આમ તો ફળોનો રાજા કેરી છે, પણ જો ગુણની વાત કરીએ તો આયુર્વેદમાં આમળાને ખુબ મહત્વ અપાયુ છે. આંમળાનો ઉપયોગથી ત્વચા (Amla Skin Benefits) અને વાળ માટે ખુબ ફાયદાકારક છે. આમળમાં વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે ઉપરાંત વિટામિન બી-5, વિટામિન બી-6, પોટેશિયમ અને મેગ્નેશિયમ પ્રચુર માત્રામાં હોય છે. ખાસ વાત એ છે કે આના થી એન્ટી ઓક્સિડેંન્ટ ઇમ્યુનિટી (Immunity) વધારવામાં કારગર હોય છે.આમળા એવુ સુપર ફુડ છે જેના ઉપયોગથી અનેક બીમારી ટાળી શકાય છે. આમળના ઉપયોગથી પાચન શકતિ પણ મજબુત થાય છે. આમળા ( Amla Health benefits)ને કાચ્ચા, પાઉડર, અથાણાં અને જ્યુસ સ્વરૂપે ખાઇ શકાય છે. જે તમારા સ્વાસ્થય માટે ખુબ ફાયદા કારક સાબિત થાય છે.
અમે તમને સુકા આમળાના ફાયદા વિશે જણાવા જઇ રહ્યા છીએ. આમળાને તડકે સુકવી ઉપયોગ કરવામાં આવે તો ઘણી બીમારીઓમાં ઉપયોગી સાબીતી થાય છે.
જાણો સુકા આમળા સ્વાસ્થય સંબધીત અને પેટ સંબધીત ફાયદા :
આમળામાં એન્ટીઑકિસડન્ટ ઉપરાંત પોલિફેનોલ્સના ગુણો પણ છે, જે એસિડિટી ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે, જે ઘણીવાર પેટના દુખાવાની તકલીફથી થાય છે. દરરોજ આમળાનું સેવન કરવાથી પેટ સાફ રહે છે અને પેટ ફૂલાવાની ફરીયાદમાં પણ ફાયદા કારક છે.
ઉલટી
જો તમે ઉલટી થવાથી પરેશાન છો તો તેનાથી રાહત મેળવવા માટે તમે સૂકા આમળાનું સેવન કરી શકો છો. ઉલ્ટીના લક્ષણોને દૂર કરવા માટે, સૂકા આમળાને મોંમાં રાખો અને તેને પીપરમેન્ટની જેમ ચૂસ્યા પછી ખાઓ.
ઇમ્યિનિટી વધારે
કોરોના કાળમાં શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ હોવી ખુબ જરૂરી છે. રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે વિટાનમિન સી ની ભુમિકા ખુબ મહત્વની હોય છે, અને આમળામાં વિટામિન C ની માત્રા ભરપુર પ્રમાણમાં હોય છે.માટે જો તમે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માંગતા હોય તો આમળાનું સેવન જરૂરી છે
એસિડિટી રાહત
મરચાં અને મસાલા ખાવાથી ઘણા લોકોને એસિડિટીની તકલીફ થાય છે. તેનાથી રાહત મેળવવા માટે લોકો મોંઘી દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ કેટલીકવાર તે અસરકારક સાબિત થતી નથી. આવી સ્થિતિમાં, સૂકા આમળાની મદદ લઈ શકાય છે. દરરોજ સૂકા આમળાનું સેવન કરવું શ્રેષ્ઠ છે. જો કે, આ માટે ડૉક્ટરની સલાહ લેવી શ્રેષ્ઠ છે.
આ પણ વાંચો : Lata Mangeshkar Passed Away : સિંગર બનતા પહેલા લતા દીદીએ કેમેરાનો સામનો કર્યો હતો, એક્ટિંગ કરિયરમાં પણ મળી સફળતા