Immunity Booster: ઈમ્યુનિટી વધારવા વિટામિન સીથી સમૃદ્ધ છે આ 7 પીણા

TV9 GUJARATI

|

Updated on: Aug 28, 2021 | 8:27 PM

વિટામિન સીએ આપણા શરીર માટે જરૂરી પોષક તત્વોમાંનું એક છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. તે તમારી ત્વચાને સારી કરવાનું કામ કરે છે.

Immunity Booster: ઈમ્યુનિટી વધારવા વિટામિન સીથી સમૃદ્ધ છે આ 7 પીણા
સાંકેતિક તસ્વીર

Follow us on

વિટામિન સી (Vitamin C)એ આપણા શરીર માટે જરૂરી પોષક તત્વોમાંનું એક છે. વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારવા અને અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો માટે જાણીતું છે. તે તમારી ત્વચાને સારી કરવાનું કામ કરે છે. વિટામિન સી કોલેજન ઉત્પાદનને ઉત્તેજિત કરી શકે છે. તમે તમારા દૈનિક આહારમાં વિટામિન સીથી ભરપુર ખોરાકનો પણ સમાવેશ કરી શકો છો.

હર્બલ ટી – હર્બલ ચાએ છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી લોકપ્રિયતા મેળવી છે. વિટામિન સીથી સમૃદ્ધ એક કપ હર્બલ ચા બનાવવા માટે તમે તેમાં ફુદીનો, ધાણા, અજમો જેવી વસ્તુઓ મેળવી શકો છો. તે એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ તરીકે ઓળખાય છે. તેઓ રેડિકલથી થનારા નુકસાન સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

ફળોનો રસ- ફળોના રસનો તાજો ગ્લાસ સ્વાસ્થ્ય માટે સારો છે. તે ન માત્ર તમને ફ્રેશ રાખે છે, પરંતુ જરુરી ઘણા પોષક તત્વો પણ પૂરા પાડે છે. તમારા દૈનિક આહારમાં તરબૂચ, નારંગી, મોસમી, લીચી અને અનાનસમાંથી બનાવેલા જ્યુસનો સમાવેશ કરો. તેઓ વિટામિન સીથી સમૃદ્ધ છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

મિલ્ક શેક – એક ગ્લાસ મિલ્કશેક પ્રોટીન અને કેલ્શિયમથી સમૃદ્ધ છે. તમે તેમાં સ્ટ્રોબેરી, કેરી, સફરજન અથવા કીવી જેવા ફળો પણ ઉમેરી શકો છો. તેઓ વિટામિન સીથી સમૃદ્ધ છે. તે ઈમ્યુનિટી વધારવામાં અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

અનાનસ પન્ના- અનાનસ વિટામિન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે, તંદુરસ્ત હાડકાંને પ્રોત્સાહન આપે છે અને પાચન સુધારે છે. ઘરે પાઈનેપલ પન્ના બનાવો. તે ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે.

લીંબુ પાણી– લીંબુ પાણી તમને હાઈડ્રેટેડ રાખે છે. આ પીણું તમને ચયાપચય અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરી શકે છે. આ માટે તમારે પાણીમાં એક લીંબુ નીચોવાનું છે. થોડું મીઠું અને ખાંડ મિક્સ કરવી પડશે. આ વિટામિન સીથી ભરપુર પીણું છે.

મેંગો સૂપ – આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. તે કેરીનો પલ્પ, પાકેલા ટામેટાં, લીંબુનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તે બધા વિટામિન સીથી ભરપુર છે. આ સૂપ તમારી ત્વચાને ચમકદાર બનાવી શકે છે. તે તમારા પાચનમાં પણ સુધારો કરે છે.

શાકનું સૂપ- શાકભાજીમાંથી સૂપ સરળતાથી બનાવી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે પાલક, બ્રોકોલી, કોબીજ, ફ્લાવર જેવા શાકભાજી વિટામિન સીના સારા સ્રોત છે. તે આપણા હાડકાંને મજબૂત કરવામાં અને પાચનમાં સુધારો કરવામાં અને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચોMatcha Tea ના ફાયદા જાણશો તો ગ્રીન ટીને પણ ભૂલી જશો, જાણો સ્વાસ્થ્ય લાભ અને બનાવવાની રીત

આ પણ વાંચો :જો તમે પણ પેશાબને વારંવાર રોકતા હોય તો તમે કરી રહ્યા છો મોટી ભૂલ, થઇ શકે છે આ બીમારી

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati