અમદાવાદ : પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો, આરોપી પતિની પોલીસે ધરપકડ કરી
અમદાવાદ શહેરમાં ફરી શર્મશાર કરતો એસિડ એટેકનો (Acid Attack) કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં પતિ એ જ પત્ની પર એસિડ એટેક કર્યો છે. લોકડાઉન સમયે પતિની નોકરી છૂટી ગઈ હતી.
અલગ રહેતા પતિએ પત્ની પર કર્યો એસિડ એટેક. પતિએ પત્નીને કહ્યું કે “તારે મને રાખવાનો છે ” તો પત્નીએ પણ નાં પાડતા જણાવ્યું હતું કે “તમે તમારે મમ્મી સાથે શાંતિથી રહો”. અમદાવાદમાં (Ahmedabad) ફરી એક વખત એસિડ એટેકની (Acid Attack) ઘટના સામે આવી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં પતિએ પત્ની પર જાહેરમાં એસિડ એટેક કર્યો હતો. સમગ્ર મામલે ઓઢવ પોલીસે ગુનો નોંધી આરોપી પતિની (Husband) ધરપકડ કરી છે.
અમદાવાદ શહેરમાં ફરી શર્મશાર કરતો એસિડ એટેકનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઓઢવ વિસ્તારમાં પતિ એ જ પત્ની પર એસિડ એટેક કર્યો છે. લોકડાઉન સમયે પતિની નોકરી છૂટી ગઈ હતી. જે બાદ પતિ છૂટક મજૂરી કરતો હતો. જોકે બાદમાં મજૂરી પણ નહિ મળતાં પતિં ઘરની વસ્તુઓ વેચવા લાગ્યો હતો. જેને લઇને પતિ પત્ની વચ્ચે ઝગડાઓ થતા હતા. બંને વચ્ચેના અણબનાવને કારણે પત્ની અને તેના બંને પુત્રોએ પતિને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. જોકે અચાનક બે દિવસ પહેલા પત્ની નોકરી પરથી ઘરે જઈ રહી હતી. તે દરમ્યાન પતિએ પત્ની પર એસિડ એટેક કર્યો હતો. એસિડ એટેક બાદ પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પત્ની તેની સાથે જ નોકરી કરતી અન્ય બે મહિલાઓ સાથે ઘર તરફ જતી હતી. ત્યારે સીવેરા પાસે છગનભાઇ રબારીની કિટલીની પાસે પહોંચતા પતિ ત્યાં ઊભો હતો અને પત્નીને કહ્યું કે “તારે મને રાખવાનો છે ” તો સામે પત્નીએ પણ નાં પાડતા જણાવ્યું હતું કે “તમે તમારે મમ્મી સાથે શાંતિથી રહો” જેનાથી પતિ ઉશ્કેરાયો હતો અને તેના હાથમાં રહેલી પ્લાસ્ટીકની બોટલમા રહેલું એસીડ જેવું પ્રવાહી પત્નીના માથાના ભાગે શરીર ઉપર રેડયું હતું.
શહેરના ઓઢવ વિસ્તારમાં થયેલા એસિડ એટેકને લઇને વિસ્તારમાં પણ ચકચાર મચી ગઈ હતી. પોલીસે પત્નીની ફરિયાદને આધારે આરોપી પતિની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે પતિ સારું પીવાની ટેવ ધરાવતો હતો અને પત્નીથી અલગ થઈ પતિ તેની માતા તેમજ ભાઈ સાથે રહેતો હતો.
આ પણ વાંચો :સરદાર પટેલ સ્ટેડિયમ AMC દ્વારા બંધ કરાશે, સ્ટ્રક્ચર રિપોર્ટ અનફિટ આવતા લેવાયો નિર્ણય