Aryan Shahrukh Khan: શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો, NCB ઓફિસમાં પૂછપરછ શરૂ

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં ડ્રગ્સ કેસમાં એનસીબીની પકડમાં છે. તેને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. શુક્રવારે જામીન મંજૂર ન થતાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

Aryan Shahrukh Khan: શાહરૂખ ખાનના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો, NCB ઓફિસમાં પૂછપરછ શરૂ
Aryan Shahrukh Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 8:54 PM

મેગાસ્ટાર શાહરૂખ ખાન (Shahrukh Khan)ના ડ્રાઈવરને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (Narcotics Control Bureau- NCB) દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના મુંબઈથી ગોવા માટે જતા ક્રૂઝમાં ડ્રગ્સ એન્ડ રેવ પાર્ટી (Mumbai Goa Cruise Drugs & Rave Party)કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.

હાલમાં શાહરૂખ ખાનનો ડ્રાઈવર એનસીબી ઓફિસમાં હોવાના સમાચાર છે. અભિનેતા શાહરૂખ ખાનના ડ્રાઈવરની પૂછપરછ ચાલુ છે. શાહરૂખ ખાનનો ડ્રાઈવર આર્યન ખાનને ક્રૂઝ પાર્ટીમાં સામેલ થવા માટે મૂકવા ગયો હતો.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન હાલમાં ડ્રગ્સ કેસમાં એનસીબીની પકડમાં છે. તેને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. શુક્રવારે જામીન મંજૂર ન થતાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. આ પછી તેને આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેને આર્થર રોડ જેલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે.

અગાઉ આર્યન ખાનનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ક્વોરન્ટાઈન અવધિ પૂર્ણ થયા બાદ આર્યન ખાનને અન્ય કેદીઓ સાથે રાખવામાં આવશે. આર્યન ખાન સહિત તેના સહ આરોપી અરબાઝ મર્ચન્ટને પણ આર્થર રોડ જેલમાં ખસેડવામાં આવ્યો છે. સહ આરોપી મુનમુન ધમેચાને ભાયખલા જેલમાં લઈ જવામાં આવી છે.

આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ પાર્ટીમાં લઈ જનાર શાહરુખ ખાનના ડ્રાઈવરની પૂછપરછ

એનસીબીના અધિકારીઓ શાહરૂખ ખાનના ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા છે. ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં આર્યન ખાનને ડ્રોપ કરવાને કારણે ડ્રાઈવર પાસે ડ્રગ્સ પાર્ટી વિશે કેટલીક મહત્વની માહિતી હોઈ શકે છે. તે માહિતી આ કેસ સંબંધિત કેટલીક લીડ આપી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્યન ખાન અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટ પાર્ટીમાં ભેગા ગયા હતા. અરબાઝ પાસેથી 6 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે.

એનસીબી આ તમામ લિંક્સને જોડીને કેસની વિગતો બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યુ નથી, પરંતુ અરબાઝ પાસેથી મળી આવ્યું છે. આ તમામ બાબતોની તપાસમાં ડ્રાઈવર એનસીબીની મદદ કરી શકે છે. આ જ કારણ છે કે શાહરુખના ડ્રાઈવરને સમન્સ મોકલીને બોલાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :- Akshra Singh ના ગ્લેમરસ અવતારે લગાવી આગ, ચાહકોએ કહ્યું- ‘ક્વીન ઓફ ભોજપુરી’

આ પણ વાંચો :- The Kapil Sharma Show: કપિલ શર્મા પર આ કારણે ગુસ્સે થયા સૈફ અલી ખાન, શક્તિ કપૂર સાથે છે કનેક્શન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">