AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને કહો બાય-બાય ! ઘરે જ બેસન-હળદરથી બનાવો ફેસ પેક, ચહેરા પર આવશે ‘નેચરલ ગ્લો’

ધૂળ, પ્રદૂષણ અને તણાવના કારણે ચહેરાની કુદરતી ચમક ખોવાઈ જવી આજકાલ સામાન્ય બની ગઈ છે. ગ્લોઇંગ સ્કીન મેળવવા માટે મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ પાછળ ખર્ચ કરવાને બદલે તમે રસોડામાં જ રહેલી વસ્તુઓથી ચહેરા પર કુદરતી નિખાર લાવી શકો છો.

મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને કહો બાય-બાય ! ઘરે જ બેસન-હળદરથી બનાવો ફેસ પેક, ચહેરા પર આવશે 'નેચરલ ગ્લો'
| Updated on: Aug 17, 2026 | 8:22 PM
Share

સવારે જ્યારે તમે અરીસામાં તમારો ચહેરો જુઓ છો, ત્યારે મન થાય છે કે ત્વચા સાફ, મુલાયમ અને કુદરતી ચમકથી ભરપૂર દેખાય પરંતુ ધૂળ, પ્રદૂષણ, તણાવ અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ત્વચા પોતાની રોનક ગુમાવવા લાગે છે.

ત્વચાની ચમક જાળવી રાખવા માટે લોકો અવારનવાર મોંઘા સ્કીન કેર પ્રોડક્ટ્સ પર પૈસા ખર્ચે છે. એવામાં તમે ઘરે જ કેટલીક વસ્તુઓથી ફેસ પેક બનાવી શકો છો. બેસન, હળદર, દહીં અને મધથી બનેલો ફેસ પેક એવો જ એક ઘરેલુ નુસખો છે, જેનો ઉપયોગ ઘણા લોકો પેઢીઓથી કરતા આવ્યા છે.

કઈ રીતે બનાવશો ‘ફેસ પેક’?

બેસન, હળદર, દહીં અને મધથી બનેલો આ સરળ ઘરેલુ ફેસ પેક ત્વચાની ઊંડાણપૂર્વક સફાઈ કરવા, ભેજ જાળવી રાખવા અને ચહેરા પર નેચરલ ગ્લો લાવવામાં મદદ કરી શકે છે. બેસનને ત્વચાની સફાઈ માટે ઉત્તમ માનવામાં આવે છે. તે ત્વચા પર જામેલી વધારાની ગંદકી અને તેલને હટાવવામાં મદદ કરે છે. બીજી તરફ, હળદરમાં રહેલા ગુણો ત્વચાને નિખાર આપવામાં અને તેને સ્વસ્થ બતાવવામાં મદદરૂપ માનવામાં આવે છે.

ફેસ પેક બનાવવાની રીત

  1. બેસન (2 ચમચી)- ત્વચાની ગંદકી અને વધારાનું તેલ સાફ કરે છે.
  2. હળદર (અડધી ચમચી)- રંગ નિખારે છે અને બેક્ટેરિયા દૂર કરે છે.
  3. દહીં (1 ચમચી)- ત્વચાને ભેજ (મોઇશ્ચર) આપે છે અને ટેનિંગ હટાવે છે.
  4. મધ (1 ચમચી)- ચહેરાને મુલાયમ અને હાઇડ્રેટેડ રાખે છે.

ફેસ પેક લગાવવાની રીત

આ ફેસ પેક બનાવવા માટે બધી વસ્તુઓને મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. ત્યારબાદ તેને સાફ ચહેરા અને ગરદન પર લગાવો. ત્યારબાદ 15 થી 20 મિનિટ સુકાવા દો. આ પછી હળવા હાથે મસાજ કરતા કરતા ઠંડા પાણીથી ધોઈ લો.

ફેસ પેકના ફાયદા

  • ત્વચામાં ચમક: ચહેરાનો ગુમાવેલો નિખાર પાછો આવે છે.
  • ડાઘ-ધબ્બા ઓછા: ખીલ અને તેના નિશાન હળવા થાય છે.
  • ઊંડી સફાઈ: રોમછિદ્રો (પોર્સ) ની ગંદકી નીકળી જાય છે.
  • ભેજ (નમી): ત્વચા સૂકી નથી રહેતી પરંતુ મુલાયમ બને છે.

શું તમે પણ ‘ચા’ પીધા પછી તરત ‘પાણી’ પીઓ છો? આજે જ બદલો આ આદત, શરીરને થઈ શકે છે ‘મોટી સમસ્યાઓ’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">