મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીની કોંગ્રેસ છોડવાની ચર્ચાએ જોર પકડ્યુ, અશોક ચવ્હાણે હવે કરી સ્પષ્ટતા

|

Aug 02, 2022 | 1:30 PM

આ સમાચાર પહેલા તેમના મતવિસ્તાર નાંદેડમાં ચર્ચામાં આવ્યા અને ધીરે ધીરે આખા મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બની ગયા. હવે અશોક ચવ્હાણે પોતે ભાજપમાં (BJP) જોડાવાના સમાચાર અંગે સ્પષ્ટતા કરી છે.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીની કોંગ્રેસ છોડવાની ચર્ચાએ જોર પકડ્યુ, અશોક ચવ્હાણે હવે કરી સ્પષ્ટતા
Ashok Chavan (File Image)

Follow us on

કોંગ્રેસ નેતા અને મહા વિકાસ આઘાડી સરકારમાં કેબિનેટ મંત્રી અને ભૂતકાળમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી રહી ચૂકેલા અશોક ચવ્હાણ (Ashok Chavan) કોંગ્રેસ છોડે તેવી ચર્ચા છે. તેઓ કોંગ્રેસ (Congress) પાર્ટીથી અસંતુષ્ટ હોવાનું કહેવાય છે. તેમના ભાજપમાં જોડાવાની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. આ સમાચાર પહેલા તેમના મતવિસ્તાર નાંદેડમાં ચર્ચામાં આવ્યા અને ધીરે ધીરે આખા મહારાષ્ટ્રમાં ચર્ચાનો વિષય બની ગયા. હવે અશોક ચવ્હાણે પોતે ભાજપમાં (BJP) જોડાવાના સમાચાર અંગે સ્પષ્ટતા કરી છે.

અશોક ચવ્હાણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું છે કે તેઓ કોંગ્રેસ છોડીને ક્યાંય જઈ રહ્યા નથી. તેમણે ભાજપમાં જોડાવાની તૈયારીના સમાચારોને પાયાવિહોણા અને અફવા ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ‘આવી ચર્ચાઓનું કોઈ મહત્વ નથી. મેં આવો કોઈ નિર્ણય લીધો નથી.” આ પ્રતિક્રિયા આપીને અશોક ચવ્હાણે ભાજપમાં જોડાવાની ચર્ચાઓ પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો છે.

અહીંથી શરૂ થઈ ચર્ચા, અશોક ચવ્હાણ ભાજપ સાથે

તેઓ વિધાનસભામાં શિંદે-ફડણવીસ સરકારના વિશ્વાસના મતમાં પણ ગેરહાજર રહ્યા હતા. તેમના આભારવિધિ પ્રવચનમાં દેવેન્દ્ર ફડણવીસે તેમનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ‘અદૃશ્ય હાથ જે અમારી પાછળ રહ્યા, હું તેમનો પણ આભાર માનવા માંગુ છું.’ બાદમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે મોડા આવવાને કારણે તેઓ વિશ્વાસના મતની વિરુદ્ધ મતદાન કરી શક્યા નથી. પછી બધા જાણે છે કે રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર ગઈ અને શિંદે-ફડણવીસ સરકાર સત્તામાં આવી.

Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા

કોંગ્રેસે કારણદર્શક નોટિસ મોકલી હતી, આ કારણસર નારાજ હોવાની ચર્ચા શરૂ થઈ

ફ્લોર ટેસ્ટ સમયે અશોક ચવ્હાણ સહિત ત્રણ ધારાસભ્યો મોડા પહોંચ્યા હતા અને મતદાન કરી શક્યા ન હતા. આ પછી કોંગ્રેસે પક્ષ વિરોધી પગલાં લેવા બદલ અશોક ચવ્હાણને કારણદર્શક નોટિસ મોકલી હતી. આ કારણોસર અશોક ચવ્હાણ પોતાની પાર્ટીથી નારાજ હોવાનું કહેવાય છે અને નાંદેડમાં તેમના પક્ષ છોડવાના સમાચાર જોરશોરથી આવવા લાગ્યા હતા. આવી સ્થિતિમાં અશોક ચવ્હાણે પોતાનો ખુલાસો આપીને ચર્ચાઓને સમાપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

અશોક ચવ્હાણે સ્પષ્ટતા કરી કે, ભાજપમાં જોડાવાના સમાચારમાં કોઈ સત્ય નથી

અશોક ચવ્હાણે આજે (મંગળવાર, 2 ઓગસ્ટ) કહ્યું, ‘આજે સવારે નાંદેડમાં મીડિયાની સામે મેં મારી ભૂમિકા સ્પષ્ટપણે રજૂ કરી. હું ભાજપમાં જોડાઈ રહ્યો છું તેવા સમાચાર પાયાવિહોણા છે. મેં આવો કોઈ નિર્ણય લીધો નથી.” ચવ્હાણ દ્વારા ટ્વીટ કરીને પણ આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે.

Next Article