
જસ્ટિસ સંજીવ ખન્નાએ 11 નવેમ્બરે ભારતના 51મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ સંજીવ ખન્ના, જેઓ દિલ્હીના એક પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે, તેઓ ત્રીજી પેઢીના વકીલ છે. તેમના પિતા જસ્ટિસ દેવ રાજ ખન્ના દિલ્હી હાઈકોર્ટના ભૂતપૂર્વ જજ છે. એટલું જ નહીં જસ્ટિસ સંજીવ ખન્નાના કાકા જસ્ટિસ એચઆર ખન્ના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ હતા. તમને જણાવી દઈએ કે એક સમયે સંજીવ ખન્નાના કાકા જસ્ટિસ એચઆર ખન્ના પોતે મુખ્ય ન્યાયાધીશ બનવાના હતા, પરંતુ તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે તેમની જગ્યાએ જસ્ટિસ એમએચ બેગને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બનાવ્યા હતા. ત્યારે આ લેખમાં જાણીશું કે, એવી તો શું ઘટના બની કે, સૌથી વરિષ્ઠ ન્યાયાધીશના બદલે અન્ય કોઈને મુખ્ય ન્યાયાધીશ (CJI) બનાવવામાં આવ્યા હતા. વર્ષ 1973માં તૂટી સૌથી વરિષ્ઠ જજને CJI બનાવવાની પરંપરા આ વાત વર્ષ 1973ની છે. જ્યારે CJI સર્વ મિત્ર સિકરી નિવૃત્ત થયા બાદ જસ્ટિસ અજીત નાથ રેને CJI બનાવવામાં આવ્યા હતા, જેને લઈને...