ગુજરાત કોંગ્રેસમાં સખળડખળઃ ધાનાણીના રાજીનામાની ચર્ચા સાથે અલ્પેશની ભાજપમાં કૂદવાની સંભાવના, કોંગ્રેસ કમિટીની બેઠકમાં ઘડાશે રણનીતિ
લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. પરેશ ધાનાણીએ વિપક્ષ પદેથી રાજીનામુ આપી દીધાની વાત છે. તો અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસની આજે મહત્વની બેઠક મળનારી છે. અમદાવાદમાં મળનાર કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં હાર અંગે ચિંતન થશે. ખાસ કરીને ગુજરાતમાં તમામ બેઠકો પર હારને લઈને સમીક્ષા કરાશે. […]
લોકસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં કકળાટ શરૂ થઈ ગયો છે. પરેશ ધાનાણીએ વિપક્ષ પદેથી રાજીનામુ આપી દીધાની વાત છે. તો અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે કોંગ્રેસની આજે મહત્વની બેઠક મળનારી છે. અમદાવાદમાં મળનાર કોંગ્રેસની કોર્ડિનેશન કમિટીની બેઠકમાં લોકસભા ચૂંટણીમાં હાર અંગે ચિંતન થશે. ખાસ કરીને ગુજરાતમાં તમામ બેઠકો પર હારને લઈને સમીક્ષા કરાશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં કોંગ્રેસના નેતાઓ રાજ્યસભાની ચૂંટણીને લઈને પણ મંથન કરી રણનીતિ ઘડશે. બીજી તરફ પરેશ ધાનાણીના રાજીનામા પર પણ ચર્ચા થઈ શકે છે. કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણીને મનાવવાના પ્રયત્ન કરશે. નોંધનીય છે કે, ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થવા બદલ પરેશ ધાનાણીએ વિરોધ પક્ષના નેતા પદેથી રાજીનામા આપી દીધું છે. કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામુ પરત ખેંચવાની વિનંતી કરી રહ્યા છે.