Mumbai Rain: મુંબઈ, કલ્યાણ અને થાણેમાં ભારે વરસાદ, પુણેમાં પણ મુશળધાર વરસાદને કારણે 20 સ્થળોએ વૃક્ષો ધરાશાયી

TV9 GUJARATI

|

Updated on: Oct 07, 2021 | 12:11 AM

પૂણેમાં મુશળધાર વરસાદને કારણે કાત્રજ, સહકાર નગર, શિંદે હાઈસ્કૂલ, અર્નેશ્વર, મિત્રમંડળ ચોક, સિંહગઢ રોડ, એરંડવાણા જેવા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. 20 જગ્યાએ વૃક્ષો પડવાના બનાવો બન્યા છે.

Mumbai Rain: મુંબઈ, કલ્યાણ અને થાણેમાં ભારે વરસાદ, પુણેમાં પણ મુશળધાર વરસાદને કારણે 20 સ્થળોએ વૃક્ષો ધરાશાયી
મુંબઈ, થાણે, પુણેમાં મુશળધાર વરસાદ

Follow us on

પરત ફરી રહેલા ચોમાસાને કારણે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, 24 કલાક સુધી ચોમાસાની અસર યથાવત રહેવાની છે. મૂશળધાર વરસાદ સાથે વાદળો ગર્જના કરી રહ્યા છે. વીજળી થઈ રહી છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

મુંબઈને અડીને આવેલા થાણે જિલ્લાના ડોમ્બિવલી, કલ્યાણમાં ભારે વરસાદની શરૂઆત વીજળી અને ભારે પવન સાથે થઈ છે. ભારે વરસાદના કારણે દ્વારલી ગામમાં બે વૃક્ષો પણ ધરાશાયી થયા છે. એક ઓટો રિક્ષા અને એક મકાનને પણ નુકસાન થયું હતું. પરંતુ જાન માલનું નુકસાન નથી. ભારે વરસાદને કારણે ક્યાંક પાણી ભરાઈ ગયું છે અને ક્યાંક ટ્રાફિક જામ થયો છે.

મુંબઈની લોકલ પણ પ્રભાવિત થઈ, પુણેમાં પણ વરસાદે તબાહી મચાવી 

આ વરસાદની અસર મુંબઈની લોકલ પર પણ પડી છે. કલ્યાણથી કસારા જતી લોકલ પણ થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી. પૂણેમાં પણ ભારે વરસાદ તબાહી મચાવી રહ્યો છે. મુશળધાર વરસાદને કારણે કાત્રજ, સહકાર નગર, શિંદે હાઈસ્કૂલ, અરણેશ્વર, મિત્રમંડળ ચોક, સિંહગઢ રોડ, એરંડવણા જેવા વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. 20 જગ્યાએ વૃક્ષો પડવાના સમાચાર સામે આવ્યા છે. વહીવટીતંત્ર દ્વારા કર્મચારીઓને રસ્તા પરથી વૃક્ષોને હટાવવા માટે મોકલવામાં આવ્યા છે.

પુણેની સાથે સાથે વિદર્ભમાં પણ ભારે વરસાદ શરૂ થયો છે. વિદર્ભ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં વિદર્ભમાં પણ વરસાદની આગાહી કરી છે.

ચોમાસાની પરત ફરવાની શરૂઆત

હવામાન વિભાગ (IMD) એ આજથી ચોમાસુ પરત ફરવાની જાહેરાત કરી છે. આગામી 24 કલાકમાં પરત ફરી રહેલા ચોમાસાની અસર વિવિધ સ્થળોએ દેખાશે. આ કારણોસર, મુંબઈને અડીને આવેલા થાણે, કલ્યાણ, ડોમ્બિવલી, અંબરનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદની સાથે જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને ગુજરાતમાં પણ આ પાછા ફરી રહેલા ચોમાસાની અસર આગામી 24 કલાક સુધી ચાલુ રહેશે. આ વખતે ચોમાસું થોડું મોડું આવ્યું પણ વરસાદ ખૂબ પડ્યો છે. તમામ ડેમ અને તળાવો ભરાઈ ગયા છે. રાજ્યમાં ઘણી જગ્યાએ પૂર પણ આવ્યું હતું. હવે પાછા ફરી રહેલા ચોમાસાની અસર દેખાઈ રહી છે.

આ પણ વાંચો :  Cruise Drug Case: કોર્ટ જઈને માંગી શકો છો ન્યાય, ત્યાં જ જવાબ આપશું, કાર્યવાહી પર NCPના આરોપો પર NCBનો પલટવાર

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati