AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું મહારાષ્ટ્રના રાજકારણમાં જૂના સમીકરણો બદલાશે? એક જ સ્ટેજ પર ઉદ્ધવ, રાજ અને ફડણવીસને જોઈને મચી હલચલ!

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે એક મંચ પર આવ્યા હતા. આ દરમિયાન રાજ ઠાકરેની રમૂજી ટિપ્પણી અને CM ફડણવીસના મજેદાર જવાબે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

Breaking News : શું મહારાષ્ટ્રના રાજકારણમાં જૂના સમીકરણો બદલાશે? એક જ સ્ટેજ પર ઉદ્ધવ, રાજ અને ફડણવીસને જોઈને મચી હલચલ!
Maharashtra Devendra Fadnavis Uddhav Raj Thackeray Same StageImage Credit source: PTI
| Updated on: Oct 30, 2026 | 11:15 AM
Share

મહારાષ્ટ્રના રાજકારણમાં અલગ-અલગ પક્ષોના નેતાઓને એક જ મંચ પર જોતા ઘણીવાર રાજકીય ચર્ચાઓ શરૂ થઈ જાય છે. મુંબઈમાં ગુરુવારે (29 ઓક્ટોબર) યોજાયેલા એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આવું જ કંઈક જોવા મળ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે એક જ સ્ટેજ પર આવ્યા હતા.

આ કાર્યક્રમ 75 કાર્ટૂનિસ્ટનાં કાર્યો અને તેમની પ્રોફાઇલ પર આધારિત પુસ્તક મહારાષ્ટ્રચી હાસ્યરેષા (ધ લાફ્ટર લાઇન્સ ઑફ મહારાષ્ટ્ર)ના વિમોચન માટે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં મહારાષ્ટ્રના સંસ્કૃતિ મંત્રી આશિષ શેલારે રાજ ઠાકરેનું આમંત્રણ સ્વીકારવા બદલ મુખ્યમંત્રી ફડણવીસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાજકારણીઓએ કલા અને સંસ્કૃતિ માટે પોતાના મતભેદો ભૂલી જવા જોઈએ.

રાજ ઠાકરેની ટકોર પર CMનો રમૂજી જવાબ

કાર્યક્રમમાં રાજકીય મતભેદો વચ્ચે સંવાદની પરંપરા અંગે ચર્ચા થઈ હતી. આ દરમિયાન રાજ ઠાકરેના રમૂજી અંદાજ અને દેવેન્દ્ર ફડણવીસના જવાબે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આશિષ શેલારની વાતનો જવાબ આપતાં MNS પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે તેઓ ફડણવીસને વારંવાર ખુશીથી આમંત્રણ આપશે, પરંતુ શેલારે એ સુનિશ્ચિત કરવું પડશે કે ફડણવીસ 2029 સુધી મુખ્યમંત્રી રહે. રાજ ઠાકરેની ટિપ્પણી સાંભળીને સમગ્ર હોલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.

આના જવાબમાં મુખ્યમંત્રી ફડણવીસે પણ રમૂજી અંદાજમાં કહ્યું હતું કે તેઓ ઉદ્ધવ ઠાકરે સહિત દરેકનું આમંત્રણ સ્વીકારે છે. વર્ષ 2019 સુધી ઉદ્ધવ ઠાકરેએ જ્યારે પણ તેમને બોલાવ્યા ત્યારે તેઓ ગયા હતા. પરંતુ 2019 પછી ઉદ્ધવ ઠાકરેએ તેમને ક્યારેય આમંત્રણ આપ્યું નથી. ત્યારથી તેઓ આમંત્રણની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 2019ની ચૂંટણી બાદ ભાજપ અને શિવસેના વચ્ચે વર્ષો જૂનું ગઠબંધન તૂટી ગયું હતું.

આ મહારાષ્ટ્રની રાજકીય પરંપરાનો હિસ્સો છે: CM

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું હતું કે અલગ-અલગ રાજકીય પક્ષોના નેતાઓ એક મંચ પર આવે તો કોઈએ આશ્ચર્ય પામવાની જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, “અમને ત્રણેયને એક મંચ પર જોઈને કેટલાક લોકોને આશ્ચર્ય કેમ થયું તે મને સમજાતું નથી. આ મહારાષ્ટ્રની રાજકીય પરંપરાનો એક ભાગ છે. અલગ-અલગ પક્ષોના નેતાઓ એક જ કાર્યક્રમમાં સામેલ થઈ શકે છે, સાથે હસી શકે છે અને બેસીને ચા પણ પી શકે છે.”

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુંબઈમાં કાર્ટૂનિસ્ટો માટે એક સમર્પિત ગેલેરી બનાવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે તેઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેનો સહયોગ લેશે. એકંદરે, આ કાર્યક્રમ રાજકીય નેતાઓ વચ્ચેના સંવાદ અને હળવી રાજકીય ટકોરને કારણે ચર્ચામાં રહ્યો હતો.

કાર્યક્રમ બાદ રાજ ઠાકરેએ શું કહ્યું?

મુંબઈમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં ભાગ લીધા બાદ MNS પ્રમુખ રાજ ઠાકરેએ કહ્યું હતું કે, “તમને વિચાર આવતો હશે કે આજે અમે ત્રણેય એક મંચ પર કેવી રીતે આવ્યા? પરંતુ હું તમને જણાવવા માગું છું કે કેટલાક એવા મંચ હોય છે, જ્યાં અમે રાજકારણને બાજુ પર રાખીને એકસાથે આવીએ છીએ. આવા મંચ પર અમે રાજકારણને બદલે કલા અને સંસ્કૃતિ વિશે વાત કરીએ છીએ.”

આ પણ વાંચો, Breaking News : ગુજરાતના સ્ટાર્ટઅપનો ચોંકાવનારો દાવો! હવે શેરડી નહીં, માણસના કપાયેલા વાળમાંથી બનશે પેટ્રોલ-ઇથેનોલ ?

Follow Us
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
બનાસકાંઠામાં PM મોદીના આગમનને લઈને દિવાળી જેવો માહોલ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
આજનું રાશિફળ: અણધાર્યો ધનલાભ અને અટકેલા સરકારી કામો થશે પૂર્ણ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
g clip-path="url(#clip0_868_265)">