AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi Skin Care Tips: હોળીની ઉજવણી દરમિયાન કઈ રીતે રાખશો ત્વચા અને વાળનું ધ્યાન ? વાંચો આ ખાસ અહેવાલ

Holi 2022 : કેમિકલયુક્ત હોળીના રંગો તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. ચાલો જાણીએ કે ત્વચાને નુકસાનથી બચાવવા માટે તમે કઈ ટિપ્સ ફોલો કરી શકો છો.

Holi Skin Care Tips: હોળીની ઉજવણી દરમિયાન કઈ રીતે રાખશો ત્વચા અને વાળનું ધ્યાન ? વાંચો આ ખાસ અહેવાલ
Holi 2022 : Skincare Tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 10:08 AM
Share

અન્ય તહેવારોની જેમ  (Holi 2022) હોળીની તૈયારીઓ પણ અગાઉથી શરૂ થઈ જાય છે. રંગોથી રમવા અને સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણવા ઉપરાંત, તમારે આ સમય દરમિયાન તમારી ત્વચાની પણ કાળજી લેવી જોઈએ. હોળી દરમિયાન ત્વચા પરના રંગને કારણે ઘણી વખત ત્વચા પર એલર્જી અને રેડનેસ આવી જાય છે. કેમિકલ યુક્ત રંગો તમારી ત્વચાને (Holi) ઘણું નુકસાન કરે છે. આ તહેવારોની સિઝનમાં અને વધતા તાપમાન વચ્ચે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે તમે ઘણી ટિપ્સ ફોલો કરી શકો છો. આનાથી તમે તમારી ત્વચાને કોઈપણ પ્રકારના નુકસાનથી બચાવી શકશો. આવો જાણીએ કઈ ટિપ્સ તમે ફોલો કરી શકો છો.

શરીર ઢંકાય તેવા કપડાં પહેરો

તમારી આખી ત્વચાને ઢાંકી દે તેવા કપડાં પહેરો. રંગો સાથે સીધો સંપર્ક ટાળવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. એવા કપડાં પહેરો જે સરળતાથી સુકાઈ જાય. લાંબા સમય સુધી પલળેલા કપડા પહેરવાથી તમારી ત્વચા પર રેસિઝ થઈ શકે છે. વધુ ઢાંકેલા કપડાં પહેરવાથી તમારી ત્વચાને નુકસાનથી બચાવી શકાશે અને હોળીનો આનંદ માણી શકાશે.

ઓર્ગેનિક રંગોથી રમો

હોળી રમવા માટે તમે ઓર્ગેનિક રંગો પસંદ કરી શકો છો. તે તમને ત્વચા સંબંધિત સમસ્યાઓથી બચાવવા માટે કામ કરે છે. આમાં ખીલ અને ખરજવું જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓનો સમાવેશ થાય છે. આ રંગો સરળતાથી ધોઈ શકાય છે. તેનાથી તમારી ત્વચા પર લાલાશ અને ફોલ્લીઓ પણ નહીં થાય.

તેલ અને એલોવેરાનો ઉપયોગ કરો

હોળી રમવા માટે બહાર જતા પહેલા તમારી ત્વચા પર નારિયેળનું તેલ, વિટામિન ઈ તેલ અથવા ઓલિવ તેલ લગાવો. તમે ત્વચા પર એલોવેરા પણ લગાવી શકો છો. જે તમારી ત્વચા પર રંગ જમા થતો અટકાવશે. તે સરળતાથી ધોઈ શકાય છે. તે તમારી ત્વચાને હાઈડ્રેટેડ અને નરમ બનાવે છે.

સનસ્ક્રીન પણ ચોક્કસપણે લગાવો

હોળી રમવા જતા પહેલા તમારી ત્વચા પર સનસ્ક્રીન લગાવો. આ તમારી ત્વચાને લાલાશ, ખંજવાળ અને પિમ્પલ્સથી બચાવવામાં મદદ કરશે. જો તમે 4 કલાકથી વધુ સમય માટે તડકામાં હોવ તો સનસ્ક્રીન ફરીથી લગાવો. સનસ્ક્રીનને લઈને પણ લોકોમાં ઘણી મુંઝવણ હોય છે ત્યારે રાજકોટના ડૉ. મોના પંધારેએ ટીવી9 સાથેની વાતચીતમાં હોળી દરમિયાન કેવી કાળજી રાખવી જોઈએ તેમજ કેવું સનસ્ક્રીન ઉપયોગમાં લેવુ જોઈએ તે જણાવ્યું હતું.

વાળનું આ રીતે રાખો ધ્યાન

રંગ વાળમાં જવાથી વાળ ખરવાની સમસ્યા, વાળ ડ્રાય બની જવા વગેરે જેવી સમસ્યાઓ આવી શકે છે. તેના માટે કેપ પહેરો. અઠવાડિયામાં ત્રણ વખત યોગ્ય શેમ્પુ દ્વારા વાળ ધુઓ. કન્ડિશનરનો ઉપયોગ પણ ચોક્કસપણે કરો.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં હોળીની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર, જાણો મહા વિકાસ આઘાડી સરકારે કયા નવા નિયમો લાગુ કર્યા 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">