Ahmedabad: ગેંગસ્ટર વિશાલ ગોસ્વામીના સાગરીત મનીષ ગોસ્વામીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી
વિશાલ ગોસ્વામી ગેંગનો સાગરીત મનીષ ગોસ્વામીએ(Manish Goshwami) જેલમાંથી બહાર આવતા ની સાથે જ પોતાનો આતંક વર્તાવ્યો હતો. ચાંદખેડાના 22 વર્ષિય યુવક ને ગત 7 તારીખના રોજ મનીષ ગોસ્વામી, અંકિત શાહ અને એક અજાણ્યા ઈસમે છરી બતાવી ધમકી આપી હતી.
અમદાવાદ(Ahmedabad)શહેરમાં લૂંટ, ફાયરિંગ અને ખંડણી જેવા અનેક ગુનાઓને(Crime) અંજામ આપનાર ગેંગસ્ટર વિશાલ ગોસ્વામી ના સાગરીત મનીષ ગોસ્વામીની (Manish Goswami ) અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેમાં આરોપી મનીષ ગોસ્વામી એ 48 કલાકમાં રૂપિયા આપો નહી તો જીવ થી હાથ ધોવો પડશે તેવી ધમકી આપતા યુવકે ફરિયાદ નોંધાવી હતી ક્રાઇમ બ્રાંચે સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પાસેથી મનીષ ઝડપી લીધો હતો. તેમજ કેટલાક સમય અગાઉ જ્વેલર્સ પર ઘાત સમાન બની બેઠેલા વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો ફરી એક વખત શહેરમાં સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે. વિશાલ ગોસ્વામી ગેંગનો સાગરીત મનીષ ગોસ્વામી એ જેલમાંથી બહાર આવતા ની સાથે જ પોતાનો આતંક વર્તાવ્યો હતો. ચાંદખેડાના 22 વર્ષિય યુવકને ગત 7 તારીખના રોજ મનીષ ગોસ્વામી, અંકિત શાહ અને એક અજાણ્યા ઈસમે છરી બતાવી ધમકી આપી હતી.
જે અંગે ચાંદખેડા પોલીસને જાણ થતાં પોલીસે 3 આરોપી વિરુધ્ધ લુંટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાન માં રાખીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ આરોપીને શોધવા માટે કામે લાગી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળતા સુભાષ બ્રિજ નીચેથી આરોપી મનીષ ગોસ્વામીની ધરપકડ કરી છે.
જો ગુનાની હકિકત પર નજર કરીએ તો 22 વર્ષિય ફરિયાદી એ શેર બજારમાં રોકાણ માટે આ ગુનાના આરોપી અંકિત શાહને ટુકડે ટુકડે 42 લાખ રૂપિયા આપ્યા હતા.જ્યારે આ રૂપિયા પરત માંગવામાં આવ્યા.ત્યારે અંકિતે રોકાણમાં નુકશાન ગયુ હોવાનુ જણાવી ફરિયાદી પાસેથી રૂપિયા 1.25 કરોડની માંગ કરી હતી.. અને તે ન આપતા ફરિયાદીની દુકાને આવી 4 લાખની કિમંતના 12 ચેક પર બળજબરીથી સહી કરાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો છે. અને જ્યારે અંકિતને રૂપિયા ન મળ્યા ત્યારે મનીષ ગોસ્વામી એ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી રૂપિયા માંગ્યા હતા.
પકડાયેલ આરોપી મનીષ ગોસ્વામી વર્ષ 2010 થી 2014 દરમિયાન અમદાવાદ, નવસારી અને મધ્યપ્રદેશ માં અપહરણ, હત્યા, લૂંટ સહિત 15 જેટલા બનાવો ને અંજામ આપ્યો હતો. વર્ષ 2014 માં પકડાયા બાદ સાડા છ વર્ષ સુધી સાબરમતી જેલ માં રહ્યો હતો. જો કે વર્ષ 2020 ઓગસ્ટ માં જામીન પર છૂટ્યા પછી આ ગુના ને અંજામ આપ્યો છે. હાલ માં ક્રાઇમ બ્રાન્ચ એ આરોપી ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.