Aryan Khan Cruise Drug Case: NCBની કસ્ટડી આજે ખતમ, આર્યન ખાન માંગશે જામીન !

Aryan Khan Drug Case: આજે કોર્ટમાં રજૂઆત દરમિયાન, તેના વકીલો ફરી એક વખત જામીન માંગશે

Aryan Khan Cruise Drug Case: NCBની કસ્ટડી આજે ખતમ, આર્યન ખાન માંગશે જામીન !
Aryan Khan Drugs Case
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2021 | 11:45 AM

Aryan Khan Cruise Drug Case: મુંબઈ ક્રૂઝ ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલા આર્યન ખાનને આજે ગુરુવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ખાન, અન્ય બે સાથે, 7 ઓક્ટોબર સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, જેનો સમયગાળો આજે સમાપ્ત થાય છે. એનસીબીએ અગાઉ ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ ખાનને કસ્ટડીમાં રાખ્યો હતો.

આજે કોર્ટમાં રજૂઆત દરમિયાન, તેના વકીલો ફરી એક વખત જામીન માંગશે (Aryan Khan Bail). આ કેસમાં અત્યાર સુધીમાં 17 ધરપકડ કરવામાં આવી છે, જેમાં આર્યન ખાન, મુનમુન ધામેચા અને અરબાઝ મર્ચન્ટ સિવાય નૂપુર સારિકા, ઇસ્મીત સિંહ, મોહક જસવાલ, વિક્રાંત છોકર અને ગોમિત ચોપરાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ સિવાય મંગળવારે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આરએમ નેરલીકરે અબ્દુલ કાદિર શેખ (30), શ્રેયસ નાયર (23), મનીષ રાજગરીયા (26) અને અવિન સાહુ (30) ને 11 ઓક્ટોબર સુધી એનસીબીની કસ્ટડીમાં મોકલ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

NCB એ કોર્ટને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ડ્રગ હેરફેર સૂચવતા આ કેસના સંબંધમાં ધરપકડ કરાયેલા આર્યન ખાન અને અન્ય બેની વોટ્સએપ ચેટ્સમાંથી “આઘાતજનક અને વાંધાજનક” સામગ્રી મળી આવી છે. એનસીબીએ એવો પણ દાવો કર્યો હતો કે વોટ્સએપ ચેટમાં આર્યન ખાન નાર્કોટિક્સની ખરીદી માટે ચૂકવણીની પદ્ધતિઓ અંગે ચર્ચા કરી રહ્યો હતો અને કોડ નેમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આર્યન ખાનના વકીલે દાવો કર્યો હતો કે તેના ક્લાયન્ટ પાસેથી નશીલો પદાર્થ મળ્યો નથી.

આર્યનના વકીલે શું કહ્યું? કેસની સુનાવણી દરમિયાન, અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ આર.એમ. નેરલીકરે કહ્યું હતું કે આ મામલામાં તપાસની ખૂબ જરૂર છે અને આ પાસાને ધ્યાનમાં રાખીને NCB સમક્ષ આરોપીની હાજરી જરૂરી છે. કોર્ટે કહ્યું હતું કે, હકીકત એ છે કે આ કેસમાં સહ-આરોપી પાસેથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા અને આ ત્રણ આરોપીઓ (આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા) તેની સાથે હતા. તપાસ જરૂરી છે.

બીજી બાજુ, ખાનના વકીલ સતીશ માનશિંદેએ દલીલ કરી હતી કે તેમના અસીલનો કોઈ ગુનાહિત ઈતિહાસ નથી અને તેણે સારું વર્તન બતાવ્યું છે. માનશિંદેએ કહ્યું હતું કે જ્યારે દરોડા પાડવામાં આવી રહ્યા હતા ત્યારે આર્યન ખાન એનસીબીના અધિકારીઓથી ભાગ્યા નહોતા અને તેમને પોતાની તલાશી લેવાની મંજૂરી આપી હતી.

શરૂ થયું આ મામલે રાજકારણ બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ બુધવારે આરોપ લગાવ્યો હતો કે મુંબઈ કિનારે ક્રુઝ શિપ પર એનસીબીનો 2 ઓક્ટોબરનો દરોડો “નકલી” હતો અને તે દરમિયાન કોઈ માદક પદાર્થ મળ્યો ન હતો. પાર્ટીએ દરોડા દરમિયાન NCB ટીમ સાથે બે લોકોની હાજરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમાંથી એક ભારતીય જનતા પાર્ટી (BJP) નો સભ્ય હતો.

આ પણ વાંચો: Samantha : નાગા ચૈતન્યથી અલગ થયા બાદ સામંથાએ પહેલી તસવીર શેર કરી, જેમાં એક અલગ સ્ટાઇલમાં જોવા મળી

આ પણ વાંચો:  ભાજપે દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે મહેશ ગાવિતને ટીકીટ આપી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">