Maharashtra : DY CM અજીત પવાર સંબધિત કંપનીઓ પર ITની રેડ, પવારે કહ્યુ “સામાન્ય નાગરિક હોવાનો અફસોસ”
રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અજીત પવાર સંબંધિત કંપનીઓ પર આવકવેરા વિભાગ દ્વારા દરોડ પાડવામાં આવ્યા છે. આ અંગે તેમણે કહ્યું કે, આવકવેરા વિભાગને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ પર દરોડા પાડવાનો અધિકાર છે. વધુમાં કહ્યુ કે, હું નિયમિતપણે ટેક્સ ચૂકવું છું.

Maharashtra : આવકવેરા વિભાગ દ્વારા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર (Ajit Pawar) સંબંધિત કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. આ વાતની પુષ્ટિ કરતા અજિત પવારે કહ્યું કે, આવકવેરા વિભાગે મારી સંબંધિત કંપનીઓ પર દરોડા પાડ્યા છે. આવકવેરા વિભાગને કોઈપણ શંકાસ્પદ વ્યક્તિની સંસ્થા પર દરોડા પાડવાનો અધિકાર છે.
આવકવેરા વિભાગને શંકાસ્પદ વ્યક્તિ પર દરોડા પાડવાનો અધિકાર
અજીત પવારે વધુમાં જણાવ્યું હતું કે, “આવકવેરા વિભાગને (Income Tax Department) કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ પર દરોડા પાડવાનો અધિકાર છે. મારા સંબંધિત કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. હું નિયમિતપણે ટેક્સ ચૂકવું છું. નાણામંત્રી હોવા છતાં કયા પ્રકારનું નાણાકીય સંચાલન કરવું પડે છે,તે મને ખબર છે અને હું નિયમિત ટેક્સ ભરૂ છુ”
હું સમયસર ટેક્સ ભરૂ છુ : અજીત પવાર
અજીત પવારે કહ્યું કે, મારી સાથે સંબંધિત કંપનીઓએ સમયાંતરે ટેક્સ (Income Tax) ચૂકવ્યો છે. છતાં આ દરોડા રાજકીય દ્વેષને કારણે પાડવામાં આવી રહ્યા છે. વધુમાં પવારે કહ્યું કે મારી સાથે જોડાયેલી કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા, મારે આ વિશે કંઈ કહેવાનું નથી, હું પણ એક નાગરિક છું, પણ મને દુ:ખ છે કે મારી બહેનો કે જેમના 35-40 વર્ષ પહેલા લગ્ન કર્યા છે, જેઓ તેમના સાંસારિક જીવનમાં વ્યસ્ત છે. તેમના ઘરે પણ રેડ લગાવવામાં આવી છે.
અજિત પવાર શેના માટે દિલગીર છે ?
ઈનકમ ટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવતા અજીત પવારે (Ajit Pawar) કહ્યું કે, મને અફસોસ નથી કે મારી કંપનીઓ પર દરોડા પાડવામાં આવ્યા. પણ મારા સંબંધીઓ પર કેમ દરોડા પાડવામાં આવ્યા? તેમને આ કંપનીઓ સાથે કોઈ લેવાદેવા નથી. આટલું નીચું સ્તરનું રાજકારણ મેં ક્યારેય જોયું નથી. તેમણે કહ્યું કે સરકારો આવે છે અને જાય છે, પરંતુ અહીં જનતા જ બધું છે. લોકો હંમેશા યોગ્ય નિર્ણય લે છે.
તમને જણાવી દઈએ કે, આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવેલી કંપનીઓ તમામ ખાંડ મિલો છે. અજીત પવારના નજીકના સંબધીઓ અને સુગર મિલ ફેક્ટરીના ડિરેક્ટરના ઘરે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.
આ પણ વાંચો : Aryan Khan Cruise Drug Case: NCBની કસ્ટડી આજે ખતમ, આર્યન ખાન માંગશે જામીન !
આ પણ વાંચો : Mumbai Rain: મુંબઈ, કલ્યાણ અને થાણેમાં ભારે વરસાદ, પુણેમાં પણ મુશળધાર વરસાદને કારણે 20 સ્થળોએ વૃક્ષો ધરાશાયી
Latest News Updates





