મુંબઈ-પૂણે એક્સપ્રેસ વેની મુસાફરી થશે સુરક્ષિત, ઈન્ટેલિજન્ટ મેનેજમેન્ટ ટ્રાફિક સિસ્ટમ અકસ્માતો પર લગાવશે બ્રેક

એક વર્ષમાં મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે (Mumbai-Pune Expressway) પર સુરક્ષિત મુસાફરી માટે ITMS સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનાથી વાહનો પર નજર રાખવાનું અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સરળ બનશે.

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વેની મુસાફરી થશે સુરક્ષિત, ઈન્ટેલિજન્ટ મેનેજમેન્ટ ટ્રાફિક સિસ્ટમ અકસ્માતો પર લગાવશે બ્રેક
Mumbai Pune Expressway
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2022 | 11:03 PM

પૂર્વ ધારાસભ્ય અને શિવસંગ્રામ સંગઠનના પ્રમુખ વિનાયક મેટેના કાર અકસ્માતમાં દુઃખદ અવસાન બાદ મુંબઈ-પુણે એક્સપ્રેસ વેની (Mumbai-Pune Expressway) સુરક્ષા સાથે જોડાયેલ પ્રશ્ન ફરી એકવાર સામે આવ્યો છે. આ અંગે જણાવી દઈએ કે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશને પણ આ સંબંધમાં સંબંધિત કંપનીને માર્ગ સુરક્ષા માટે હાઈવે પર ‘ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ’ (ITMS) ઈન્સ્ટોલ કરવા સૂચના આપી છે. આ સિસ્ટમ આગામી નવ મહિનામાં ઈન્સ્ટોલ કરવામાં આવશે અને એક મહિના સુધી તેનું ટ્રાયલ કરવામાં આવશે. આ રીતે આ સિસ્ટમ એક વર્ષમાં શરૂ થઈ જશે.

આ ITMS સિસ્ટમ શરૂ થયા બાદ રસ્તા પર ટ્રાફિકના નિયમો તોડવા ખૂબ મુશ્કેલ બનશે. ડ્રાઈવર પર નજર રહેશે. આનાથી અકસ્માતો રોકવામાં સફળતા મળશે અને મુસાફરી સુરક્ષિત રહેશે. આ વિશ્વાસ MSRDC દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

ITMS સિસ્ટમ પ્રવાસને સુરક્ષિત બનાવશે

મુંબઈ પૂણે એક્સપ્રેસ વે ટ્રાફિકની દૃષ્ટિએ ખૂબ જ વ્યસ્ત રસ્તો છે. આ 94 કિલોમીટર લાંબા રસ્તા પરથી દરરોજ લગભગ 60 હજાર વાહન પસાર થાય છે. આ રોડ પર સ્પીડ લિમિટ પણ નક્કી કરવામાં આવી છે અને કડક નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ તે નિયમોનું વાહન ચાલકો દ્વારા વારંવાર ઉલ્લંઘન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આ વિક્ષેપોને નિયંત્રિત કરવા માટે વધુ સારી સિસ્ટમની જરૂર છે, જેથી કરીને એક્સપ્રેસ વે પર અકસ્માતોની ઘટનાઓ ઓછી થાય. આ બાબતોને ધ્યાનમાં રાખીને MSRDCએ અહીં આધુનિક ITMS સિસ્ટમ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ સિસ્ટમ ઉભી કરવા માટે 160 કરોડનો ખર્ચ થવાનો છે. આ સિસ્ટમથી માત્ર ટ્રાફિકને અનુશાસિત રીતે મેનેજ કરવામાં આવશે અને અકસ્માતો ટાળી શકાશે એટલું જ નહીં, સચોટ ટોલ વસૂલવામાં પણ સરળતા રહેશે. આખો રસ્તો સીસીટીવી કેમેરાના નિયંત્રણ હેઠળ રહેશે. વાહનોની ગતિ ચકાસવા માટે 39 સ્થળોએ એવરેજ સ્પીડ ડિટેક્શન સિસ્ટમ અને લેન ડિસિપ્લિન વાયોલેશન ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે. 2019માં MSRDCએ આ સિસ્ટમ માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. આ અંગેનો વર્ક ઓર્ડર 3જી ઓગસ્ટે આપવામાં આવ્યો છે. થોડા દિવસોમાં કામ શરૂ થશે અને શરતો અનુસાર 9 મહિનામાં કામ પૂર્ણ થશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">