AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે અંતરિક્ષમાં સોલાર પેનલ લગાવવાની તૈયારી, જાણો તેનાથી મનુષ્યને કેટલો ફાયદો થશે

દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. બળતણનો વધતો ઉપયોગ તેની અસરમાં વધારો કરી રહ્યો છે. તેને રોકવા માટે, દુનિયાભરમાં સૌર ઊર્જાની (Solar Energy) માંગ વધી રહી છે. આ જરૂરિયાતને સમજીને હવે તેમને અંતરિક્ષમાં મૂકવાની તૈયારી ચાલી રહી છે.

હવે અંતરિક્ષમાં સોલાર પેનલ લગાવવાની તૈયારી, જાણો તેનાથી મનુષ્યને કેટલો ફાયદો થશે
solar panel to set in spaceImage Credit source: Solar
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2022 | 3:06 PM
Share

દુનિયાભરમાં ગ્લોબલ વોર્મિંગની અસર વધી રહી છે. બળતણનો વધતો ઉપયોગ તેની અસરમાં વધારો કરી રહ્યો છે. તેને રોકવા માટે દુનિયાભરમાં સૌર ઊર્જાની (Solar Energy) માંગ વધી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો દુનિયાભરના તાપમાનમાં દોઢ ડિગ્રીનો ઘટાડો કરવો હોય તો સોલાર પેનલનો (Solar Panels) વ્યાપ વધારવો પડશે. સોલાર પેનલ લગાવવા માટે પૂરતી જમીન નથી તેથી ક્યાંક સોલાર પેનલની નીચે ખેતી થઈ રહી છે તો ક્યાંક પાણી પર તરતી રહી છે.

શહેરી વિસ્તારોમાં વધતી જતી વસ્તી અને જમીનનો ઘટતો વિસ્તાર પડકારમાં વધારો કરી રહ્યો છે. તેની જરૂરિયાતને સમજીને હવે તેને અંતરિક્ષમાં લગાવવાની તૈયારી ચાલી રહી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દુનિયાભરના ઉર્જા ઉત્પાદનમાં સૌર ઊર્જાનો ફાળો 3.7 ટકા છે. હવે તેમાં વધારો કરવાની જરૂર છે.

કેવી છે તૈયારી ?

સૌર ઊર્જાની જરૂરિયાતને સમજીને હવે તેને અંતરિક્ષમાં લગાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. નિષ્ણાતો કહે છે, આ માટે તેઓ સૂર્યની જેટલું નજીક લગાવી શકાય તેટલું વધુ સારૂં છે. અંતરિક્ષમાં સૂર્ય 24 કલાક ચમકતો રહે છે. આ માટે પૃથ્વીની કક્ષામાં સોલાર પેનલ લગાવવાનો આઈડિયા આવ્યો છે.

અંતરિક્ષમાં સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવા માટે બ્રિટેનની આગેવાની હેઠળની સ્પેસ એનર્જીની પહેલ કરવામાં આવી છે. પહેલ મુજબ 2035 સુધીમાં સૌર ઉર્જા ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ પહેલમાં દુનિયાભરમાં વિજ્ઞાન, વ્યવસાય અને સરકારોમાં જોડાયેલા 50 લોકો સામેલ છે. સૌર ઉર્જાના ભવિષ્યને જોઈને અમેરિકા, ચીન અને જાપાન પણ સૌર ઉર્જાની રેસમાં આગળ વધવાની તૈયારી કરી રહ્યા છે.

અંતરિક્ષમાં કેવી રીતે લાગશે સોલાર પેનલ ?

ધરતીથી લગભગ 35 હજાર કિલોમીટરના અંતરે તેની જિયો સ્ટેશનરી કક્ષા છે. આ કક્ષામાં સેટેલાઇટ પેનલ જમા કરવામાં આવશે. તેઓ ઊર્જાને માઇક્રોવેવ રેડિયેશનમાં રૂપાંતરિત કરશે અને તેને ધરતી તરફ મોકલશે. એ ઉર્જા પ્રાપ્ત કરવા માટે ધરતી પર એન્ટેનાનું એક વિશાળ નેટવર્ક પાથરવામાં આવશે. તેને રેટિના પણ કહેવાય છે. આ રેટિના માઈક્રોવેવ્સને એકત્ર કરવા અને તેને વીજળીમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, દરેક સેટેલાઇટ 2 ગીગાવોટ એનર્જી બનાવી શકે છે. એટલે કે, 700 પવનચક્કીઓ જેટલી એનર્જી. આ સેટેલાઈટ વિશાળ હશે. તેમનો વ્યાસ લગભગ 1.7 કિલોમીટર હશે અને તેનું વજન હજારો ટન હશે. સેટેલાઈટ ધરતીને દિવસના 24 કલાક ઊર્જા સપ્લાય કરવાનું ચાલુ રાખશે. આ ઊર્જા મનુષ્યો અને પ્રાણીઓ બંને માટે સલામત માનવામાં આવે છે.

સૂર્યમાંથી ઉર્જા મેળવવામાં અને ધરતી સુધી પહોંચવામાં પણ ઘણી ઊર્જા વેડફાય છે. પરંતુ અંતરિક્ષમાં સેટેલાઇટ સ્થાપિત કરવું એ સરળ કામ નથી. આ પહેલ જેટલી મોટી હશે, આ પ્રોજેક્ટનો ખર્ચ એટલો જ મોટો થશે. ઓફિશિયલ રીતે તેની કિંમત વિશે માહિતી જાહેર કરવામાં આવી નથી.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">