Vadodara : શિક્ષણ જગતને વધુ એક કલંક ! મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે આયાએ કર્યા શારિરીક અડપલા, જુઓ Video
વડોદરામાંથી ફરી એક વાર બાળકી સાથે શારિરીક અડપલાં થયા હોવાની ઘટના સામે આવી છે. મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે અડપલાં થયા છે. સ્કૂલમાં કામ કરતી આયાએ બાળકી સાથે અડપલાં કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
ગુજરાતમાં બહેન દીકરીઓ સૌથી વધુ સલામત હોવાના બણગા ફુંકવામાં આવે છે પરંતુ દિવસે દિવસે કાયદો વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવી રહ્યા છે. વડોદરામાંથી ફરી એક વાર બાળકી સાથે શારિરીક અડપલાં થયા હોવાની ઘટના સામે આવી છે. મકરપુરાની સેન્ટ બેસિલ સ્કૂલમાં બાળકી સાથે અડપલાં થયા છે. સ્કૂલમાં કામ કરતી આયાએ બાળકી સાથે અડપલાં કર્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યાં છે.પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.
શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
બાળકીના વાલીને અન્ય વાલીથી ઘટનાની જાણ થઇ હોવાનું પણ બહાર આવી રહ્યું છે. મળતી માહિતી અનુસાર શાળામાં કામ કરતી આયાએ બાળકીના પ્રાઈવેટ પાર્ટ પર ચૂંટલા ખણ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં શાળા સંચાલકનું નિવદેન સામે આવ્યુ છે. વાલીએ ફક્ત બાળકી શાળાએ પરીક્ષા આપવા આવશે તેવું જણાવ્યું હતું. વાલી દ્વારા શાળા વિરૂદ્ધ ખોટી રીતે ફરિયાદ કરી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ સાથે જ જો આવી ઘટના બની હોય તો અમને ત્યારે કેમ નહીં જણાવ્યું હોવાનું સામે આવ્યુ છે. આ સમગ્ર ઘટનામાં શિક્ષણ વિભાગ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે.