Video : કોહલી-રોહિતને આઉટ કરનાર બોલિંગ ભૂલી ગયો, એક ઓવરમાં 43 રન આપી બનાવ્યો શરમજનક રેકોર્ડ

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં લેસ્ટરશાયર સામે એક ઓવરમાં 43 રન આપ્યા હતા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોંઘી ઓવર બોલિંગ કરવાનો એક અનિચ્છનીય રેકોર્ડ રોબિન્સનના નામે નોંધાયો છે. જમણા હાથના બેટ્સમેન લુઈસ કિમ્બરે ઓલી રોબિન્સને ખરાબ રીતે ફટકાર્યો હતો.

Video : કોહલી-રોહિતને આઉટ કરનાર બોલિંગ ભૂલી ગયો, એક ઓવરમાં 43 રન આપી બનાવ્યો શરમજનક રેકોર્ડ
Ollie Robinson vs Virat Kohli
Follow Us:
| Updated on: Jun 26, 2024 | 8:04 PM

જે ખેલાડીએ રોહિત શર્માને આઉટ કર્યો હતો, જેનો શિકાર વિરાટ કોહલી અને રિષભ પંત જેવા શક્તિશાળી બેટ્સમેન બન્યા હતા, આજે એ જ બોલર બોલિંગ કરવાનું ભૂલી ગયો હતો. અમે વાત કરી રહ્યા છીએ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર ઓલી રોબિન્સનની, જેણે એક ઓવરમાં 43 રન આપ્યા હતા.

 ઈંગ્લેન્ડના ઓલી રોબિન્સના નામે શરમજનક રેકોર્ડ

રોબિન્સન હવે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એક ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો છે. લેસ્ટરશાયર સામે રમતી વખતે, રોબિન્સને તેની ઓવરમાં કુલ 9 બોલ ફેંક્યા, જેમાંથી તેણે 8 બોલમાં બાઉન્ડ્રી ફટકારી. મોટી વાત એ છે કે રોબિન્સને આ ઓવરમાં 6 ફોર અને 2 સિક્સર પડી હતી. જમણા હાથના બેટ્સમેન લુઈસ કિમ્બરે રોબિન્સનને ધોઈ નાખ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 29-06-2024
ભારત કે દક્ષિણ આફ્રિકા, જીતે કોઈ પણ, ઈતિહાસ જરૂર રચાશે
શું તમારે તમારું આખું જીવન ગરીબીમાં પસાર કરવું પડશે? જાણો અમીર બનવાની 5 ટિપ્સ
ચોમાસુ આવી ગયું, વીજળી પડે તો બચવા માટે કરો આ કામ, જુઓ વીડિયો
હિના ખાનને છે બ્રેસ્ટ કેન્સર,જાણો તેના શરૂઆતી લક્ષણો
Travel Tips : સુરતની નજીક આવેલું છે આ હિલ સ્ટેશન, જુઓ ફોટો

રોબિન્સને એક ઓવરમાં 43 રન આપ્યા

ઓલી રોબિન્સન 59મી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. તેણે કિમ્બર પર બાઉન્સર વડે એટેક કર્યો અને જમણા હાથના બેટ્સમેને બોલને 6 રનમાં બાઉન્ડ્રીની બહાર મોકલી દીધો. પછીના બોલે, રોબિન્સને નો બોલ નાખ્યો, જેમાં ચોગ્ગો લાગ્યો. તેના પછીના બોલે પણ કિમ્બરે ચોગ્ગો માર્યો. કિમ્બરે ફરી એકવાર ત્રીજા બોલ પર સિક્સર ફટકારી. ચોથા બોલ પર ચોગ્ગો અને ફરીથી પાંચમા બોલ પર ચોગ્ગો જે નો બોલ હતો. આ પછી સતત બે ચોગ્ગા ફટકાર્યા અને છેલ્લા બોલ પર એક રન આવ્યો. ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટમાં નો બોલ પર બે રન આપવામાં આવે છે અને આ રીતે રોબિન્સને એક ઓવરમાં 43 રન આપ્યા હતા.

રોબિન્સને ઈંગ્લેન્ડ માટે ટેસ્ટમાં 76 વિકેટ લીધી

એવું લાગી રહ્યું હતું કે ઓલી રોબિન્સન આ ઓવરમાં બોલિંગ કરવાનું ભૂલી ગયો હતો. મોટી વાત એ છે કે તેણે આ ઓવરમાં દરેક બોલ શોર્ટ નાખ્યા, જેનો કિમ્બરે ફાયદો ઉઠાવ્યો. રોબિન્સને ઈંગ્લેન્ડ માટે 20 ટેસ્ટમાં 76 વિકેટ લીધી છે અને તેની તરફથી આવી બોલિંગ કરવી ખરેખર શરમજનક છે. જો કે, કિમ્બરે આ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. આ જમણા હાથના બેટ્સમેને માત્ર 100 બોલમાં બેવડી સદી ફટકારી હતી, જે કાઉન્ટી ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી બેવડી સદી છે.

આ પણ વાંચો: T20 World Cup 2024 : સેમીફાઈનલના નિયમોથી મચ્યો હંગામો, ICC પર ઉઠી રહ્યા છે સવાલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">