Breaking News : સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાંથી 11 ફોન અને 8 સીમ મળી આવતા કાર્યવાહી, 8 કર્મચારીઓ સસ્પેન્ડ
સુરત ( Surat)ની લાજપોર જેલમાં વિજિલન્સના દરોડાનો કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેલ અધિકારી અને કર્મચારીની સામે કાર્યવાહી કરવામાં આવી છે. DGએ ત્વરીત અસરથી 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે.
સુરતની લાજપોર જેલમાં સુરક્ષા વ્યવસ્થાના લીરેલીરા, ગંભીર લાપરવાહી ઉઘાડી પડી છે.અત્યાધુનિક ગણાતી લાજપોર મધ્યસ્થ જેલની “હાઈ-સિક્યોરિટી”ના પોકળ દાવાઓની પોલ ખુલ્લી પડી છે.અમદાવાદ વિજિલન્સ સ્ક્વોડના સરપ્રાઈઝ દરોડામાં જેલની અંદરથી 11 મોબાઈલ, 10 સિમકાર્ડ અને 3 ચાર્જર મળી આવ્યા હતા. સ્થાનિક જેલ સ્ટાફે માત્ર 3 મોબાઈલ પકડી સંતોષ માન્યો હતો. પરંતુ વિજિલન્સ ટીમે 2.5 કલાકમાં વધુ 11 મોબાઈલ શોધી કાઢી સ્થાનિક તંત્રને ઉઘાડું પાડ્યું હતુ. જે પછી મોટી કાર્યવાહી કરી છે.
કર્મચારીઓની સીધી મિલીભગત
થોડા દિવસો પહેલા જેલ સ્ટાફે સાંજે 5 વાગ્યે કરેલી તપાસની FIR મોડી રાત્રે 1 : 20 વાગ્યે નોંધાવતા સમગ્ર મામલે સ્થાનિક જેલ સ્ટાફની શંકાસ્પદ ભૂમિકા રહી હતી. થ્રી-લેયર ચેકિંગ, બોડી સ્કેનર અને મેટલ ડિટેક્ટર હોવા છતાં જેલમાં છેલ્લા 5 વર્ષમાં 135 મોબાઈલ અને 28 સિમકાર્ડ ઘૂસી ગયા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. અંદરના જ કર્મચારીઓની સીધી મિલીભગત વગર જેલમાં આવા પ્રતિબંધિત ઉપકરણો પહોંચવા તદ્દન અશક્ય હોવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે.
શું છે સમગ્ર મામલો?
સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં DG જેલ વિજિલન્સ સ્ક્વોડના પાડેલી રેડ મામલો સામે આવ્યો છે. જેલ DG દ્વારા અધિકારીઓ અને કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે. લાજપોર જેલમાંથી 11 ચાલુ મોબાઈલ અને 8 સિમ મળી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે જેલ વિભાગ ના DG દ્વારા તાત્કાલિક ધોરણે 8 કર્મચારીઓ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લાજપોર જેલના ગ્રુપ-2 જેલર કે. જે. ધારગેની તાત્કાલિક અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. રાજ્યના અલગ-અલગ જિલ્લાના વધુ પાંચ જેલરોની પણ સામૂહિક આંતરિક ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
જેલ તંત્ર સામે સવાલો
સુરતમાં થોડા સમય પહેલા થયેલ હત્યામાં પણ લાજપોર જેલમાં કેદ કેદીનું નામ ખુલ્યુ હતું.જેલમાંથી બેરોકટોક મોબાઈલ વાપરીને રીઢા ગુનેગારો બહાર હત્યાની સોપારીઓ આપવા જેવા ગંભીર ગુનાઓ આસાનીથી કરાવી રહ્યા છે. લાજપોરની સાથો સાથ સ્થાનિક સચિન પોલીસની તપાસ પર શંકા છે.જેલમાંથી મોબાઈલ અને સીમકાર્ડ મળતા જેલ તંત્ર સામે સવાલો થઈ રહ્યા છે.સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ પણ લાજપોર જેલમાંથી મોબાઈલ મળ્યા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે.કેદીઓ પાસે મોબાઈલ આવ્યા ક્યાંથી તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. લાજપોર જેલ સાથે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં હોવાનું ચર્ચાય રહ્યું છે.
Navratri Tips : નવરાત્રીમાં મસ્તીની સાથે આ સેફ્ટીનું પણ ધ્યાન રાખજો અહી ક્લિક કરો
