AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અખાડા નહીં તો કુંભમેળો નહીં, જાણો કેમ કુંભમેળાની આત્મા બની ચૂક્યા છે અખાડા અને નાગા બાવા

શાસ્ત્રોની વિદ્યા જાણતા સાધુઓના અખાડાઓનું કુંભમેળામાં ઘણું મહત્ત્વ છે. અખાડાઓની સ્થાપના આદિ શંકરાચાર્યે હિંદૂ ધર્મને બચાવવવા માટે કરી હતી. અખાડાઓના સદસ્યો, શસ્ત્ર અને શાસ્ત્ર, બંનેમાં નિપુણ હોય છે. નાગા બાવાઓ પણ આ અખાડાઓનો ભાગ હોય છે. અખાડાઓને તેમના ઈષ્ટ-દેવના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેમાં 3 શ્રેણીઓ હોય છે- શિવ અખાડા, વૈષ્ણવ અખાડા અને ઉદાસીન […]

અખાડા નહીં તો કુંભમેળો નહીં, જાણો કેમ કુંભમેળાની આત્મા બની ચૂક્યા છે અખાડા અને નાગા બાવા
| Updated on: Jan 04, 2019 | 11:29 AM
Share

શાસ્ત્રોની વિદ્યા જાણતા સાધુઓના અખાડાઓનું કુંભમેળામાં ઘણું મહત્ત્વ છે. અખાડાઓની સ્થાપના આદિ શંકરાચાર્યે હિંદૂ ધર્મને બચાવવવા માટે કરી હતી. અખાડાઓના સદસ્યો, શસ્ત્ર અને શાસ્ત્ર, બંનેમાં નિપુણ હોય છે. નાગા બાવાઓ પણ આ અખાડાઓનો ભાગ હોય છે.

અખાડાઓને તેમના ઈષ્ટ-દેવના આધારે વિભાજિત કરવામાં આવે છે, જેમાં 3 શ્રેણીઓ હોય છે- શિવ અખાડા, વૈષ્ણવ અખાડા અને ઉદાસીન અખાડા. તેમાં કુલ 13 અખાડાઓને માન્યતા મળી છે.

કહેવાય છે કે પહેલા આશ્રમોમાં અખાડાઓને બેડા એટલે સાધુઓનો જથ્થો એમ કહેવાતું. પહેલા અખાડા શબ્દનું ચલણ ન હતું. અખાડા શબ્દનો ઉદ્ભવ મોઘલકાળથી થયો. અખાડા સાધુઓનું એવું દળ છે કે જે શ્સ્ત્રવિદ્યામાં પારંગત રહે છે. કેટલાંક વિદ્વાનોનું એમ પણ માનવું છે કે અલખ શબ્દથી અખાડો શબ્દ બન્યો છે.

સૌથી મોટો ‘જૂના’ અખાડો,

ત્યારબાદ નિરંજની અખાડો,

મહાનિર્વાણ અખાડો,

અટલ અખાડો,

આનાહન અખાડો,

આનંદ અખાડો,

પંચાગ્નિ અખાડો,

નાગપંથી ગોરખનાથ અખાડો,

વૈષ્ણવ અખાડો,

નિર્મલ પંચાયતી અખાડો તેમજ

નિર્મોહી અખાડો.

શરૂઆતમાં તો આ અખાડાઓની સંખ્યા માત્ર 4 હતી પરંતુ વૈચારિક મતભેદોના કારણે ભાગ પડતા ગયા  અને તે સંખ્યા 13 સુધી પહોંચી ગઈ. દરેક અખાડાના પોતપોતાના પ્રમુખ અને નિયમ-કાયદા હોય છે.

કુંભ મેળામાં અખાડાઓની શાન જોવા જેવી હોય છે. આ અખાડા માત્ર શાહી સ્નાનના દિવસે જ કુંભમાં ભાગ લે છે અને જુલૂસ કાઢીનને નદી તટ પર પહોંચે છે. અખાડાઓના મહામંડલેશ્વર અને શ્રી મહંત રથો પર સાધુઓ અને નાગા બાવાઓના જુલૂસ પાછળ શાહી સ્નાન માટે નીકળે છે.

અખાડાઓથી જોડાયેલી મહત્ત્વપૂર્ણ વાતો

અટલ અખાડો- આ અખાડો અલગ જ છે. આ અખાડામાં બ્રાહ્મણ, ક્ષત્રિય તેમજ વૈશ્ય લોકો જ દીક્ષા લઈ શકે છે અને બીજું કોઈ આ અખાડામાં નથી જઈ શક્તું.

