શિવસેના નેતા સંજય રાઉતને મોટો ઝટકો, 5 સપ્ટેમ્બર સુધી લંબાવી ન્યાયિક કસ્ટડી

|

Aug 22, 2022 | 11:49 AM

સ્પેશિયલ PMLA કોર્ટે પતરાચાલ જમીન કૌભાંડમાં સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી, આગામી 5 સપ્ટેમ્બર સુધી લંબાવી છે.

શિવસેના નેતા સંજય રાઉતને મોટો ઝટકો, 5 સપ્ટેમ્બર સુધી લંબાવી ન્યાયિક કસ્ટડી
Sanjay Raut (file photo)

Follow us on

શિવસેનાના સાંસદ સંજય રાઉત (Sanjay Raut) ને પતરા ચાલ જમીન કૌભાંડમાં ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. વિશેષ પીએમએલએ કોર્ટે (PMLA Court) સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી (Judicial Custody) આગામી 5 સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. જણાવી દઈએ કે 60 વર્ષીય રાઉતની 31 જુલાઈના રોજ ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ 31મીએ વહેલી સવારે સંજય રાઉતના ઘરે દરોડા પાડ્યા હતા. લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ મોડી રાત્રે તેની ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે તેને 4 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારબાદ 8 ઓગસ્ટ સુધી અને ફરીથી 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ લંબાવવામાં આવ્યા હતા. હવે કોર્ટે આગામી 5 સપ્ટેમ્બર સુધીના ન્યાયીક કસ્ટડી લંબાવી છે.

1039.79 કરોડનું પતરા ચાલ કૌભાંડ

2007માં, સોસાયટી દ્વારા મહારાષ્ટ્ર હાઉસિંગ ડેવલપમેન્ટ ઓથોરિટી (MHADA) અને ગુરુ કન્સ્ટ્રક્શન કંપની વચ્ચે મુંબઈ પશ્ચિમી ઉપનગર, ગોરેગાંવ, સિદ્ધાર્થ નગરમાં 47 એકર જમીન પર 672 પરિવારોના મકાનોના પુન:વિકાસ માટે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ કંપનીએ સાડા ત્રણ હજારથી વધુ ફ્લેટ બનાવીને મ્હાડાને આપવાના હતા. ત્યાર બાદ બાકીની જમીન ખાનગી ડેવલપર્સને વેચવાની હતી. રાકેશ વાધવાન, સારંગ વાધવાન, પ્રવીણ રાઉત અને DHILના ગુરુ આશિષ આ કંપનીના ડિરેક્ટર હતા. આરોપ છે કે કંપનીએ મ્હાડાને ગેરમાર્ગે દોર્યું અને 9 અલગ-અલગ બિલ્ડરોને પતરા ચાલની FSI વેચીને 901 કરોડ રૂપિયા જમા કરાવ્યા. જે બાદ મીડોઝ નામનો નવો પ્રોજેક્ટ શરૂ કરીને ફ્લેટ બુકિંગના નામે 138 કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. પરંતુ 672 લોકોને તેમના ઘર આપવામાં આવ્યા નથી. આ રીતે પતરા ચાલ કૌભાંડમાં રૂ.1039.79 કરોડનું કૌભાંડ થયું હતું. જે બાદ 2018માં મ્હાડાએ ગુરુ કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ FIR દાખલ કરી હતી.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

પતરા ચાલનું સંજય રાઉત કનેક્શન

ગુરુ કન્સ્ટ્રક્શન કંપનીના ડાયરેક્ટર પ્રવીણ રાઉત સંજય રાઉતના નજીકના છે. ફેબ્રુઆરી 2022માં ED દ્વારા પ્રવીણની ધરપકડ કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે પ્રવીણે પતરા ચાલ કૌભાંડમાંથી 95 કરોડ રૂપિયાની કમાણી કરી અને તે પૈસા તેના સંબંધીઓ અને મિત્રોને વહેંચી દીધા. તેમાંથી 55 લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના ખાતામાં આવ્યા હતા. આ રકમથી રાઉતે દાદરમાં ફ્લેટ ખરીદ્યો હતો. વર્ષા રાઉતની ED પહેલા પણ પૂછપરછ કરી ચૂકી છે. વર્ષાએ જણાવ્યું હતું કે તેણે આ પૈસા પ્રવીણ રાઉતની પત્ની માધુરી પાસેથી ફ્લેટ ખરીદવા માટે લીધા હતા. EDની પૂછપરછ બાદ વર્ષાએ માધુરીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.

 

 

Published On - 11:35 am, Mon, 22 August 22

Next Article