AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રક્ષાબંધન માટે ખાસ… પૂજાની થાળીમાં કઈ-કઈ સામગ્રી હોવી જોઈએ? નોંધી લો આ જરૂરી વસ્તુઓનું લિસ્ટ

રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પવિત્ર પ્રેમનું પ્રતીક છે. આ દિવસે ભાઈને તિલક કરવા અને રાખડી બાંધવા માટે પૂજાની થાળીનું ખાસ મહત્વ હોય છે. એવામાં શું તમે જાણો છો કે, થાળીમાં કઈ વસ્તુઓ રાખવી ખાસ જોઈએ?

રક્ષાબંધન માટે ખાસ... પૂજાની થાળીમાં કઈ-કઈ સામગ્રી હોવી જોઈએ? નોંધી લો આ જરૂરી વસ્તુઓનું લિસ્ટ
| Updated on: Aug 26, 2026 | 7:46 PM
Share

રક્ષાબંધનના દિવસે બહેનો રાખડીની થાળી તૈયાર કરે છે. આમ તો આમાં બધી જ વસ્તુઓ હાજર હોય છે, જેની રાખડી બાંધતી વખતે જરૂર પડે છે. સૌથી પહેલાં આ થાળીને ઘરના મંદિરમાં રાખવામાં આવે છે. ત્યારબાદ ભગવાનની વિધિ-વિધાનથી પૂજા કર્યા પછી આ થાળીમાંથી કેટલીક રાખડી ભગવાનને અર્પિત કરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, રક્ષાબંધનના દિવસે સૌથી પહેલી રાખડી ભગવાન ગણેશજીને બાંધવી જોઈએ અને ત્યારપછી જ અન્ય દેવી-દેવતાઓ તેમજ પોતાના ઇષ્ટદેવને રાખડી બાંધવી જોઈએ. ભગવાનને રાખડી અર્પિત કર્યા પછી જ પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધવી જોઈએ.

રાખડીની થાળીમાં કઈ-કઈ વસ્તુઓ જરૂર હોવી જોઈએ?

  1. રાખડી: ભાઈના કાંડા પર બાંધવામાં આવતો પવિત્ર દોરો એટલે કે રક્ષાબંધનનો દોરો.
  2. રોલી/કુમકુમ: ભાઈના કપાળ પર તિલક કરવા માટે કુમકુમ, જેને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે.
  3. અક્ષત (ચોખાના દાણા): અખંડ ચોખા જેને કુમકુમ સાથે ભેળવીને કપાળ પર લગાવવામાં આવે છે. આ સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.
  4. દીવો: રાખડીની થાળીમાં એક ઘીનો દીવો રાખવામાં આવે છે. આનાથી ભાઈની આરતી ઉતારવામાં આવે છે.
  5. મીઠાઈ: રાખડી બાંધ્યા પછી મીઠાઈથી ભાઈનું મોં મીઠું કરાવવામાં આવે છે.
  6. દૂર્વા (ધરો): પૂજાની થાળીમાં દૂર્વાને પણ જરૂર શામેલ કરવી જોઈએ. માન્યતા અનુસાર, દૂર્વામાં અમૃતનો વાસ હોય છે. એવામાં દૂર્વાને અક્ષત સાથે ભાઈના મસ્તક પર રાખવાથી તેમને દીર્ઘાયુના આશીર્વાદ મળે છે.
  7. મૌલી અથવા નાડાછડી: એવું માનવામાં આવે છે કે, ભાઈને રાખડી સાથે નાડાછડી પણ જરૂર બાંધવી જોઈએ. કહેવાય છે કે, તેનાથી ભાઈને લાંબા આયુષ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

થાળીમાં આ સામગ્રીઓ પણ રાખી શકો છો

ઘણી જગ્યાએ રાખડીની થાળીમાં પાણીથી ભરેલો કળશ પણ રાખવામાં આવે છે. આ જળને પહેલાં ભગવાન પર છાંટવામાં આવે છે અને પછી ભાઈ પર છાંટવામાં આવે છે. આ સિવાય કેટલાક લોકો આ થાળીમાં નાળિયેર પણ રાખે છે, જેને ભાઈની સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ સિવાય તમે ઈચ્છો તો, થાળીમાં ભગવાન ગણેશજીની એક નાની તસવીર કે મૂર્તિ પણ આશીર્વાદ સ્વરૂપે રાખી શકો છો.

Raksha Bandhan 2026: રક્ષાબંધન પર ભાઈના પહેલા કોને બાંધવામાં આવે છે પહેલી રાખડી? જાણો પરંપરા વિશે

Follow Us
g clip-path="url(#clip0_868_265)">