Travel Tips : સ્લીપ ટુરિઝમ શું છે? ભારતમાં આ સ્થળો Sleep Tourism માટે બેસ્ટ છે, તમે પણ કરો ટ્રાય
સ્લીપ ટુરિઝમ આજકાલ ખુબ જ ટ્રેન્ડમાં છે. જે ટુરને એન્જોય કરવાની એક અનોખી રીત છે. જેમાં ફરવાથી લઈ બીજી એક્ટિવિટી સિવાય સારી ઉંઘ લેવાની પણ સલાહ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ સ્લીપ ટુરિઝમ વિશે.
ફરવું કોને પસંદ ન હોય નાના બાળકથી લઈ સૌ કોઈને ફરવાનું પસંદ હોય છે. કારણ કે, આનાથી માત્ર આપણે નવી જગ્યાઓ ફરવાની સાથે સ્ટ્રેસ ઓછો થવામાં મદદ કરે છે. કેટલાક રિસર્ચમાં સામે આવ્યું કે, નવા અને સુંદર સ્થળો પર જવાથી માનસિક તણાવ ઓછો થઈ જાય છે. ભારતમાં ટ્રાવેલિંગની અનેક મોર્ડન રીત અપનાવવામાં આવે છે. જેમાંથી એક છે સ્લીપ ટુરિઝમ. જેનાથી સ્પષ્ટ થાય છે કે, તમને ઉંઘ માટેની સલાહ આપવામાં આવે છે.
પરંતુ આની રીત કાંઈ અલગ છે. તો આજે તમને સ્લીપ ટુરિઝમ વિશે વિસ્તારથી જણાવીશું. ભારતમાં એવા અનેક સ્થળો છે. જ્યાં તમે સ્લીપ ટુરિઝમને એન્જોય કરી માનસિક તણાવ દુર કરી શકો છો. તો ચાલો જાણીએ સ્લીપ ટુરિઝમ વિશે.
શું હોય છે સ્લીપ ટુરિઝમ
આ ટ્રાવેલિંગની એક નવી એક્ટિવિટી છે, જેને નેપેકેશન અથવા નેપ હોલિડે પણ કહેવામાં આવે છે. હાલમાં તે ટ્રેન્ડમાં છે જેમાં લોકોને પ્રકૃતિની વચ્ચે સુંદર જગ્યાએ સારી ઊંઘ લેવાની સલાહ આપવામાં આવે છે. આ રીત પોતાને રીચાર્જ કરવાની છે. જેમાં ભાગદોડ ભરી લાઈફથી દુર પોતાને સમય આપી શકીએ. ઉંઘથી આપણું મગજ રિલેક્સ થઈ જાય છે. જેનાથી આપણી મેન્થલ હેલ્થ પણ સારી રહે છે.યાત્રામાં અનેક સ્થળોને એક્સપ્લોર કરવા સિવાય સારી ઉંઘ પણ લેવી જોઈએ. લોકો થાક દુર કરવા માટે રજાઓ લેતા હોય છે. પરંતુ સ્લીપ ટુરિઝમમાં આવું નથી.
સ્લીપ ટુરિઝમમાં સ્વીમિંગ,ટ્રેકિંગ, પાર્લર સેશન અને યોગ સિવાય ઉંઘ લેવાનો પણ માહૌલ બનાવવામાં આવે છે. જેના માટે તમારી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંન્નેમાં સુધારો આવી શકે છે. આ ટૂરિઝમમાં મોટા ભાગના લોકો જાય છે. જે વ્યસ્ત લાઈફના કારણે પુરી ઉંઘ લઈ શકતા નથી.
આમાં, તમને યોગ, આયુર્વેદિક મસાજ અને અન્ય પદ્ધતિઓ દ્વારા ઊંઘ લાવવામાં મદદ કરવામાં આવે છે. ધ્યાન કરવાથી તમારું મન શાંત થાય છે અને તમે યોગ્ય રીતે સૂઈ શકો છો. તેથી, ટુરિઝમની આ પદ્ધતિ વધુ સારી રીતે તણાવ ઘટાડી શકે છે.
સ્લીપ ટુરિઝમ માટે બેસ્ટ સ્થળો
ભારતમાં અનેક એવા સ્થળો આવેલા છે જે સ્લીપ ટુરિઝમ માટે બેસ્ટ માનવામાં આવે છે. જેમાં આપણે વાત કરીએ તો સૌથી પહેલા ઋષિકેશ આવે છે. નેચરલ બ્યુટીથી ઘેરાયેલા ઋષિકેશને ભારતની યોગ નગરી પણ કહેવામાં આવે છે. ગોવા પણ સ્લિપ ટુરિઝમ માટે બેસ્ટ લોકેશન છે. ભારતમાં કેરળ,તમિલનાડુ અને અન્ય બીજા રાજ્યોમાં પણ એવા ચર્ચિત સ્થળો છે, જે સ્લીપ ટુરિઝમ માટે બેસ્ટ માનવામાં આવે છે.