સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં ભડકો, ભારતને થશે આ અસર

સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં આગ લાગી ગઈ છે. મતલબ ભાવમાં વધારો નોંધાયો છે. લંડનના બ્રેંટ ફ્યૂચર 19.5 ટકા વધારા સાથે 71.95 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે. 14 જૂન 1991 બાદ કાચા તેલમાં સૌથી વધુ ઉછાળો છે. આ હુમલાના નુકસાનની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાને થવાની છે. […]

સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં ભડકો, ભારતને થશે આ અસર
Follow Us:
| Updated on: Sep 16, 2019 | 1:01 PM

સઉદી અરબમાં આરામકોના તેલ પ્લાન્ટ પર ડ્રોનથી હુમલા બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતમાં આગ લાગી ગઈ છે. મતલબ ભાવમાં વધારો નોંધાયો છે. લંડનના બ્રેંટ ફ્યૂચર 19.5 ટકા વધારા સાથે 71.95 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યો છે. 14 જૂન 1991 બાદ કાચા તેલમાં સૌથી વધુ ઉછાળો છે. આ હુમલાના નુકસાનની અસર વૈશ્વિક અર્થવ્યવસ્થાને થવાની છે. તો બીજી તરફ મંદીની અસરમાં ભારતને પણ નુકસાન ઉઠાવવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાને PSA હેઠળ કેદ કરાયા, જાણો શું છે આ કાયદો

નિષ્ણાતોના મત પ્રમાણે સઉદી અરબના પ્લાન્ટમાં તેલનો જથ્થાનું પ્રમાણ સામાન્ય થવામાં ઘણા સપ્તાહ લાગી શકે છે. આગામી એક સપ્તાહમાં તેલની કિંમતમાં 15થી 20 ડોલર પ્રતિ બેરલ વધારો થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું છે આરામકો તેલ કંપની

આરામકો દુનિયાની સૌથી મોટી તેલ ઉત્પાદન કરતી કંપની છે. શનિવારે સઉદી અરબમાં આરામકોના અબક્રાઈક અને ખુરાઈસમાં તેલના પ્લાન્ટ પર 10 ડ્રોન દ્વારા હુમલો કરાયો હતો. આ હુમલા બાદ સઉદી અરબના કુલ ખનિજ તેલના ઉત્પાદનના જથ્થામાં આશરે અડધો હિસ્સો એટલે 57 લાખ પ્રતિ બેરલ ઉત્પાદન રોકાઈ ગયું છે. મહત્વનું છે કે, દુનિયાભરમાં કાચા તેલ(ખનિજ)નો રોજ 10 કરોડ બેરલ ઉત્પાદન થાય છે. જેનું 10 ટકા ઉત્પાદન એકમાત્ર સાઉદી અરબમાં થાય છે. ઈતિહાસમાં આ સૌથી મોટો હુમલો છે. આ હુમલાનું નુકસાન પણ મોટું થવાનું છે. તો સાથે ખાડીના દેશમાં તણાવની સ્થિતિ સર્જાઈ ચૂકી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતને શું થશે અસર

આરામકોએ કહ્યું કે, તે ભારત સહિત દુનિયાના દેશેને ખનિજ તેલનો જથ્થો પૂરો પાડવામાં અસર થવા દેશે નહીં. ભારત માટે તેલની પૂર્તિનો સવાલ નહીં પરંતુ દુનિયાના બજારમાં ભાવ વધારાની અસર થશે. ભારતમાં પેટ્રોલની કિંમત આંતરરાષ્ટ્રિય ખનિજના તેલની કિંમત પર નિર્ભર રહે છે. ભારત પહેલા જ મંદીની અસરથી પીડાઈ રહ્યું છે. આ હુમલાની અપ્રત્યક્ષ રીતે ભારતને અસર જરૂર થવાની છે. તેલની કિંમતમાં પ્રતિ ડોલર વધારાથી ભારતને વાર્ષિક આયાત બિલમાં 10,700 કરોડ રૂપિયા વધી શકે છે. તો બીજી તરફ ચાઈના-અમેરિકાના ટ્રેડ વોરની અસરનું ભોગી ભારત થઈ રહ્યું છે.

અમેરિકાએ આ હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે. પરંતુ ઈરાન કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. અસલમાં યમનના હૂતી વિદ્રોહિયો દ્વારા આ હુમલાની જવાબદારી લેવાઈ છે. પરંતુ અમેરિકાએ કહ્યું કે, આ હુમલો યમન તરફથી કરાયો હોવાના કોઈ પુરાવા નથી. અને હૂતી લોકો તરફથી ઈરાને આ હુમલો કર્યો છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">