AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC T20 World Cup Breaking News: નેધરલેન્ડની નામિબિયા સામે 7 વિકેટે શાનદાર જીત, પોઈન્ટ્સ ટેબલમાં પાકિસ્તાનને પછાડ્યું

દિલ્હીના અરુણ જેટલી ક્રિકેટ સ્ટેડિયમમાં નેધરલેન્ડે નામિબિયા સામેની મેચ 7 વિકેટે જીતી લીધી છે. આ જીત સાથે જ નેધરલેન્ડે પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું છે.

ICC T20 World Cup Breaking News: નેધરલેન્ડની નામિબિયા સામે 7 વિકેટે શાનદાર જીત, પોઈન્ટ્સ ટેબલમાં પાકિસ્તાનને પછાડ્યું
Image Credit source: PTI
| Updated on: Feb 10, 2026 | 3:10 PM
Share

નામિબિયાએ 12 ફેબ્રુઆરીએ ટીમ ઈન્ડિયા સામે ટકરાવાનું છે પરંતુ તે પહેલા નેધરલેન્ડ સામે તેને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં નેધરલેન્ડે નામિબિયાને 7 વિકેટે હરાવ્યું હતું. આ જ મેદાન પર નામિબિયાની ટીમ ભારત સામે પણ રમશે. મહત્વની વાત એ છે કે, નામિબિયાને હરાવવાની સાથે જ નેધરલેન્ડે પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પણ પછાડી દીધું છે.

નેધરલેન્ડની ‘દમદાર’ શરૂઆત

નામિબિયા દ્વારા આપવામાં આવેલા 157 રનના લક્ષ્યનો પીછો કરતા નેધરલેન્ડની શરૂઆત સારી રહી નહોતી. પાવરપ્લેમાં જ ટીમે 2 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ત્યારબાદ બાસ ડી લીડે શાનદાર બેટિંગ કરી હતી. તેણે તોફાની અડધી સદી ફટકારવાની સાથે કોલિન એકરમેન અને સ્કોટ એડવર્ડ્સ સાથે મજબૂત ભાગીદારી કરી હતી.

‘બાસ ડી લીડે’ની આક્રમક બેટિંગ

બાસ ડી લીડે 150ના સ્ટ્રાઈક રેટથી 48 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. તેણે આ ઇનિંગમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ડી લીડના T20 ઇન્ટરનેશનલ કરિયરની આ ચોથી અડધી સદી છે. આ ઇનિંગ દરમિયાન તેણે ત્રીજી વિકેટ માટે એકરમેન સાથે 70 રનની ભાગીદારી કરી હતી અને ત્યારબાદ ચોથી વિકેટ માટે કેપ્ટન સ્કોટ એડવર્ડ્સ સાથે મળીને અણનમ 43 રન જોડ્યા હતા. પરિણામે નેધરલેન્ડે 157 રનનો લક્ષ્યાંક 18મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો.

આ પહેલા નામિબિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 156 રન બનાવ્યા હતા. નામિબિયા તરફથી કોઈ પણ બેટ્સમેન અડધી સદી ફટકારી શક્યો નહોતો, સૌથી વધુ 42 રન નિકોલ લોફ્ટીએ બનાવ્યા હતા. નેધરલેન્ડ માટે બેટિંગમાં જો બાસ ડી લીડ સફળ રહ્યો, તો બોલિંગમાં લોગાન વેન બીક સૌથી સફળ બોલર રહ્યો હતો, જેણે 2 વિકેટ ઝડપી હતી.

નેધરલેન્ડે પાકિસ્તાનને પાછળ છોડ્યું

નેધરલેન્ડની આ 2 મેચમાં પ્રથમ જીત છે. આ પહેલા પાકિસ્તાન સામે તેને હારનો સામનો કરવો પડ્યો હતો. 2 મેચ બાદ નેધરલેન્ડના 2 પોઈન્ટ છે અને તેણે પોઈન્ટ ટેબલના ગ્રુપ-એમાં પાકિસ્તાનને પાછળ છોડીને હાલમાં બીજા નંબરનું સ્થાન કબજે કર્યું છે. પાકિસ્તાનની ટીમ ત્રીજા નંબરે આવી ગઈ છે. પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનના પણ 2 પોઈન્ટ છે પરંતુ નેધરલેન્ડ સારા રન રેટના કારણે તેનાથી આગળ છે. ભારત ગ્રુપ-એમાં ટોચની ટીમ છે.

આ પણ વાંચો: T20 World Cup Breaking News: દિલ્હીના મેદાનમાં ઇતિહાસ રચવા તૈયાર ‘અર્શદીપ સિંહ’, અશ્વિનનો ‘વર્લ્ડ રેકોર્ડ’ તોડવાથી માત્ર થોડા ડગલાં દૂર

ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
ગુજરાતમાં અનાજ ATM નો અમિત શાહે કરાવ્યો પ્રારંભ- Video
"ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા"
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
ડાંગના લવચાલીમાં જળ સંકટ: 26 વર્ષથી મળતું પાણી બંધ થતા ચૂંટણી બહિષ્કાર
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
કરમસદની હોસ્પિટલ વિવાદમાં: આયુષ્માન કાર્ડ છતાં રૂ. 60 હજાર વસૂલ્યા!
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હેલિકોપ્ટરમાં સવાર થઈને પરણવા આવ્યા વરરાજા, વીડિયો થયો વાયરલ
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
હવે કોંગ્રેસના અનંત પટેલના બદલાયા તેવર-કહ્યુ પાર્ટી છોડતા વાર નહી લાગે
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
Ind Vs Pak: મહામુકાબલા પૂર્વે ડાયમંડ સિટીમાં જામ્યો ક્રિકેટ ફિવર
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
અમિત શાહે ખેડૂત મુદ્દે રાહુલ ગાંધીની બોલતી બંધ કરી દીધી - જુઓ Video
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
Sholayના જય-વીરુ અને રાધા ફરી યુવાનીમાં
g clip-path="url(#clip0_868_265)">