AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garud Puran: શું મૃત વ્યક્તિના કપડા ઘરમાં રાખવા જોઈએ? શું કહે છે ગરુડ પુરાણ

ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ બાદ મૃત વ્યક્તિના કપડા, આભૂષણો અને અન્ય સામાનને લઈને સંતુલન જરૂરી છે. જાણો કઈ વસ્તુઓ રાખવી યોગ્ય છે અને કઈ વસ્તુઓને હટાવી દેવી જોઈએ અથવા દાન કરી દેવી જોઈએ.

Garud Puran: શું મૃત વ્યક્તિના કપડા ઘરમાં રાખવા જોઈએ? શું કહે છે ગરુડ પુરાણ
| Updated on: Jun 23, 2026 | 4:46 PM
Share

મૃત્યુ એ જીવનનું કડવુ સત્ય છે. જ્યારે કોઈ સ્વજન આ દુનિયાને છોડી જાય છે તો તેની પાછળ માત્ર યાદો નથી છોડી જતા પરંતુ અનેક એવા સવાલો પણ છોડી જાય છે, જેના જવાબ મળવા મુશ્કેલ છે. એ જ સવાલોમાંથી એક છે શું મૃત્યુ બાદ મૃત વ્યક્તિના કપડા, આભૂષણો, પથારી કે અન્ય સામાન ઘરમાં સંભાળીને રાખવો જોઈએ કે તેને વિદા કરી દેવો જોઈએ. આ સવાલ માત્ર પરંપરા કે આસ્થાનો નથી. પરંતુ મનોવૈજ્ઞાનિક ભાવનાઓ સાથે પણ જોડાયેલો છે. કેટલાક લોકો તેને અંધ વિશ્વાસ માને છે તો કેટલાક તેને શાંતિ અને સંતુલન સાથે જોડીને જુએ છે. એવામાં ગરુડ પુરાણ શું કહે છે તેને સમજવુ જરૂરી થઈ જાય છે.

ગરૂડ પુરાણ શું કહે છે ?

ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ માત્ર શરીરનો અંત નથી, પરંતુ આત્માની એક નવી યાત્રાની શરૂઆત છે. શાસ્ત્ર કહે છે કે મૃત્યુ બાદ વ્યક્તિ પુરી રીતે સમાપ્ત નથી થઈ જતો, તે જે વસ્તુ સાથે જોડાયેલા હોય છે, તે કપડા, ઘડિયાળ, આભૂષણો, તેની સાથે ભાવનાત્મક સંબંધ બંધાયેલો રહે છે. આથી શાસ્ત્ર એવી સલાહ આપે છે કે મૃત વ્યક્તિની વસ્તુઓ સંભાળીને રાખવામાં સંતુલન રાખવુ જરૂરી છે. જેનો ઉદ્દેશ્ય ડર ઉભો કરવાનો નહીં પરંતુ આત્મા અને પરિવાર બંનેને માનસિક શાંતિ આપવાનો છે.

મૃત વ્યક્તિના કપડાનુ શું કરવુ?

મૃત વ્યક્તિના કપડા સૌથી વધુ દુવિધા ઉભી કરે છે. કારણ કે શરીરની સૌથી વધુ નજીક હોય છે અને તેની સાથે ઉંડુ ભાવનાત્મક જોડાણ હોય છે. ગરુડ પુરાણ અનુસાર કપડાને લાંબા સમય સુધી સંભાળીને રાખવા યોગ્ય નથી, તેને સન્માનપૂર્વક દાન કરી દેવા જોઈએ. આ ન માત્ર એક પરંપરા છે. પરંતુ એક માનસિક પ્રક્રિયા પણ છે. જેનાથી વ્યક્તિ તેના દુ:ખોમાંથી ધીરે ધીરે બહાર નીકળી શકે છે.

ઘરેણા અને ઘડિયાળનું મહત્વ

કપડા થી વિપરીત મૃત વ્યક્તિના ઘરેણાને અલગ દૃષ્ટિથી જોવામાં આવે છે કારણ કે તે માત્ર ઉપયોગની વસ્તુ નથી. પરંતુ પરિવારની વિરાસત પણ હોય છે. ઘરેણાને રાખી શકાય છે પરંતુ શુદ્ધિ બાદ તેને નવી શરૂઆત ના પ્રતિક રૂપે જોવામાં આવે છે. તો ઘડિયાળને લઈને ખાસ સાવચેતી જણાવાઈ છે. જો ઘડિયાળ બંધ કે ખરાબ હોય તો તેને ઘરમાં રાખવી એક રોકાયેલા સમયનું પ્રતિક માનવામાં આવે છે.

તસવીરોને ક્યાં રાખવી?

તસવીરો ભાવનાત્મક રીતે સૌથી વધુ પ્રભાવ પાડે છે. પરંતુ પિતૃની તસવીરો મંદિરમાં રાખવી જોઈએ નહીં. ઘરના એક ખૂણામાં તસવીરો લગાવવી યોગ્ય નથી. શાસ્ત્ર કહે છે કે તસવીરો એવી જગ્યાએ રાખો જ્યાં તે પ્રેરણા આપે. ન કે રોજ દુ:ખી કરે.

પથારી અને રોજબરોજની વસ્તુઓ

પથારી, ગાદલુ, તકિયા જેવી વસ્તુઓ વ્યક્તિના જીવનમાં અંતિમ દિવસ સુધી જોડાયેલી રહે છે. તેને બદલી દેવી કે હટાવવી જ યોગ્ય મનાય છે. વૈજ્ઞાનિક રીતે પણ તેમાં બેક્ટેરિયા હોઈ શકે છે. જો કે પલંગ જેવી વસ્તુઓને સારી રીતે સાફ કરીને ઉપયોગમાં લઈ શકાય છે.

રામ મંદિરમાં ચોરી:કરોડો દેશવાસીઓની આસ્થા સાથે વિશ્વાસઘાત કરનારા કોણ છે? શુ મોટા માથા પકડાશે કે નાની માછલીઓને આગળ કરી દેવાશે?

Follow Us
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
g clip-path="url(#clip0_868_265)">