એરપોર્ટ પર હોળીનો માહોલ, અમદાવાદનું SVPI એરપોર્ટ હોળીના મેઘધનુષી રંગોમાં તરબોળ

એટલું જ નહીં, એરપોર્ટ પરથી પ્રસ્થાન કરતા પહેલા મુસાફરો હાથે બનાવેલા ગુંજિયા અને ઠંડાઈનો સ્વાદ પણ મન ભરીને માણી પણ શકે છે. ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ઓર્ગેનિક હોળીના રંગોનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.

એરપોર્ટ પર હોળીનો માહોલ, અમદાવાદનું SVPI એરપોર્ટ હોળીના મેઘધનુષી રંગોમાં તરબોળ
Ahmedabad's SVPI Airport drenched in the rainbow colors of Holi
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 16, 2022 | 8:13 PM

અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (International Airport)પર રંગોત્સવ હોળીના (Holi) તહેવારને મનાવવાનો થનગનાટ ઉડીને આંખે વળગી રહ્યો છે. મુસાફરોને હોળીના મેઘધનુષી રંગોમાં તરબોળ કરવા એરપોર્ટ પરિસરમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.મુસાફરોને વરલી અને માંડલ જેવી પરંપરાગત કળાના વિવિધ સ્વરૂપોથી માહિતગાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ અહીં વિવિધ કળાને માણવાનો અનુભવ સેલ્ફીમાં પણ કેદ કરી રહ્યા છે.

ભારતીય કળા સંસ્કૃતિને જીવંત રાખવા એરપોર્ટ પર કરાયો પ્રયાસ

આજના યાંત્રિક જીવનની શુષ્કતામાં ઉત્સાહના રંગો પૂરવા SVPI એરપોર્ટ પર ભારતીય કળાની વૈવિધ્યસભરતાનું આબેહૂબ નિદર્શન કરાવવામાં આવ્યું છે. મુસાફરો રંગબેરંગી માહોલમાં મંડલા અને વરલી જેવી પરંપરાગત કળાનો અદભૂત અનુભવ પણ માણી શકે તેવુ આયોજન કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર આવા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ લોકોને ભારતીય કળા-સંસ્કૃતિના અનેકવિધ સ્વરૂપો વિશે જાણકારી આપવાનો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

મંડલા કળા એક પરંપરાગત ડિઝાઇન પેટર્ન છે, જેમાં દેવી-દેવતાઓ અને બ્રહ્માંડનું નિદર્શન કરવામાં આવે છે. જ્યારે વરલી કળાને ઐતિહાસીક કળાના પ્રાચીન સ્વરૂપોમાંનું એક માનવામાં આવે છે. એરપોર્ટ પર મુસાફરો આવી અમૂલ્ય કળાઓ વિશે વિનામુલ્યે જાણી માણી અને શીખી પણ શકે છે.

એટલું જ નહીં, એરપોર્ટ પરથી પ્રસ્થાન કરતા પહેલા મુસાફરો હાથે બનાવેલા ગુંજિયા અને ઠંડાઈનો સ્વાદ પણ મન ભરીને માણી પણ શકે છે. ડોમેસ્ટિક ટર્મિનલના સિક્યોરિટી હોલ્ડ એરિયામાં ઓર્ગેનિક હોળીના રંગોનું વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે.

મુસાફરો તહેવારનો આનંદ પ્રવાસ દરમિયાન પણ અનુભવી શકે તે માટે ટર્મિનલની અંદર અને બહાર રંગબેરંગી લાઇટિંગ સાથેના મોટા સ્થાપનો ગોઠવવામાં આવ્યા છે. અહીંની અદભૂત યાદો જીવંત રાખવા પ્રવાસીઓ તેને સેલ્ફી કોર્નરમાં પણ કેદ કરી રહ્યા છે. તહેવારોની ઉજવણીમાં આપણી સંસ્કૃતિની સુવાસ જળવાઇ રહે એ મહત્વનું છે, ભારતીય કળા-સંસ્કૃતિના વિવિધ રંગોને જીવંત રાખવાનો SVPI એરપોર્ટનો આ પ્રયાસ પ્રસંશનીય મનાઈ રહ્યો છે.

આ પણ વાંચો : જામનગરઃ જીલ્લામાં રોડના કામનું આયોજન પણ અમલી નહીં, સ્ટાફની અછત સહીત પ્રશ્નોના કારણે મંજુર થયેલા અનેક કામો બાકી

આ પણ વાંચો : ‘ભારત 2024 સુધીમાં અમેરિકા સાથે બરાબરી કરશે’, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું નિવેદન, રાજ્યસભામાં જણાવી આગામી બે વર્ષની યોજના

g clip-path="url(#clip0_868_265)">