Beauty Tips : શું તમે પાર્લરમાં ગયા વગર સુંદર દેખાવા માંગો છો, તો ઘરે બેઠા જ અજમાવો આ બ્યુટી ટીપ્સ

Beauty Tips:જો તમે પાર્લરમાં ગયા વગર અને પૈસા ખર્ચ્યા વિના સુંદર દેખાવા માંગો છો, તો આ બ્યુટી ટિપ્સને ટ્રાય કરો. ચાલો તમને જણાવીએ કે તમે કઈ ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.

Beauty Tips : શું તમે પાર્લરમાં ગયા વગર સુંદર દેખાવા માંગો છો, તો ઘરે બેઠા જ અજમાવો આ બ્યુટી ટીપ્સ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2023 | 9:58 AM

Beauty Tips : કેટલાક લોકો સુંદર દેખાવા માટે અનેક બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ કેમિકલથી ભરપૂર ઉત્પાદનો ક્યારેક ત્વચા પર ખૂબ જ ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો. તમે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો. આ ટીપ્સ તમારા ચહેરાને ચમકદાર બનાવવાની સાથે તમારા વાળને પણ ચમકદાર બનાવશે. જેમાં બ્લેકહેડ્સ દૂર કરવાથી લઈને દાંતને સાફ રાખવા સુધીની અનેક ટીપ્સ આપવામાં આવી છે. તમે પણ તેમને ટ્રાય કરી શકો છો.

કાચું દૂધ અને હળદર

એક બાઉલમાં 4 થી 5 ચમચી કાચું દૂધ લો. આ દૂધમાં એક ચપટી હળદર ઉમેરો. આ પછી આ દૂધને ચહેરા પર લગાવો. તેનાથી થોડા જ દિવસોમાં તમારા ચહેરા પર કુદરતી ચમક આવી જશે.

નેચરલ હેરકલર

સૌથી પહેલા એક બીટના ટુકડા એક ગ્લાસ પાણીમાં નાંખી બ્લેન્ડરમાં ફેરવી પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને 5 મિનિટ માટે ગેસ પર તૈયાર કરો. હવે મેહંદી પાઉડરમાં થોડી કોફી મિક્સ કરો. જેમાં બીટની પેસ્ટનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને વાળ પર લગાવો. થોડા સમય પછી પાણીથી વાળ સાફ કરી નાંખો.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

ચમકદાર દાંત માટે

સરસવના તેલમાં એક ચપટી મીઠું મિક્સ કરો. આ બે વસ્તુઓ મિક્સ કરીને દાંત અને પેઢા પર મસાજ કરો. આ મિશ્રણથી દાંત સ્વચ્છ અને સ્વસ્થ બને છે.

હોઠ માટે

એક ચમચી લીંબુના પાણીમાં ખાંડ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને થોડા સમય માટે હોઠ પર સ્ક્રબ કરો. જેનાથી હોઠની કાળાશ દુર થઈ જશે. આ સ્ક્રબ હોઠને ગુલાબી બનાવશે.

ચેહરાના દાગ અને ધબ્બા દુર કરો

ગરમ પાણીમાં એલોવેરા જેલ મિક્સ કરો. હવે પાણીથી સ્ટીમ લો. આ સ્ટીમ સ્ક્રિનને હેલ્ધી અને ગ્લોઈંગ બનાવે છે. આ સ્ટીમ ચેહરા પરની ગંદકીને પણ દુર કરશે.

બ્લેક હેડ્સ દૂર કરવા માટે

ટુવાલને ગરમ પાણીમાં પલાળીને ચહેરા પર 10 કે 15 મિનિટ સુધી રાખો. તે છિદ્રોને ઊંડે સુધી સાફ કરે છે. આનાથી બ્લેક હેડ્સ અને વ્હાઇટ હેડ્સ દૂર થાય છે.

ચોખાનું પાણી

ચોખાના પાણીથી વાળ સાફ કરો. જેનાથી વાળ ચમકદાર બનસે. તે વાળને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેનાથી વાળનો ગ્રોથ પણ વધે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. TV9 તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">