અવાહન અખાડો- અન્ય અખાડાઓમાં મહિલા સાધ્વીઓને પણ દીક્ષા આપવામાં આવે છે પરંતુ આ અખાડામાં એવી કોઈ પરંપરા નથી.

નિરંજની અખાડો- આ અખાડો સૌથી વધુ શિક્ષિત છે. આ અખાડામાં આશરે 50 મહામંડલેશ્વર છે.

અગ્નિ અખાડો- આ અખાડામાં માત્ર બ્રહ્મચારી બ્રાહ્મણ જ દીક્ષા લઈ શકે છે. કોઈ બીજું દીક્ષા નથી લઈ શકતું.

મહાનિર્વાણી અખાડો- મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પૂજાની જવાબદારી આ અખાડા પાસે છે. આ પરંપરા વર્ષોથી ચાલતી આવે છે.

આનંદ અખાડો- આ શૈવ અખાડો જ્યાં આજ સુધી એક પણ મહામંડલેશ્વર નથી બનાવાયા. આ અખાડાના આચાર્યનું પદ જ પ્રમુખ હોય છે.

નિર્વાણી અણિ અખાડો- આ અખાડામાં કુશ્તી પ્રમુખ હોય છે. તેમના જીવનનો એક ભાગ હોય છે. આ કારણથી અખાડાના ઘણાં સંત પ્રોફેશનલ પહેલવાન પણ રહીચૂક્યા છે.

નિર્મલ અખાડો- આ અખાડામાં અન્ય અખાડાઓની જેમ ધૂમ્રપાનની પરવાનગી નથી હોતી. આ અખાડાઓના તમામ ગેટ પર તેની સૂચના પણ લખેલી હોય છે.

આ પણ વાંચો: કુંભમેળામાં જવાનો પ્લાન કરી રહ્યાં છો? તો વાંચો આ ખબર જેમાં તમને મળશે ગુજરાતથી કુંભ જતી ટ્રેન અને ફ્લાઈટની તમામ માહિતી

કોણે શરૂ કરી નાગા બાવાઓની પરંપરા?

મહાનિર્વાણી અખાડા વૈદિક હિંદૂ પરંપરાઓના આધાર પર સ્થાપિત અખાડાઓમાં ત્રીજા નંબરનો સૌથી મોટો અખાડો છે. આ અખાડાએ જ નાગા બાવાઓની પરંપરા શરૂ કરી હોવાનું મનાય છે. મહાકાલેશ્વર જ્યોતિર્લિંગની પૂજાની જવાબદારી આ અખાડા પાસે છે. પ્રયાગ અને વારાણસીમાં આ અખાડાના પ્રમુખ કેન્દ્રો છે. ત્યારબાદ હરિદ્વારને અહીંના સંતોએ પ્રમુખ કેન્દ્ર બનાવ્યું. જ્યારે કે ઓમકારેશ્વર અમે નાસિકમાં પણ આ અખાડાના મુખ્ય કેન્દ્રો છે.

જ્યારે મહાનિર્વાણી અખાડાનું સરઘસ નીકળે છે ત્યારે સૌથી પહેલા અખાડાનો ધ્વજ હોય છે. તેની પાછળ નાગા સન્યાસીઓનો સમૂહ કરતબ બતાવતા આગળ વધે છે. વચ્ચે વચ્ચે રથ પર સવાર સાધુ-મહાત્મા દર્શન માટે લાઈનમાં ઉભેલા શ્રદ્ધાળુઓ પર જળમાં ડૂબાવીને ફૂલ વરસાવતા રહે છે.

નાગા સાધુઓએ પોતાના અસ્ત્ર-શસ્ત્રની સાથે કાઢેલા સરઘસમાં વચ્ચે વચ્ચે રોકાઈને યુદ્ધ-કૌશલ્યનું પણ પ્રદર્શન કરે છે. રસ્તાના બંને કિનારા પર 2 ઘોડેસવાર 2 નાગા સન્યાસી નગારા વગાડતા ચાલતા રહે છે.

કુંભમેળા પર TV9 ગુજરાતી ખાસ સીરિઝ ચલાવી રહ્યું છે. આ સીરિઝમાં તમને મળશે કુંભમેળાને લગતી તમામ જાણકારી જેમ કે; ક્યાં રોકાશો, ક્યાં ખાશો-પીશો, કેવી રીતે કુંભમેળા સુધી પહોંચશો. કુંભમેળાને લગતી આ તમામ ખબરો અને સ્ટોરીઝની અપડેટ મેળવવા આ Whatsapp Group જોઈન કરો. ઉપરાંત, તમે આ લિંક પર ક્લિક કરીને પણ કુંભમેળાને લગતી ખબરો વાંચી શકો છો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">