ઘોડાને નાળ કેમ પહેરાવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યારથી શરૂ થયો ? ભારતમાં કઈ જાતના ઘોડા સૌથી વધુ પાવરફૂલ છે ?

ઘોડાઓને નાળ પહેરાવાનો મુખ્ય હેતુ પગની ખરીના ઘસારાને અટકાવાનો છે. ઘોડાઓને મોટાભાગે પાકા રસ્તાઓ પર ચાલવાનું હોય છે, જેના કારણે તેના પગની ખરી ઘસાવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પણ ઘોડાને નાળ પહેરાવાના કેટલાક કારણો છે, જેના વિશે આ લેખમાં જાણીશું.

ઘોડાને નાળ કેમ પહેરાવામાં આવે છે, તેનો ઉપયોગ ક્યારથી શરૂ થયો ? ભારતમાં કઈ જાતના ઘોડા સૌથી વધુ પાવરફૂલ છે ?
Horseshoes
Follow Us:
| Updated on: Sep 30, 2024 | 7:17 PM

ઘોડાને નાળ કેમ પહેરાવામાં આવે છે ? આ સવાલ તમારા મનમાં પણ હશે. જંગલી ઘોડાઓ સિવાય લગભગ તમામ ઘોડાઓને નાળ પહેરાવામાં આવે છે. ઘોડાઓને નાળ પહેરાવાનો મુખ્ય હેતુ પગની ખરીના ઘસારાને અટકાવાનો છે. ઘોડાઓને મોટાભાગે પાકા રસ્તાઓ પર ચાલવાનું હોય છે, જેના કારણે તેના પગની ખરી ઘસાવાનું જોખમ રહે છે. આ ઉપરાંત પણ ઘોડાને નાળ પહેરાવાના કેટલાક કારણો છે, જેના વિશે આ લેખમાં જાણીશું.

શા માટે ઘોડાને નાળ પહેરાવામાં આવે છે ?

વિવિધ પબ્લિક ડોમેઈન પર ઉપલબ્ધ માહિતી અનુસાર, નાળ ઘોડાઓના પગને સ્થિરતા આપવામાં મદદ કરે છે. ઘોડાની ખરી મનુષ્યના નખ જેવા પદાર્થમાંથી જ બને છે, જેને કેરાટિન કહેવાય છે. જો કે, ખરીમાં નરમ અને કોમળ આંતરિક ભાગ હોય છે, જેને ઈજા પહોંચવાની શક્યતા રહે છે. જ્યારે ઘોડો ચાલે છે ત્યારે સ્વભાવિક રીતે ખરીઓ ઘસાઈ જાય છે. તેથી ખરી પર નાળ લગાવાથી તેને ઘસારો ઓછો આવે છે અને ખરીના આંતરિક ભાગમાં ઈજા થવાની શક્યતા પણ ઓછી રહે છે.

નાળ શેનાથી બને છે ?

ઘોડાની નાળ મોટાભાગે સ્ટીલની બનેલી હોય છે, જો કે તેમાં કેટલાક અપવાદો છે. જે ઘોડા રમતગમત સ્પર્ધામાં ભાગ લે છે, તેમને એલ્યુમિનિયમની નાળ પહેરવામાં આવે છે, કારણ કે તે વજનમાં હલકી હોય છે. એવી પણ નાળ હોય છે, જ્યારે ઘોડાની ખરીમાં અથવા પગમાં ઈજા થાય તો પહેરી શકાય છે. આ નાળ રબરની બનેલી હોય છે. રબરની નાળ ઘોડાને ચાલવા માટે નરમ અને અનુકુળ રહે છે.

વજન પ્રમાણે દરરોજ કેટલું પાણી પીવું જોઈએ, જાણો
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
દૂધમાં ગોળ નાખીને પીવાથી જાણો શું થાય છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
સિંગરનો ફેવરિટ તહેવાર છે નવરાત્રી, ઢોલિવુડ અને બોલિવુડમાં આપ્યા છે હિટ ગીત
ધનની સમસ્યા દૂર કરવા માટે દેવરાહા બાબાએ જણાવ્યો સાબર મંત્ર, જુઓ Video

નાળ ખરીમાં કેવી રીતે જોડવામાં આવે છે ?

જે લોકો ઘોડાને નાળ લગાવે છે તેને ફેરિયર કહેવામાં આવે છે. ઘોડાની નાળને ખરી સાથે જોડવા માટે ફેરિયર ખાસ ખીલીઓનો ઉપયોગ કરે છે. જેમ આપણે અગાઉ ઉલ્લેખ કર્યો છે, તેમ ઘોડાની ખરી કેરોટીનથી બનેલી છે. તેથી જ્યારે ઘોડાને નાળ પહેરાવવામાં આવે છે, ત્યારે તેને કંઈ અજુગતું લાગતું નથી. એકવાર ખરીની બહારની ધારમાં ખીલી મારવામાં આવે છે, ત્યારે ફેરિયર તેને વાળીને એક પ્રકારનો હૂક બનાવે છે. બાદમાં તેને સારી રીતે ફિટિંગ કરવા માટે બાકીના ખરીના ભાગને દૂર કરે છે. જ્યારે ખરી વધવા લાગે છે, ત્યારે તે ઘોડાની નાળને ઓવરલેપ કરે છે. ત્યાર બાદ ફરીથી ઘોડાની નાળ બનાવવી પડે છે.

જંગલી ઘોડાઓને કેમ નથી હોતી નાળ ?

જંગલી ઘોડાઓને નાળ ના હોવાના બે કારણો છે. પાળેલા ઘોડાની જેમ આ ઘોડાઓ સખત મહેનત અથવા કામ કરવાનું હોતું નથી. આ ઘોડાઓની ખરી વધવા સામે ધીમે ધીમે ઘસાઈ પણ જાય છે. બીજું કે તેમની સંભાળ રાખનાર કોઈ હોતું નથી. જે ઘોડાઓને નાળ પહેરાવામાં નથી આવતી તેમની ખરીનો અમુક ભાગ મોટો થતાં આપોઆપ તૂટી જાય છે.

તેનો ઉપયોગ ક્યારથી શરૂ થયો ?

ઘોડાની નાળની ઉત્પત્તિ અંગે ઈતિહાસકારો એકમત નથી. કારણ કે એક સમયે લોખંડ એક મૂલ્યવાન ધાતુ હતી. તે સમયે કોઈપણ ઘસાઈ ગયેલી વસ્તુ સામાન્ય રીતે ફરીથી બનાવવામાં આવતી અને ફરીથી ઉપયોગમાં લેવાતી. તેથી પુરાતત્વીય પુરાવા શોધવા મુશ્કેલ છે. જો કે, કેટલાક લોકો આનો શ્રેય ડ્યુડ્સને આપે છે. પરંતુ આ સાબિત કરવા માટે કોઈ નક્કર પુરાવા નથી. 1897માં લગભગ ઈ.સ.પૂર્વે 400ની ઇટ્રસ્કન કબરમાં ચાર કાંસાની ઘોડાની નાળ મળી આવી હતી. કેટલાક ઈતિહાસકારો દાવો કરે છે કે ઈ.સ.પૂર્વે 100 પછીના સમય પછી રોમનોએ ખચ્ચરના નાળની શોધ કરી હતી. ઈ.સ.પૂર્વે 54માં મૃત્યુ પામેલા કેટુલસના સંદર્ભો દ્વારા આની પુષ્ટિ થાય છે.

ભારતમાં ઘોડાની મુખ્ય જાતો

ભારતમાં ઘોડાની વિવિધ જાતો જોવા મળે છે, જે તેમના ખાસ લક્ષણો અને ઘોડેસવારી માટેની ક્ષમતાઓ માટે જાણીતી છે. ભારતીય ઘોડા મુખ્યત્વે સેના, રાજકીય અને રમતગમતના ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે. ઘોડા એટલા પાવરફુલ હોય છે કે, તેમના નામ પરથી ગાડીઓના હોર્સ પાવર (HP) નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે હવે આપણે ભારતમાં જોવા મળતી ઘોડાની કેટલીક જાતો વિશે જાણીશું.

મારવાડી ઘોડા : રાજાઓના સમયમાં યુદ્ધ માટે મારવાડી ઘોડાનો ઉપયોગ થતો હતો. તેથી જ કહેવાય છે કે આ ઘોડાઓના શરીરમાં રાજવી પરિવારનું લોહી વહે છે. મારવાડી જાતિના ઘોડા રાજસ્થાનના મારવાડમાં જોવા મળે છે. આ તેમનું જન્મસ્થળ પણ છે. તેમની લંબાઈ 130થી 140 સે.મી. અને ઊંચાઈ 152 થી 160 સે.મી. હોય છે. 22 સે.મી પહોળા ચહેરાવાળા આ ઘોડાઓ ખૂબ શક્તિશાળી હોય છે. તેઓ મોટેભાગે રમતગમત સ્પર્ધાઓ, લશ્કરી અને શાહી ગૃહોમાં ઉપયોગમાં લેવાય છે. આ જાતિના ઘોડાઓની કિંમત ખૂબ ઊંચી છે. એક ઘોડો લાખોમાં વેચાય છે. આ ભારતનો ટોપ ક્લાસ ઘોડા છે.

કાઠિયાવાડી ઘોડા : આ ઘોડાની નસલ પણ ઘણી સારી માનવામાં આવે છે. આ ઘોડાનું જન્મસ્થળ ગુજરાતનો સૌરાષ્ટ્ર વિસ્તાર છે. તે ગુજરાતના રાજકોટ, અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં જોવા મળે છે. તેનો રંગ રાખોડી અને તેની ગરદન લાંબી હોય છે. આ ઘોડો 147 સે.મી. ઊંચો હોય છે.

સ્પિતિ ઘોડા : ડુંગરાળ વિસ્તારો માટે સ્પિતિ ઘોડા વધુ સારા માનવામાં આવે છે. આ મોટાભાગે હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. તેમની ઊંચાઈ મોટેભાગે 127 સે.મી. હોય છે. આ જાતિના ઘોડા પર્વતીય વિસ્તારોમાં શ્રેષ્ઠ કામ કરે છે.

ઝાન્સકારી ઘોડા : આ જાતિના ઘોડા ભારતના લેહમાં જોવા મળે છે. આ ઘોડાઓ લેહ અને લદ્દાખ જેવા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. આ ઘોડાઓ મોટાભાગે બોજ વહન કરવા માટે વપરાય છે. આ જાતિના ઘોડાઓની સંખ્યા ઘણી ઓછી છે. તેમની જાતિ વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

મણિપુરી પોની ઘોડા : આ ઘોડાની જાતિ ખૂબ સારી માનવામાં આવે છે. આ જાતિના ઘોડા ખૂબ શક્તિશાળી અને ચપળ હોય છે. આ જાતિના ઘોડાઓ મોટે ભાગે યુદ્ધ અને રમતગમત માટે વપરાય છે. આ ઘોડા 14 વિવિધ રંગોમાં જોવા મળે છે.

ભૂતિયા ઘોડા : આ જાતિના ઘોડા મોટાભાગે સિક્કિમ અને દાર્જિલિંગમાં જોવા મળે છે. તે મુખ્યત્વે રેસિંગ અને માલસામાન વહન માટે વપરાય છે. આ જાતિના ઘોડા મોટે ભાગે ઉત્તર-પૂર્વમાં જોવા મળે છે.

કચ્છી-સિંધી ઘોડા : આ ઘોડાની જાતિને ભારતમાં ઘોડાની સાતમી પ્રજાતિ તરીકે ઓળખવામાં આવી છે. બન્ની પ્રદેશના બળદ અને ખારાઈના ઊંટ પછી આ જાતિ રાષ્ટ્રીય સ્તરે નોંધાયેલી છે. ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ’ (ICAR) એ કચ્છી-સિંધી ઘોડાની સાતમી ઘોડાની જાતિ તરીકે નોંધણી કરી છે. રસપ્રદ વાત એ છે કે કચ્છી-સિંધી જાતિના 3 હજારથી વધુ ઘોડાઓ છે. તેમના સંવર્ધન માટે એક સંગઠન બનાવવામાં આવ્યું હતું, જેનું નામ હતું ‘રામ રહીમ હોર્સ બ્રીડર્સ એસોસિએશન’. આ જાતિ તેના ધૈર્ય સ્તર માટે ઓળખાય છે. તે ગરમ અને ઠંડા વાતાવરણમાં ટકી શકે છે. આ ઘોડાની કિંમત રૂ. 3 લાખથી રૂ. 14 લાખની વચ્ચે હોય છે.

માલાની ઘોડા : આ જાતિના ઘોડાઓ તેમની શ્રેષ્ઠ ગુણવત્તાને કારણે દેશ-વિદેશમાં ઓળખ મેળવી ચૂક્યા છે અને લોકો તેને ખરીદવા અને વેચવા માટે તિલવાડાના મેળામાં આવે છે. પોલો અને રેસ કોર્સ માટે આ ઘોડાઓની માંગ સતત વધી રહી છે. તેની ચાલની ખાસ ઓળખ છે. જ્યારે તેના ઊંચા કાન એકબીજા સાથે અથડાય છે ત્યારે તેનું આકર્ષણ વધે છે. ચાલ અને ગતિમાં અજોડ આ ઘોડાઓની સુંદરતા, ઊંચા કદ અને મજબૂત શરીર જોવા લાયક છે. જેમાં લાલ રંગનો ઘોડો આકર્ષણનું કેન્દ્ર છે. માલાની જાતિ કાઠિયાવાડી અને સિંધી જાતિના ઘોડામાંથી ઉદ્ભવી છે.

ભારતમાં કઈ જાતના ઘોડા હોય છે સૌથી વધુ પાવરફૂલ

ભારતમાં કેટલીક ઘોડાની જાતો ખૂબ જ શક્તિશાળી અને મજબૂત ગણાય છે. આ જાતોના ઘોડાઓ તેમની સહનશીલતા, ઝડપ અને શારીરિક મજબૂતી માટે જાણીતા છે. મારવાડી ઘોડાને વ્યાપકપણે ભારતમાં સૌથી શક્તિશાળી ઘોડાની જાત તરીકે ગણવામાં આવે છે. જો કે, અન્ય જાતો પણ તેમની શક્તિ અને ઝડપ માટે જાણીતી છે.

મારવાડી ઘોડા તેમની મજબૂત બોડી, સહનશીલતા અને ઝડપ માટે પ્રખ્યાત છે. આ જાતના ઘોડાઓ યુદ્ધમાં અને લાંબી મુસાફરી માટે ઉપયોગમાં લેવાય છે. કઠિન પરિસ્થિતિમાં પણ ટકી રહેવાની ક્ષમતા તેમને એક પાવરફૂલ ઘોડાની જાત બનાવે છે. તો કાઠિયાવાડી ઘોડા પણ ખૂબ મજબૂત હોય છે. તે ગરમી અને કઠણ પરિસ્થિતિઓમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે અને તેમની સહનશીલતા અને ઝડપ તેમને પાવરફૂલ બનાવે છે. આ ઉપરાંત સિંધિ ઘોડા મજબૂત અને હાર્ડી હોય છે. તેમની મોટી બોડી અને મજબૂતી તેમને લાંબી મુસાફરી અને ભારે કામ માટે પાવરફૂલ બનાવે છે.

g clip-path="url(#clip0_868_265)">