AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોટલના ટુવાલ હંમેશા નવા જેવા મુલાયમ કેવી રીતે રહે છે? જાણી લો લોન્ડ્રીવાળાની એ 7 ખાસ ટ્રીક્સ જે ઘરમાં આવશે કામ

આપણે ગમે તેટલો મોંઘો ટુવાલ ખરીદીએ, થોડા જ સમયમાં તે કડક અને ફિક્કો પડી જાય છે. પરંતુ હોટલના ટુવાલ વર્ષો સુધી મખમલ જેવા સોફ્ટ અને ચમકદાર કેવી રીતે રહે છે? જાણી લો આ રહસ્ય.

હોટલના ટુવાલ હંમેશા નવા જેવા મુલાયમ કેવી રીતે રહે છે? જાણી લો લોન્ડ્રીવાળાની એ 7 ખાસ ટ્રીક્સ જે ઘરમાં આવશે કામ
Image Credit source: AI
| Updated on: May 24, 2026 | 3:35 PM
Share

હોટલમાં મળતી ચાદરથી લઈને ટુવાલ સુધીની દરેક વસ્તુ અતિશય મુલાયમ, સફેદ અને આરામદાયક હોય છે. ઘણીવાર આપણે પણ ઘરના ટુવાલને આવા જ સોફ્ટ બનાવવા માટે મોંઘા પ્રોડક્ટ્સ પાછળ અઢળક પૈસા ખર્ચી નાખીએ છીએ. પરંતુ અફસોસ, થોડા જ સમયમાં ઘરનો ટુવાલ કડક, ભારે અને વાસી જેવો દેખાવા લાગે છે. જ્યારે હોટલના ટુવાલ વર્ષોના વપરાશ પછી પણ એવા ને એવા જ મુલાયમ અને દૂધ જેવા સફેદ રહે છે.

મોટાભાગના લોકોને એવું લાગે છે કે હોટલવાળા કોઈ મોંઘા કેમિકલનો ઉપયોગ કરતા હશે. પરંતુ સત્ય કંઈક અલગ જ છે, જે જાણીને તમે પણ ચોંકી જશો. હોટલમાં ટુવાલ ધોવા માટે કોઈ મોંઘી વસ્તુઓ નહીં, પણ કેટલીક ખાસ આદતો અને સિક્રેટ ટ્રિક્સ ફોલો કરવામાં આવે છે.

આવો જોઈએ હોટલ લોન્ડ્રીના એ 7 રહસ્યો, જે તમારા ઘરના ટુવાલને પણ હંમેશા નવા જેવા રાખશે:

ટુવાલને મળે છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ

હોટલમાં ટુવાલને ક્યારેય અન્ય સામાન્ય કપડાં સાથે ધોવામાં આવતા નથી. તેને હંમેશા અલગથી જ વોશ કરવામાં આવે છે. જો તેને બીજા કપડાં સાથે ધોવામાં આવે, તો કપડાંનું ઘર્ષણ ટુવાલના કોટન ફાઇબરને કાયમ માટે ખરાબ કરી નાખે છે.

વોશિંગ મશીનને આખું નથી ભરતા

એકસાથે ઘણા બધા ટુવાલ મશીનમાં નાખી દેવાથી પાણી અને ડિટર્જન્ટ બરાબર કામ કરી શકતા નથી. પરિણામે સાબુ ટુવાલની અંદર જ ભરાઈ રહે છે અને તે કડક થઈ જાય છે. હોટલમાં મશીનમાં એટલા જ ટુવાલ નંખાય છે જેથી તે અંદર આરામથી ફરી શકે.

ગરમ પાણીનો ચોક્કસ ઉપયોગ

ટુવાલમાંથી બેક્ટેરિયા, તેલ અને જીદ્દી મેલ હટાવવા માટે હળવા ગરમ પાણીનો ઉપયોગ કરાય છે. પરંતુ ધ્યાન રહે કે પાણી અતિશય ગરમ ન હોવું જોઈએ, નહીં તો કોટન નબળું પડી જાય છે.

ફેબ્રિક સોફ્ટનરની બાબતમાં મોટો ભ્રમ

લોકો વિચારે છે કે વધારે ફેબ્રિક સોફ્ટનર નાખવાથી ટુવાલ મુલાયમ બનશે, પણ હકીકતમાં તે ટુવાલ પર એક ચીકણું પડ જમાવી દે છે, જેનાથી ટુવાલની પાણી સોષવાની ક્ષમતા ખતમ થઈ જાય છે. હોટલવાળા સોફ્ટનરનો બહુ ઓછો ઉપયોગ કરે છે.

ડ્રાયર બોલ્સનો જાદુ

ટુવાલને સૂકવતી વખતે હોટલ લોન્ડ્રીમાં ડ્રાયર બોલ્સનો ઉપયોગ થાય છે. આ બોલ્સ ટુવાલને અંદરોઅંદર ચોંટવા નથી દેતા અને ગરમ હવાને સરખી રીતે ફેલાવે છે, જેથી ટુવાલ ફૂલેલો અને સોફ્ટ (ફ્લફી) બને છે.

સાબુ અને મેલનો જમાવડો રોકવો

સમય જતાં ટુવાલમાં બોડી ઓઇલ અને હાર્ડ વોટરના મિનરલ્સ જમા થાય છે, જેનાથી તે ખરબચડો લાગે છે. હોટલમાં એક્સ્ટ્રા રિન્સ સાયકલ (વધુ વખત પાણીથી નીચોવવું) ચલાવીને આ કચરો જમા થવા દેવાતો નથી.

સૂકવવાની સાચી રીત

ટુવાલ જો લાંબો સમય ભીનો રહે તો ગંધ મારવા લાગે છે અને વધુ પડતી ગરમીમાં સૂકવવાથી તેનો દોરો નબળો પડે છે. હોટલમાં ટુવાલને સંપૂર્ણ સૂકવવામાં જરૂર આવે છે, પણ ઓવરહીટિંગથી બચાવવામાં આવે છે.

ઘરના ટુવાલને હોટલ જેવા બનાવવાના સસ્તા ઘરેલું ઉપાય:

જો તમારે પણ તમારા ટુવાલને લાંબા સમય સુધી ચમકદાર રાખવા હોય, તો ડિટર્જન્ટની માત્રા ઓછી કરો અને ફેબ્રિક સોફ્ટનર બંધ કરો. તેના બદલે આ બે કુદરતી વસ્તુઓનો ઉપયોગ શરૂ કરો:

  • સફેદ સરકો (વ્હાઇટ વિનેગર): ક્યારેક-ક્યારેક મશીનની રિન્સ સાયકલમાં સફેદ સરકો નાખો, તે ટુવાલમાં ભરાયેલો સાબુ બહાર કાઢી નાખશે.
  • બેકિંગ સોડા: જૂના ટુવાલની ગંદી બદૂ અને તેનો ફિક્કો કલર દૂર કરવા માટે બેકિંગ સોડા રામબાણ ઈલાજ છે.

ડિસ્ક્લેમર: આ માહિતી ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વીડિયો પર આધારિત છે. ઉપયોગ કરતા પહેલા પોતાના વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો.

સૂરજ આથમ્યા પછી શરૂ થાય છે અસલી ખતરો, રાતની આ એક ભૂલ વધારી રહી છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ !

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">