જામનગરમાં ઘર પાસે CCTV ફીટ કરાવવા બાબતે બબાલ, પરિવારનાં 4 લોકોએ માર માર્યાની ઘટના CCTVમાં કેદ
જામનગર શહેરનાં શંકર ટેકરી વિસ્તારમાં મહિલાએ સીસીટીવી ફિટ કરાવતા પાડોશી પરિવારનાં 4 લોકોએ માર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થતા તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેને પગલે આ અંગેની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી વિગત અનુસાર, શંકર ટેકરી નજીકમાં આવેલા સુભાષનગર-2માં રહેતા એક […]
જામનગર શહેરનાં શંકર ટેકરી વિસ્તારમાં મહિલાએ સીસીટીવી ફિટ કરાવતા પાડોશી પરિવારનાં 4 લોકોએ માર માર્યાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના પણ સીસીટીવીમાં કેદ થતા તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેને પગલે આ અંગેની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી વિગત અનુસાર, શંકર ટેકરી નજીકમાં આવેલા સુભાષનગર-2માં રહેતા એક પરિવારે પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા હતા. જેને લઈને પાડોશમાં જ રહેતા 4 શખ્સોએ હુમલો કર્યો હતો અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને પગલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો