Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું ” સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો “

પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે (Builder) તપાસ સમિતિ સમક્ષ સોગંદનામું રજુ કર્યું છે. જેમાં તેણે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને (Anil Deshmukh) નિર્દોષ ગણાવ્યા છે.

Maharashtra : પરમબીર સિંહ વિરુદ્ધ કેસ દાખલ કરનાર બિલ્ડરે અનિલ દેશમુખને ગણાવ્યો નિર્દોષ, કહ્યું  સચિન વાઝે પરમબીરની સૂચના પર કામ કરતો હતો
Parambir Singh (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2021 | 11:34 AM

Maharashtra : 100 કરોડના વસૂલાત કેસમાં બિલ્ડર વિમલ અગ્રવાલે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિ સમક્ષ સોગંદનામું રજૂ કર્યું છે. અગ્રવાલે સમિતિને પોતાના સોગંદનામામાં જણાવ્યું છે કે, મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે અને આ આક્ષેપો પરમબીર સિંહે (Parambir Singh) વેરની ભાવના સાથે કર્યા હોવાનો ખુલાસો કર્યો છે.

તમને જણાવી દઈએ કે, બિલ્ડર વિમલ અગ્રવાલે પહેલેથી જ પરમબીર સિંહ અને સચિન વાઝે વિરુદ્ધ વસૂલીનો કેસ દાખલ કર્યો છે, ત્યારે હાલમાં અગ્રવાલે તપાસ સમિતી સમક્ષ 26 પાનાનું સોગંદનામું રજુ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર સરકારે તત્કાલીન ગૃહ મંત્રી અનિલ દેખમુખ સામે પરમબીર સિંહ દ્વારા લગાવવામાં આવેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ માટે આ પંચની (SIT) રચના કરી હતી. પોતાના સોગંદનામામાં બિલ્ડરે જણાવ્યું છે કે, સચિન વાજે પરમબીર સિંહના કહેવાથી તેમની પાસેથી ખંડણી ઉઘરાવતો હતો.

અનિલ દેશમુખ વિરુધ્ધના આક્ષેપો પાયાવિહોણા – બિલ્ડર વિમલ અગ્રવાલ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

સોગંદનામામાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, અનિલ દેશમુખ વિરુધ્ધના આક્ષેપો પાયાવિહોણા છે. કારણ કે સચિન વાઝે  માત્ર પરમબિર સિંહની સુચનાથી જ ખંડણી ઉઘરાવતો હતો.

વધુમાં વિમલ અગ્રવાલે સમિતીને જણાવ્યું છે કે, પરમબીર સિંહે મુખ્યમંત્રીને (Chief Minister) લખેલા પત્રમાં લગાવેલા તમામ આરોપોને ફગાવી દેવા અને પરમબીર સિંહ સહિત સચિન વાઝે (Sachin Waze) સામે પગલાં લેવાની અપીલ કરી છે. આપને જણાવી દઈએ કે, તપાસ પંચ સમક્ષ 30 ઓગસ્ટે સુનાવણી હાથ ધરવામાં આવશે.

એક મહિનામાં ચોથી FIR દાખલ

ગયા અઠવાડિયે બિલ્ડરની ફરિયાદના આધારે ગોરેગાંવ પોલીસે (Police Station) પરમબીર સિંહ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. તમને જણાવવું રહ્યુ કે, પરમબીર સિંહ સામે આ ચોથો અને મુંબઈમાં બીજો કેસ નોંધવામાં આવ્યો છે. ઉપરાંત થાણેમાં અન્ય બે કેસ નોંધાયા છે. આ તમામ FIR એક મહિનાની અંદર નોંધવામાં આવી છે. આ કેસમાં સચિન સહિત અન્ય ચાર સુમિત સિંહ, વિનય સિંહ, અલ્પેશ પટેલ, રિયાઝ ભાટી વિરુધ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અગ્રવાલની ફરિયાદ મુજબ, આરોપીએ તેને બાર અને રેસ્ટોરન્ટમાં દરોડા ન પાડવાના બદલામાં 9 લાખ રૂપિયા અને 2.92 લાખ રૂપિયાના બે સ્માર્ટફોન ખરીદવાનું કહ્યું હતુ. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જાન્યુઆરી 2020 અને માર્ચ 2021 દરમિયાન બની હતી.

આ પણ વાંચો: Corona in Maharashtra : મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરના એંધાણ ? એક દિવસમાં મૃત્યુઆંક 216 પર પહોંચતા તંત્રની વધી ચિંતા

આ પણ વાંચો: નારાયણ રાણેએ ઠાકરે સરકારને આપ્યો જવાબ, સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી, દિશા સાલિયન કેસ પર પ્રશ્નો ઉઠાવ્યા

g clip-path="url(#clip0_868_265)">