આજથી હડતાળ પર મહારાષ્ટ્રના 8000 રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલોમાં કામ બંધ, દર્દીઓને થશે ભારે હાલાકી

મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ આજે ​​સાંજે 5 વાગ્યે હડતાળની જાહેરાત કરી છે. લગભગ 8000 ડોક્ટરો હડતાળ પર જઈ શકે છે. જેના કારણે મહારાષ્ટ્રમાં દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રેસિડેન્ટ ડોક્ટરોએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખીને આ અંગેની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે, આ હડતાળ દરમિયાન દર્દીઓને જે તકલીફ પડશે તેની જવાબદારી સરકારની રહેશે. જાણો ડોક્ટરોની હડતાળનું કારણ

આજથી હડતાળ પર મહારાષ્ટ્રના 8000 રેસિડેન્ટ ડોક્ટરો, હોસ્પિટલોમાં કામ બંધ, દર્દીઓને થશે ભારે હાલાકી
resident doctors on strike
Follow Us:
| Updated on: Feb 22, 2024 | 12:36 PM

મહારાષ્ટ્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાળની જાહેરાત કરી છે. નોટિસ જાહેર કરીને ડોક્ટરોએ કહ્યું કે, મહારાષ્ટ્રના નિવાસી ડોક્ટરો 22મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી હડતાળ પર ઉતરશે. જો કે ઈમરજન્સી દર્દીઓ ડોકટરો દ્વારા જોવામાં આવશે, પરંતુ અન્ય દર્દીઓને પડતી તકલીફો માટે સરકાર જવાબદાર રહેશે.

MARD (Maharashtra Association of Resident Doctors)ના પ્રમુખ ડૉ. અભિજીત હેલગેએ આ માહિતી આપતી નોટિસ જાહેર કરી અને જણાવ્યું કે, તેઓ કેન્દ્ર સરકારથી કેમ નિરાશ છે. જાણો મહારાષ્ટ્રમાં 8000 રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ પાછળનું કારણ.

આખા દેશથી 5 વર્ષ પહેલા આઝાદ થયું હતું ભારતનું આ ગામ
સુરતના સૌથી અમીર વ્યક્તિ કોણ છે?
આ છે દુનિયાની સૌથી હોટેસ્ટ વૈજ્ઞાનિક, જુઓ તસવીર
ઉનાળામાં વધુ પડતો બરફ ખાવાથી શું થાય ?
શરીરમાં કઈ વસ્તુઓની ઉણપને કારણે વાળ ખરે છે?
લોટ બાંધતી વખતે મિક્સ કરો આ સિક્રેટ વસ્તુ, ડબલ થઈ જશે રોટલીની તાકાત

શું છે ડોકટરોની માગ?

રેસિડેન્ટ ડોક્ટરોએ બુધવારે અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે. તેઓએ જણાવ્યું કે, 22મી ફેબ્રુઆરીના રોજ સાંજે 5 વાગ્યાથી અનિશ્ચિત મુદ્દતની હડતાળ શરૂ થશે. આ હડતાળનું કારણ સમજાવતા MARDના પ્રમુખ ડૉ. અભિજીત હેલગેએ જણાવ્યું હતું કે, રાજ્યભરના રેસિડેન્ટ ડૉક્ટરો વધુ સારી છાત્રાલયો, સ્ટાઇપેન્ડમાં વધારો અને બાકી લેણાંની ચુકવણીની માગણી સાથે હડતાળ કરશે.

મંત્રીને લખેલો પત્ર

રેસિડેન્ટ ડોક્ટરોએ તેમની માંગણીઓને લઈને આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો. ત્રણ પાનાના લાંબા પત્રમાં તેમણે લખ્યું હતું કે, “અમે સેન્ટ્રલ MARD, રાજ્યભરના રેસિડેન્ટ ડોક્ટરોની પ્રતિનિધિ સંસ્થા, મહારાષ્ટ્ર રાજ્યના રેસિડેન્ટ ડોક્ટરોને આપેલા વચનો પૂરા કરવા પ્રત્યે ગંભીરતાના અભાવથી અત્યંત નિરાશ છે.

(Credit Source : ANI)

અમને ખાતરી આપવામાં આવી હતી કે, અમારી માંગણીઓ બે દિવસમાં પૂરી કરવામાં આવશે, પરંતુ બે અઠવાડિયા પછી પણ અમારી માંગણીઓ પર કોઈ પ્રગતિ થઈ નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમે અગાઉ પણ સરકારના શબ્દોમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને ઘણી વખત અમારી હડતાળ પાછી ખેંચી હતી.

અમારી ચિંતાઓ અવગણવામાં આવી હતી

આરોગ્ય મંત્રીને મોકલવામાં આવેલા પત્રમાં રેસિડેન્ટ ડોક્ટરોએ લખ્યું છે કે, અમારી અનેક વિનંતીઓ છતાં અમારી ચિંતાઓને અવગણવામાં આવી છે. આ કારણે તેમણે કહ્યું કે, અમારી પાસે અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

દર્દીઓની સમસ્યા માટે સરકારની જવાબદારી

રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર જવાના કારણે મહારાષ્ટ્રની આરોગ્ય સેવાઓમાં ઘણી મુશ્કેલી પડી શકે છે. જેના કારણે ડોક્ટરોએ પહેલા પત્રમાં દર્દીઓની માફી માંગી અને વધુમાં કહ્યું કે તેઓ ઈમરજન્સી કેસની તપાસ કરશે. પરંતુ દર્દીઓની દેખભાળમાં કોઈ સમસ્યા હશે તો તેની જવાબદારી સરકારની રહેશે.

Latest News Updates

ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
ચૂંટણીમાં ભાજપે 50 હજાર મતો ખોટા કરાવ્યા : ગેનીબેન ઠાકોર
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
રાજ્યમાં સરકારી કચેરી જ ભ્રષ્ટ્રાચારનું કેન્દ્ર બન્યાના આરોપ
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદમાં સ્કૂલ વેન અને રિક્ષાચાલકો હડતાળ પર ઉતરશે
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદઃ અટલ બ્રિજ પર 2 ટફન ગ્લાસ તૂટી ગયા, કાચ તૂટીને નદીમાં પડ્યો
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
અમદાવાદ: સોનાની લૂંટ કેસમાં મોટો ઘટસ્ફોટ, ફરિયાદી જ નીકળ્યો આરોપી, જુઓ
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
માલ ખાય અધિકારીઓ અને માર ખાય ચૂંટાયેલા પ્રતિનિધિઓ - BJP ધારાસભ્ય
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 જૂનથી ગુજરાતમાં ધમધોકાર વરસાદ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
મનસુખ માંડવિયાએ ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન પર કર્યો કટાક્ષ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
રાજકોટ અગ્નિકાંડ કેસમાં SITએ વધુ 2 RMCના અધિકારીની કરી ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">