AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Castor Oil for Stretch Marks : સ્ટ્રેચ માર્કથી પરેશાન છો, તો એરંડાના તેલનો કરો ઉપયોગ

એરંડાના તેલમાં રહેલા પોષક તત્વો કોલેજન અને ઇલાસ્ટિનના ઉત્પાદનને વધારવાનું કામ કરે છે. સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માટે મદદ કરે છે

Castor Oil for Stretch Marks : સ્ટ્રેચ માર્કથી પરેશાન છો, તો એરંડાના તેલનો  કરો ઉપયોગ
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 08, 2022 | 2:39 PM
Share

સ્ટ્રેચ માર્ક્સની (stretch marks) સારવાર માટે એરંડાનું તેલ ખૂબ જ સારી રીતે કામ કરે છે. એરંડાના તેલમાં રિસિનોલેઇક એસિડ હોય છે. તે મોઇશ્ચરાઇઝિંગ (Moisturizing) ગુણધર્મો ધરાવે છે. તે આપણી ત્વચા માટે કુદરતી મોઇશ્ચરાઇઝર છે, અને સ્ટ્રેચ માર્કથી છુટકારો મેળવવા મોઇશ્ચરાઇઝેશનનું કામ કરે છે. એરંડાના તેલમાં રહેલા પોષક તત્વો કોલેજન અને ઇલાસ્ટિનના ઉત્પાદનને વધારવાનું કામ કરે છે. સ્ટ્રેચ માર્કસથી છુટકારો મેળવવા માટે તમે એરંડાના તેલનો ઉપયોગ કરી શકો છો. સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે, તમે એરંડાના તેલનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો જેમ કે તેને એવોકાડો, લીંબુનો રસ અને ગુલાબજળ જેવા ઘટકો સાથે મિક્સ કરીને.

એરંડા તેલ અને એવોકાડો

એક તાજો, પાકો એવોકાડો લો અને તેને અડધા ભાગમાં કાપી લો. તેને કાંટાથી મેશ કરો અને ગઠ્ઠા વગરની પેસ્ટ બનાવો. તેમાં એક ટેબલસ્પૂન એરંડાનું તેલ ઉમેરો અને બંને વસ્તુને સારી રીતે મિક્સ કરો. તેને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો અને થોડીવાર હળવા હાથે મસાજ કરો. તેને ત્વચા પર 10 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ ધોઈ લો.

એરંડાનું તેલ અને લીંબુનો રસ

એક બાઉલમાં 1-2 ચમચી એરંડાનું તેલ લો અને તેમાં થોડો તાજો લીંબુનો રસ ઉમેરો. તેને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. થોડીવાર તમારી આંગળીઓથી હળવા હાથે મસાજ કરો. તેને 10-15 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ સાદા પાણીથી ધોઈ લો. તેનો અઠવાડિયામાં 3 થી 4 વખત ઉપયોગ કરી શકાય છે.

એરંડાનું તેલ અને ગુલાબજળ

એક ચમચી એરંડાનું તેલ લો અને તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરો. આ બંનેને મિક્સ કરીને સ્ટ્રેચ માર્કસ પર લગાવો. થોડીવાર હળવા હાથે મસાજ કરો અને તેને સંપૂર્ણ રીતે સુકાવા દો. ધોવાની જરૂર નથી. દરરોજ તેનો ઉપયોગ કરી શકો છો.

એરંડાનું તેલ અને એલોવેરા

ચોથાઇ કપ તાજા એલોવેરા જેલ અને એરંડાનું તેલ લો. તેને એકસાથે મિક્સ કરો. આ મિશ્રણથી અસરગ્રસ્ત વિસ્તારોમાં માલિશ કરો. તેને ત્વચા પર થોડા કલાકો સુધી રહેવા દો. સ્ટ્રેચ માર્ક્સથી ઝડપથી છુટકારો મેળવવા માટે દરરોજ આ ઉપચારનો ઉપયોગ કરો.

એરંડા તેલ અને ઓલિવ ઓઇલ

એરંડા તેલ અને ઓલિવ ઓઇલને સરખા ના પ્રમાણમાં મિક્સ કરો. આ તેલના મિશ્રણને સ્ટ્રેચ માર્કસ પર લગાવો. 10 મિનિટ સુધી હળવા હાથે માલિશ કરો અને વિસ્તારને સ્વચ્છ કપડાથી ઢાંકી દો. તે જગ્યાએ હીટ કોમ્પ્રેસ લગાવો અને 20 મિનિટ સુધી કરો. કાપડને દૂર કરો અને વધારાનું તેલ સાફ કરો. દરરોજ આ ઉપાય કરો.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેના ઉપયોગ પૂર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી)

આ પણ વાંચો :Success Story: જૈવિક ખેતીમાં લાખોની કમાણી કરી આ પ્રગતિશીલ ખેડૂત અન્ય માટે બન્યા ઉદાહરણરૂપ

આ પણ વાંચો :Dang: કેન્દ્ર સરકારના રિવર લિંક પ્રોજેકટનો વિરોધ શરૂ, ડેમ હટાવો ડાંગ બચાવો સૂત્ર સાથે વલસાડ, ડાંગ અને તાપીના આગેવાનો ભેગા થયા

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">