Breaking News : CBFCએ નવી ટીમની જાહેરાત કરી, 18 સભ્યોમાં પ્રીતિ ઝિન્ટા, સુનીલ શેટ્ટી અને પંકજ ત્રિપાઠી સામેલ
પ્રીતિ ઝિન્ટા, સુનીલ શેટ્ટી અને પંકજ ત્રિપાઠી ,પલ્લવી જોશી સહિત 18 લોકોની નવી CBFC ટીમની જાહેરાત કરવામાં આવી છે. મે 2026માં સેન્સર બોર્ડના નવા ચીફની પણ નિયુક્તિ કરવામાં આવી હતી.શશિ શેખર વેમ્પતિને ચેરમેન બનાવ્યા હતા.

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ની ટીમની જાહેરાત કરી છે. નવા બોર્ડમાં કુલ 18 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. અભિનેતા સુનીલ શેટ્ટી, પંકજ ત્રિપાઠી, અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને પલ્લવી જોશી 18 સભ્યોમાં સામેલ છે. બંગાળી અભિનેતા પ્રોસેનજીત ચેટર્જી અને પીઢ દિગ્દર્શક પ્રિયદર્શનને પણ નવી ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
આ નવું બોર્ડ તાત્કાલિક અસરથી ત્રણ વર્ષના સમયગાળા માટે બનાવવામાં આવ્યું છે. જો કે, જો જરૂરી હોય તો, ત્રણ વર્ષની સમયમર્યાદા પહેલાં તેમાં સુધારો કરી શકાય છે. સરકારે સિનેમેટોગ્રાફ એક્ટ, 1952 અને સિનેમેટોગ્રાફ (પ્રમાણપત્ર) નિયમો, 2024 હેઠળ નવા બોર્ડની સ્થાપના કરી છે.
CBFCના નવા બોર્ડમાં કોણ કોણ?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (Central Board of Film Certification)ની નવી ટીમમાં વિનોદ અનુપમ, અભિનેતા મનોજ જોશી, અભિષેક જૈન, રિકી કેઝ, ફિલ્મ નિર્દેશક પ્રિયદર્શન, અભિનેતા સુનીલ શેટ્ટી, સિંગર હંસરાજ હંસ, સુપ્રિયા યરલાગડ્ડા,કવિ યતીન્દ્ર મિશ્રા, અભિનેત્રી રુપાલી ગાંગુલી, અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા ફિલ્મમેકર નીલ માધબ પાંડા, અભિનેતા પંકજ ત્રિપાઠી, અભિનેતા પ્રોસેનજીત ચટર્જી , અભિનેત્રી પલ્લવી જોશી, નિશિગંધા વાડ, વામન કેન્દ્ર અને રમેશ પતંગે સૂચના અને પ્રસારણ મંત્રાલયે આજે નવા બોર્ડનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ વર્ષે નવા સીબીએફસી ચેરમેનની નિયુક્તી કરાઈ
આ પહેલા 2 મેના રોજ કેન્દ્ર સરકારે શશિ શેખર વેમ્પતિને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના નવા ચેરમેન નિયુકત કર્યા હતા. સુચના અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું કે, તેનો કાર્યકાળ 3 વર્ષનો હશે. સીબીએફસી ચીફ બન્યા પહેલા શશિ શેખર પ્રસાર ભારતીના સીઈઓ પદ પર હતા.
શશિ શિખરે કવિ અને ફેમસ સંગીર પ્રસૂન જોશીનું સ્થાન લીધું હતુ. તો પ્રસૂન જોશીને હવે પ્રસાર ભારતીના સીઈઓ બનાવવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, પ્રસુન જોશીએ સેન્સર બોર્ડના ચીફ તરીકે 9 વર્ષ સેવા આપી છે. તેમણે વર્ષ 2017માં પહલાઝ નહિલાનીનું સ્થાન લીધું હતુ.
શું છે CBFC અને તેના નિયમો?
CBFC (સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન) એ ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત એક સંસ્થા છે, જેને સામાન્ય રીતે સેન્સર બોર્ડ તરીકે ઓળખવામાં આવે છે.
આ સંસ્થા ભારતમાં જાહેર પ્રદર્શન માટે ફિલ્મોની તપાસ કરે છે અને તેમને પ્રમાણપત્રો આપે છે. આ પ્રમાણપત્ર વિના, કોઈપણ ફિલ્મ દેશના થિયેટરોમાં અથવા જાહેર મંચ પર રિલીઝ થઈ શકતી નથી. ફિલ્મોને U,U/A,A અને S કેટેગરીમાં રાખવામાં આવે છે.
