટ્રોલ રૂમને(Control Room) શુક્રવારે રાત્રે એક ફોન આવ્યો હતો, જેમાં કોલરે કહ્યું હતું કે  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ,ભાયખલા, દાદર રેલવે સ્ટેશન અને અભિનેતા અમિતાભ બચ્ચનના જુહુમાં બંગલામાં બોમ્બ મૂકવામાં આવ્યા છે.

પોલીસ સુરક્ષા વધારવામાં આવી

કોલ આવ્યા બાદ સરકારી રેલવે પોલીસ, રેલવે પ્રોટેક્શન ફોર્સ(Railway Protection Force), બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ, ડોગ સ્કવોડ અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ સાથે આ સ્થળોએ પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. જો કે,આ સ્થળોએ અત્યાર સુધીમાં કંઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી.જો કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

હાલ, એક ફોન કોલથી મુંબઈ પોલીસ (Police) માટે પડકારજનક સ્થિતિ સર્જાઈ છે. ફોન કરનારે જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, દાદર, ભાયખલા અને અમિતાભ બચ્ચનના બંગલામાં ચાર સ્થળે બોમ્બ મૂકવામાં આવ્યા હતા. તે પછી, માહિતીની ગંભીરતા જોઈને પોલીસે તરત જ જે નંબર પરથી કોલ કર્યો હતો તેનો સંપર્ક કર્યો. પરંતુ જે વ્યક્તિએ બીજી વખત ફોન કર્યો હતો ત્યારે એ વ્યક્તિએ ફોનને ડિસ્કનેક્ટ કર્યો હતો.

પોલીસે બે વ્યક્તિની કરી ધરપકડ

બોમ્બ ધમકીના કોલ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચ (Crime Branch) દ્વારા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.જેમાં રાજુ કાંગણે અને રમેશ શિરસાઠની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Tejas Express: ચાર મહિના પછી આજથી પાટા પર ચઢશે તેજસ એક્સપ્રેસ, જાણો સપ્તાહમાં કયા દિવસે દોડશે ટ્રેન

આ પણ વાંચો: Maharashtra: સાર્વજનિક સ્થળો પર થૂંકનારા 19000 હજાર લોકો ઝડપાયા, BMCએ 39 હજારના દંડની વસુલાત કરી

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">