Aryan Khan Drugs Case: શું મુંબઈ ક્રુઝમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના પુત્ર પણ હતા? દેવેન્દ્ર ફડણવીસે આ રહસ્ય પર પડદો પાડ્યો

જે ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી, તેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના પુત્ર પાર્થ પવાર પણ હાજર હતા? આ પ્રશ્ન શનિવાર (9 ઓક્ટોબર) સવારથી ચર્ચામાં છે. આ સવાલનો જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Aryan Khan Drugs Case: શું મુંબઈ ક્રુઝમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના પુત્ર પણ હતા? દેવેન્દ્ર ફડણવીસે આ રહસ્ય પર પડદો પાડ્યો
Devendra Fadnavis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 10:38 PM

મેગા સ્ટાર શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) સાથે જોડાયેલા મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રુઝમાં ડ્રગ્સ અને રેવ પાર્ટી મામલે (Mumbai Goa Cruise Drugs & Rave Party) એનસીબીએ આજ 19મી (Narcotics Control Bureau- NCB) ધરપકડ કરી છે.

દરમિયાન, જોરશોરથી ચર્ચા થઈ રહી છે કે શું જે ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી ચાલી રહી હતી, તેમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના (Dy CM Ajit Pawar) પુત્ર પાર્થ પવાર (Parth Pawar) પણ હાજર હતા? આ પ્રશ્ન શનિવાર (9 ઓક્ટોબર) સવારથી ચર્ચામાં છે. આ સવાલનો જવાબ આપતા દેવેન્દ્ર ફડણવીસે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે “NCBએ સ્પષ્ટપણે કહ્યું છે કે તેઓએ લોકોને એક સાથે પકડ્યા અને તેમને લઈ ગયા. જેઓ ક્લીન હતા તેમને છોડી દેવામાં આવ્યા. જેમની પાસેથી  કંઈક મળ્યું તેમની ધરપકડ કરવામાં આવી. જેમને છોડવામાં આવ્યા તેમાંથી એક એનસીપીના ખૂબ જ અગ્રણી નેતા સાથે જોડાયેલી વ્યક્તિ હતી. પરંતુ અમે તેનું નામ નથી લઈ રહ્યા કારણ કે તે ક્લીન હતા. અમે તે નામ ઉછાળવા માંગતા નથી.”

એનસીપીના નવાબ મલિકે ભાજપના નેતાનું નામ ઉછાળ્યું, દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ડ્રગ્સ યુવા પેઢીને બરબાદ કરી રહી છે. આ મામલે કોઈ રાજકારણ ન હોવું જોઈએ. જણાવી દઈએ કે એનસીપીના પ્રવક્તાએ આરોપ લગાવ્યો હતો કે એનસીબીએ ડ્રગ્સ કેસમાં 11 લોકોની અટકાયત કરી હતી, જેમાંથી 3 લોકોને છોડવામાં આવ્યા હતા.

આ ત્રણમાંથી એક રીષભ સચદેવા જે ભાજપના નેતા મોહિત કંબોજના સંબંધી છે. અન્ય બે આમિર ફર્નિચર વાલા અને પ્રતિક ગાભા છે. રિષભ સચદેવા ભાજપના યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ પણ છે. તેથી, નવાબ મલિકના જણાવ્યા મુજબ તેમને ભાજપના દબાણ હેઠળ છોડી દેવામાં આવ્યા હતા.

પાર્થ પવાર પર NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેનો શું જવાબ હતો?

બાદમાં NCBએ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી અને નવાબ મલિકને જવાબ આપ્યો અને કહ્યું કે ત્રણ નહીં પણ છ લોકોને છોડી મૂકવામાં આવ્યા છે. પુરાવાના અભાવે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. તેમની પાસેથી ડ્રગ્સ મળેલુ  નથી. તેથી તેમને છોડી દેવામાં આવ્યા હતા.

જ્યારે પત્રકારોએ એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને પાર્થ પવાર વિશે પૂછ્યું કે શું તે પણ ક્રૂઝમાં હાજર હતા? તો સમીર વાનખેડે કહ્યું, “તમે જે નામનો ઉલ્લેખ કરી રહ્યા છો તેના પર હું માત્ર એટલું જ કહીશ કે આ બાબતની તપાસ ચાલુ છે. નામ કહેવું ખોટું હશે. અમે એક જવાબદાર સંસ્થા માટે કામ કરીએ છીએ. અમે આવું કોઈ નિવેદન આપી શકતા નથી. અમે પુરાવાના આધારે જ વાત કરીએ છીએ.”

NCBએ 19મી ધરપકડ કરી, અરબાઝને ડ્રગ પહોંચાડનારો વ્યક્તિ પકડાયો

દરમિયાન, એનસીબીએ શનિવારે (9 ઓક્ટોબર) આ કેસમાં 19મી ધરપકડ કરી છે. NCBએ ડ્રગ્સ વેચનાર શિવરાજ રામદાસની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શિવરાજે આર્યન ખાનના મિત્ર અરબાઝ મર્ચન્ટને ડ્રગ્સ પહોંચાડ્યું હતું. આ દરમિયાન એનસીબીએ શાહરૂખ ખાનના ડ્રાઈવરને પણ સમન પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યો છે.

આ પણ વાંચો :  Aryan Shahrukh Khan: શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો, NCB ઓફિસમાં પૂછપરછ શરૂ

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">