AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ પટેલ એરપોર્ટને મળ્યું શ્રેષ્ઠ એરપોર્ટનું એક્રેડીશન

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે(SVPIA ) ગ્રાહકોની સેવામાં સતત ઉત્કૃષ્ટતા પ્રદાન કરી પાછલા પાંચ વર્ષોમાં અનેકવિધ ASQ એવોર્ડ્સ જીત્યા છે. SVPI એરપોર્ટ 2021માં વિશ્વભરમાં સન્માન મેળવનારા ચાર એરપોર્ટસ પૈકીનું એક હતું. 

Ahmedabad : સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ પટેલ એરપોર્ટને મળ્યું શ્રેષ્ઠ એરપોર્ટનું એક્રેડીશન
Ahmedabad Airport (File Image)
Darshal Raval
| Edited By: | Updated on: Apr 28, 2022 | 8:22 PM
Share

અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA)ની પ્રતિષ્ઠામાં ઉમેરો થયો છે. SVPIA એરપોર્ટને પ્રદેશ અને કદની દ્રષ્ટિએ શ્રેષ્ઠ એરપોર્ટનું એક્રેડીશન (Accreditation) એનાયત થયું છે. એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોની વાત સાંભળીને સુવિધાયુક્ત બનાવવા બદલ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે.SVPI એરપોર્ટે મુસાફરોના બહેતર અનુભવ અને સરળ પ્રક્રિયાની ખાતરી માટે અનેકવિધ નવી સુવિધાઓ અમલ મૂકી છે. જેમાં એક જ વર્ષમાં વિવિધ રિટેલ અને ફૂડ કાઉન્ટર્સની સંખ્યા બમણી કરવી, મુસાફરોને વધુ સારા વિકલ્પો પ્રદાન કરવા. ડેસ્ક ઓફ ગુડનેસ અને ઈ-ગેટ્સ જેવી ટેક્નોલોજીથી મુસાફરોની સુવિધાઓ વધારવા જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે.

રિક્ષા પાર્કિંગ સાથે જોડાયેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે ગ્રાહકોની સેવામાં સતત ઉત્કૃષ્ટતા પ્રદાન કરી પાછલા પાંચ વર્ષોમાં અનેકવિધ ASQ એવોર્ડ્સ જીત્યા છે. SVPI એરપોર્ટ 2021માં વિશ્વભરમાં સન્માન મેળવનારા ચાર એરપોર્ટસ પૈકીનું એક હતું. સિટી એરપોર્ટે મુસાફરોને વધુ સારી સેવાઓ આપવા માટેની તકો ઝડપી રહી છે. અવલોકન અને મુસાફરોની જરૂરિયાતોના આધારે, છેલ્લા એક વર્ષમાં એરપોર્ટ પર સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવ્યા છે. તાજેતરમાં ખાસ એપ્લિકેશન – આધારિત ટેક્સી પાર્કિંગ/પ્રીપેડ ટેક્સી પાર્કિંગ અને ઓટો રિક્ષા પાર્કિંગ સાથે જોડાયેલા પીક અપ અને ડ્રોપ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે.

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત 4 એરપોર્ટને એક્રેડીશન એનાયત

મુસાફરોને આરામની સાથે સર્વોચ્ચ સલામતી અને સેવા મળી રહે તે માટે રન વેનું કામ પણ નિર્ધારીત કરતાં 45 દિવસ વહેલું પૂર્ણ કરવામાં આવ્યું હતું. દરરોજ 9 કલાક કામ કરી 75 દિવસમાં જ સંપૂર્ણ રન વે ઓવરલે પૂર્ણ કરતાં SVPI એરપોર્ટે રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો હતો.મુસાફરોના અનુભવ સુધારવાના સતત પ્રયાસોના આધારે એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ (ACI)ના ડાયરેક્ટર જનરલે રોલ ઓફ એક્સેલન્સ 2021 માં સામેલ થવાની જાહેરાત કરી હતી. આ વર્ષે અમદાવાદના ગૌરવ સમા સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સહિત 4 એરપોર્ટને એક્રેડીશન એનાયત કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો

એરપોર્ટને સતત મળતું સન્માન દર્શાવે છે કે ગ્રાહકો તેના કેન્દ્ર સ્થાને છે. SVPI એરપોર્ટ અવનવા સુધારા, વિકાસ અને મુસાફરોના વધુ સારા અનુભવોની યાત્રા ચાલુ રાખવા સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ  પર બુધવારથી નવી અને અદ્યતન સેવા શરૂ કરવામાં આવી છે. એરપોર્ટ પર ઈન્ટરનેશનલ કુરિયર અને એક્સપ્રેસ કાર્ગો કન્સાઈનમેન્ટ હેન્ડલ કરતી સુવિધા શરૂ કરવામાં આવી છે. નવા કાર્ગો ટર્મિનલની સેવા શરૂ થવાથી એરપોર્ટ પર થતી આયાત અને નિકાસ તેમજ વેપારને વેગ મળશે.

દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">