ડોલરની જેમ કુવૈતના દિનાર પાછળ છે ગુજરાતી યુવાનોનું ગજબ આકર્ષણ, આ છે કારણ, જાણો
મોટી સંખ્યામાં ભારતીય શ્રમિકો અને અન્ય લોકો કુવૈત તરફ આકર્ષણ ધરાવે છે. વર્ષોથી કુવૈતમાં ભારતીય મૂળના લોકો રોજગારી મેળવી રહ્યા છે અને આ માટે ખાસ કારણ છે. જે ભારતીયોને કુવૈત તરફ આકર્ષી રહ્યું છે. કુવૈતમાં જઈને ત્યાં આકરી મહેનત કરીને લોકો કુવૈતી દિનારની કમાણી કરી રહ્યા છે. હવે તમને ડોલરની કમાણી સામે કુવૈતી દિનારની કમાણી કરવાનું આકર્ષણ કેમ રહેતું હશે એનો સવાલ થતો હશે.
હાલમાં કુવૈતમાં અટવાયેલા ભારતીય શ્રમિકોને લઈ ખૂબ ચર્ચાઓ અને ચિંતાઓ વ્યાપી રહી છે. ભારતીય શ્રમિકોની અટકાયત કુવૈતમાં કરવામાં આવી છે અને તેમને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ભારતીય શ્રમિકો અને અન્ય લોકો કુવૈત તરફ આકર્ષણ ધરાવે છે. વર્ષોથી કુવૈતમાં ભારતીય મૂળના લોકો રોજગારી મેળવી રહ્યા છે અને આ માટે ખાસ કારણ છે. જે ભારતીયોને કુવૈત તરફ આકર્ષી રહ્યું છે.
ના અમેરિકા, ના કેનેડા કે, ના ઓસ્ટ્રેલિયા કે યુરોપ પણ અનેક ભારતીયોને કુવૈત તરફનું આકર્ષણ વધારે છે. કુવૈતમાં જઈને ત્યાં આકરી મહેનત કરીને લોકો કુવૈતી દિનારની કમાણી કરી રહ્યા છે. હવે તમને ડોલરની કમાણી સામે કુવૈતી દિનારની કમાણી કરવાનું આકર્ષણ કેમ રહેતું હશે એનો સવાલ થતો હશે. એનો જવાબ પણ અહીં જ છે.
કુવૈતી દિરહામનું આકર્ષણ
ગુજરાતના અનેક શ્રમિકો હાલમાં કુવૈતમાં અટયાવેલા હોવાના સમાચાર છે. તમને એમ થતું હશે કે, આ યુવાનો શા માટે કુવૈત તરફ આકર્ષાય છે. કોઈ પાંચ વર્ષથી કે પછી કોઈ દશ પંદર વર્ષથી કુવૈતમાં રોજગારી મેળવી રહ્યા છે. ડોલર કમાવા માટે વિદેશ જનારાઓની સંખ્યા વધારે છે, આ દરમિયાન કુવૈત જેવા દેશો તરફ કેમ આકર્ષણ વધારે ભારતીય યુવાનોમાં થઈ રહ્યું છે. એનું ખાસ કારણ છે.
હાલમાં 1 ડોલરની સામે ભારતીય ચલણ 83 રુપિયા જેટલું મૂલ્ય ધરાવે છે. જ્યારે કુવૈતી દિનારનું મૂલ્ય ડોલરના પ્રમાણમાં ત્રણ થી ચાર ગણું છે. એટલે કે 1 કુવૈતી દિનાર બરાબર ભારતીય ચલણના 272 રુપિયા મૂલ્ય છે.
આમ કુવૈતમાં શ્રમિકોને દિવસના 11 થી 15 રુપિયા મળતા હોય છે. જેમાંથી ખર્ચ નિકાળતા સહેજા 7 થી 8 દિનાર બચે તો, કેટલી મોટી રકમની પ્રતિ દિવસે બચત થાય. કેટલાક શ્રમિકો 9 થી 10 દિનાર સુધી બચત કરવા માટેના પેટે પાટા બાંધતા હોય છે. આમ મહિને 70 હજાર થી 1 લાખ રુપિયા સુધીની બચત પ્રતિમાસ કરી ભારતીય શ્રમિકો કરી લેતા હોય છે. જેને લઈ વરસે દહાડે સારી એવી રકમ પરિવાર માટે બચત કરી ભારત લઈ આવતા હોય છે.
વિજયનગરથી મોટી સંખ્યામાં યુવકો કુવૈત
સાબરકાંઠા જિલ્લામાંથી પણ અનેક યુવાનો કુવૈતમાં કમાણી કરવા માટે મહેનત કરે છે. વિજયનગર તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો કુવૈતમાં છે. હાલમાં જ લગભગ 500 થી 700 યુવાનો કુવૈતમાં છે. જેઓ ત્યાં કમાણી કરવા માટે આકરી મહેનત કરી રહ્યા છે. જેમાંથી પંદર થી સત્તર જેટલા યુવાનોની અટકાયત થઈ હતી. જે પૈકી કેટલાક યુવાનો સ્વદેશ પરત ફર્યા છે.
ગુજરાત સરહદને આવેલ રાજસ્થાનના પણ અનેક યુવાનો કુવૈત છે. ખાસ કરીને કોટડા, ડુંગરપુર, ઉદયપુર, બાંસવાડા સહિતના વિસ્તારમાંથી યુવાનો પણ કુવૈતમાં મહેનત કરીને કમાણી કરી રહ્યા છે.