ગરમીએ રેકોર્ડ તોડ્યો : મહારાષ્ટ્રમાં જીવલેણ ગરમીના કારણે 25 લોકોના મોત, 6 વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યો

મહારાષ્ટ્રમાં છેલ્લા બે મહિનામાં હીટ સ્ટ્રોકના (Heat Wave)કારણે 25 લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો છે.

ગરમીએ રેકોર્ડ તોડ્યો : મહારાષ્ટ્રમાં જીવલેણ ગરમીના કારણે 25 લોકોના મોત, 6 વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યો
Heatwave (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2022 | 11:16 AM

મહારાષ્ટ્રમાં(Maharashtra)  કોરોનાના કહેર બાદ હવે હીટ વેવનો(Heatwave)  કહેર શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનામાં હીટ સ્ટ્રોકના કારણે 25 લોકોના મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયા છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા 6 વર્ષમાં ક્યારેય રાજ્યમાં હીટ વેવને કારણે આટલા મૃત્યુ થયા નથી. આરોગ્ય વિભાગના આંકડા મુજબ માર્ચ અને એપ્રિલ મહિનામાં હીટ સ્ટ્રોકના 374 કેસ નોંધાયા છે.

ગરમીએ માઝા મુકી…!

જ્યારે નિષ્ણાતો માને છે કે વાસ્તવિક સંખ્યા આના કરતા ઘણી વધારે હશે. નાગપુર (Nagpur) સહિત વિદર્ભના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને પણ વટાવી ગયું છે. એપ્રિલ મહિનામાં ચંદ્રપુરનું નામ વિશ્વના પાંચમા સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું હતું. ચંદ્રપુરમાં તાપમાન 46.4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.

મહારાષ્ટ્રના વિદર્ભ પ્રદેશમાં ખાસ કરીને ચંદ્રપુર, અકોલા, યવતમાલ, વર્ધા, યવતમાલ, બ્રહ્મપુરી, અમરાવતીમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે. ઉત્તર મહારાષ્ટ્ર, મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં પણ તાપમાન 42 ડિગ્રીથી 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલ મહિનામાં મહારાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું હતું.

પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો
ઉનાળામાં બપોરે સમયે સૂવાના છે અઢળક ફાયદા, ન જાણતા હો તો જાણી લો
Slow train : કાચબાથી પણ ધીમી સ્પીડે ચાલે છે ભારતની આ ટ્રેન, જાણો કઇ છે આ ટ્રેન

વિદર્ભમાં સૌથી વધુ મૃત્યુ નોંધાયા

આ રીતે મહારાષ્ટ્રમાં સૌથી વધુ ગરમી વિદર્ભ વિસ્તારમાં પડી રહી છે. છેલ્લા બે મહિનામાં હીટ સ્ટ્રોકના કારણે 25 મૃત્યુમાંથી 15 મૃત્યુ માત્ર વિદર્ભ પ્રદેશમાં થયા છે. આ 15 મૃત્યુમાંથી નાગપુરમાં 11, અકોલામાં 3 અને અમરાવતીમાં 1 મૃત્યુ નોંધાયા છે. હીટ સ્ટ્રોકના 374 કેસ નોંધાયા છે, જેમાંથી એકલા નાગપુર વિભાગે 295 કેસ નોંધ્યા છે.

મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાં પણ ગરમીનો પ્રકોપ

વિદર્ભ ઉપરાંત, મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રમાંથી પણ હીટ સ્ટ્રોકથી મૃત્યુ પામેલા લોકોના ભયાનક આંકડાઓ સામે આવ્યા છે. મરાઠવાડામાં 6ના મોત થયા છે. તેમાંથી 2 મૃત્યુ જાલનામાં, 1-1 ઔરંગાબાદ, હિંગોલી, ઉસ્માનાબાદ અને પરભણીમાં થયા છે. ઉત્તર મહારાષ્ટ્રના જલગાંવમાં 4 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : Weather Update: મૌસમનો બદલાયો મિજાજ, હરિયાણા-રાજસ્થાનમાં વરસાદથી રાહત, હવે આ રાજ્યોમાં પણ થશે વરસાદ!

આ પણ વાંચો : Hanuman Chalisa Row: રાણા દંપતીની જામીન અરજી પર આજે આવી શકે છે ચુકાદો 

Latest News Updates

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
દિલ્હીથી વડોદરા આવતા વિમાનમાં બૉમ્બ ! જાણકારી મળતા જ દોડધામ મચી, જુઓ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
વટવા GIDCમાં આવેલી કંપનીને GPCBએ ફટકાર્યો 25 લાખનો દંડ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
માંગરોળ પંથકની એક પેપર મીલમાં લાગી ભીષણ આગ
g clip-path="url(#clip0_868_265)">