Pillow Cover : કેટલા દિવસમાં બદલવું જોઈએ ઓશિકાનું કવર ? એક ભૂલ સ્વાસ્થને પહોચાડે છે અનેક નુકસાન

ઓશિકાના કવરમાં દરરોજ ધૂળના કણો, તેલ, ડેડ સ્કીન, હાનિકારક બેક્ટેરિયા, અનેક પ્રકારની ગંદકી અને જો ઘરમાં પાળતુ પ્રાણી હોય તો તેમના વાળ ઓશીકાના કવરમાં અટવાઈ જાય છે. જે બાદ આ ઓશિકાનો ઉપયોગ કરવામાં આવે ત્યારે તે ખુબ નુકસાન પહોચાડે છે, જાણો તેના નુકસાન વિશે.

Pillow Cover : કેટલા દિવસમાં બદલવું જોઈએ ઓશિકાનું કવર ? એક ભૂલ સ્વાસ્થને પહોચાડે છે અનેક નુકસાન
Image Credit source: Social Media
Follow Us:
| Updated on: Jun 17, 2024 | 7:25 PM

પલંગ પર આરામદાયક ઊંઘ માટે ઓશીકું હોવું જરૂરી છે. કેટલાક લોકો એકથી વધુ ઓશિકા લઈને સૂવે છે. ઓશીકા સાથે સુંવું ત્યા સુધી ખોટુ નથી જ્યારે કેટલા દિવસો સુધી તેનું કવર બદલવામાં ન આવે, બેક્ટેરિયા અને રોગો તેને પોતાનું ઘર બનાવી શકે છે. આનાથી ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ થઈ શકે છે, તેથી ઓશીકાનું કવર ચોક્કસ સમય પછી બદલવું જોઈએ.

રોગોનું ઘર છે ઓશીકાનું કવર

હેલ્થ એક્સપર્ટના મતે ઓશીકાના કવર ઓછામાં ઓછા દર અઠવાડિયે બદલવા જોઈએ. જો આમ ન કરવામાં આવે તો ત્વચાને ઘણું નુકસાન સહન કરવું પડી શકે છે. ત્વચા સંબંધિત બીમારીઓ ફેલાઈ શકે છે. ઘણી વખત તેની સારવાર કરાવવાથી પણ ફાયદો થતો નથી. દવા બિનઅસરકારક સાબિત થઈ શકે છે.

જો તમે દર અઠવાડિયે તકિયાનું કવર ન બદલો તો શું થશે?

આરોગ્ય નિષ્ણાતો ભલામણ કરે છે કે તકિયાનું કવર દર અઠવાડિયે બદલવું જોઈએ. હકીકતમાં, દરરોજ, ધૂળ અને કણો, તેલ, ડેડ સ્કીન, હાનિકારક બેક્ટેરિયા, અનેક પ્રકારની ગંદકી અને જો ઘરમાં પાળતુ પ્રાણી હોય તો તેમના વાળ ઓશીકાના કવરમાં ફસાઈ જાય છે.

સરગવાના પાન છે સુપર ફુડ, જાણો તેને ખાવાના ફાયદા
કંકોડા ખાવાથી થાય છે અઢળક ફાયદા
Monsoon Health Tips : ચોમાસામાં આ શાકભાજી ન ખાવા જોઈએ
Hair care in Monsoon : વરસાદની ઋતુમાં આ રીતે રાખો વાળની ​​સંભાળ
આજનું રાશિફળ તારીખ : 26-06-2024
કરોડોનો માલિક છે ખેલાડી, ઈજાગ્રસ્ત થવાનું નાટક કરવાનો લાગ્યો આરોપ

જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ અને ફોલ્લીઓ દેખાવા લાગે છે. તેથી સમય સમય પર તકિયાના કવરને બદલવું જોઈએ. નહિંતર ચહેરાની ત્વચા સંપૂર્ણપણે નાશ પામે છે. આટલું જ નહીં, ઓશીકાનું કવર સાફ અથવા ડ્રાય ક્લીન કરવું જોઈએ અથવા દર 6 મહિનામાં એકવાર બદલવું જોઈએ.

જો તમે દર અઠવાડિયે તમારું ઓશીકું કવર ન બદલો તો તેનાથી એલર્જી થઈ શકે છે. કેટલીકવાર આ ચેપનું કારણ બની શકે છે. દરરોજ લોકો અલગ-અલગ જગ્યાએથી આવ્યા બાદ બેડ સુવે છે એવામાં આવી સ્થિતિમાં તે અનહાઈજીનીક પણ હોઈ શકે છે.

આ સિવાય જો તમે સમય-સમય પર તમારી બેડશીટ અને ઓશીકું બદલતા નથી તો તેનાથી કંફર્ટ ઓછો થઈ જાય છે. આરામદાયક અનુભવવાને બદલે, વ્યક્તિ અસ્વસ્થતા અનુભવવા લાગે છે. તકિયાના કવર બદલવાથી તમારા ઓશીકાનું આયુષ્ય પણ વધે છે. આ સિવાય સમયાંતરે બેડશીટ અને ઓશીકું બદલવાથી સકારાત્મકતા આવે છે અને રૂમની સુંદરતા વધે છે.

ઓશીકાનું કવર કેવું લેવું

હેલ્થ એક્સપર્ટના મતે જો ઓશીકાનું કવર સિલ્કનું બનેલું હોય તો બેક્ટેરિયા ઓછા લાગે છે. જેના કારણે ચહેરા પર પિમ્પલ્સ નથી દેખાતા. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોટન કરતાં સિલ્કના ઓશીકાના કવર ત્વચાના સ્વાસ્થ્ય માટે વધુ સારા છે. આ સમસ્યાઓનું જોખમ ઘટાડે છે.

આ પણ વાંચો: ઈંડા નથી ખાતા તો ખાઓ આ 6 વસ્તુઓ, શરીરને મળશે ભરપૂર પ્રોટીન

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">