Breaking News : વડોદરામાં SD PAY અને APNA PAY એપ કૌભાંડ મામલે મુખ્ય ભેજાબાજની ધરપકડ કરાઈ, જુઓ Video
વડોદરામાં SD PAY અને APNA PAY એપ કૌભાંડનો મામલો સામે આવ્યો છે.બંને એપમાં 1500 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન્સ થયાનો ખુલાસો થયો છે.અમરેલી અને વડોદરા પોલીસની સંયુક્ત તપાસમાં મોટા ખુલાસા થયા છે.
વડોદરામાં SD PAY અને APNA PAY એપ થકી 1500 કરોડથી વધુનાં ટ્રાન્ઝેક્શન્સ થયાનો ખુલાસો થયો છે.કૌભાંડીઓના 27 થી વધુ ખાતાઓની માહિતી મળતા પોલીસે તપાસ તેજ કરી છે. અમરેલી અને વડોદરા પોલીસની સંયુક્ત તપાસમાં મોટો ખુલાસો થયો છે. કૌભાંડી ધવલ પટેલ અને સાગરીત નિશીની પૂછપરછમાં હકીકત સામે આવી છે. ઇન્વેસ્ટરોને લોભામણી ઓફર આપીને કૌભાંડ આચરનાર ટોળકીની કરતૂત સામે આવી છે.
કૌભાંડમાં વધુ મોટા નામો ખુલે તેવી શક્યતા
SD PAY એપ કેસમાં મુખ્ય સૂત્રધાર નારાયણ કાંગને ઔરંગાબાદથી ઝડપી પાડવામાં આવ્યો હતો. વડોદરામાં નોંધાયેલી ફરિયાદમાં માલિક ધવલ પટેલ અને નિશીના નામો ખુલતા ટ્રાન્સફર વોરંટથી વડોદરા લવાયા હતા.વડોદરા સાયબર સેલને તપાસમાં 27 બેંક એકાઉન્ટની વધુ માહિતી મળતા બેંકો પાસે વિગતો માંગી હતી. આરોપીઓની ઓળખ ધવલ ગોવિંદ પટેલ (માણકેજ, ખેરાલુ, મહેસાણા) અને નિશી સત્યનારાયણ પ્રસાદ (મહેસાણા, મૂળ બિહાર) તરીકે થઈ છે. સમગ્ર કૌભાંડમાં હજુ વધુ મોટા નામો ખુલે તેવી શક્યતા છે. સાયબર સેલની તપાસ ચાલુ છે.
સમગ્ર કૌભાંડની પોલ ખુલી
મહત્વનું છે કે, ઊંચા વળતરની લાલચ આપી SD PAY અને APNA PAY એપ મારફતે લોકો પાસેથી કરોડો પડાવવાના કૌભાંડમાં ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહારાષ્ટ્રના સંભાજીનગરથી નારાયણ કાંગ નામનો આરોપી ઝડપાયો હતો! તેણે એપના ડેશબોર્ડ પર લાખોની રકમ બતાવી હતી. પણ પૈસા ઉપાડવાનો વારો આવ્યો ત્યારે સમગ્ર કૌભાંડની પોલ ખુલી ગઈ! તપાસમાં શંકાસ્પદ બેંક ખાતાં, 4 શેલ કંપનીઓ અને વધુ 4 E-FIR થયાનું પણ સામે આવ્યું છે.ત્યારે આ કેસમાં કેટલા ભેજાબાજોની સંડોવણી છે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.