AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN : T20 સિરીઝ વચ્ચે આ ખેલાડી કરશે સંન્યાસની જાહેરાત, 14 વર્ષથી છે ટીમનો ભાગ

ભારત અને બાંગ્લાદેશની ટીમો વચ્ચે 3 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે જીત મેળવી હતી. હવે બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 9 ઓક્ટોબરે દિલ્હી અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ પહેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. એક ખેલાડી આ સિરીઝ સાથે જ તેની T20 કારકિર્દીનો અંત લાવી શકે છે. અહેવાલો અનુસાર, આ ખેલાડી આ શ્રેણીની મધ્યમાં T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવા જઈ રહ્યો છે.

IND vs BAN : T20 સિરીઝ વચ્ચે આ ખેલાડી કરશે સંન્યાસની જાહેરાત, 14 વર્ષથી છે ટીમનો ભાગ
India vs BangladeshImage Credit source: PTI
| Updated on: Oct 08, 2024 | 5:48 PM
Share

બાંગ્લાદેશનો સિનિયર ઓલરાઉન્ડર મહમુદુલ્લાહ ભારત સામે ચાલી રહેલી સિરીઝ સમાપ્ત થયા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લેવા જઈ રહ્યો છે. શાકિબ અલ હસનની જેમ મહમુદુલ્લાહે પણ T20 ફોર્મેટ છોડવાનો નિર્ણય લીધો છે. BCBના એક અધિકારીએ ડેઈલી કહ્યું, ‘આ કોઈ વિરામ નથી, તે T20 ઈન્ટરનેશનલ ચેપ્ટરનો અંત લાવવા ઈચ્છે છે. તેણે આ સિરીઝમાં તેની જાહેરાત કરવાની છે.

મહમુદુલ્લાહે T20 ફોર્મેટ છોડવાનો નિર્ણય લીધો

શ્રેણી પહેલા, કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ સંકેત આપ્યો હતો કે મહમુદુલ્લાહ તેના ભવિષ્ય વિશે પસંદગીકારો સાથે વાત કરશે. શાંતોએ પ્રથમ T20 મેચ પહેલા કહ્યું હતું કે, ‘મહમુદુલ્લાહ ભાઈ વિશે, મને લાગે છે કે આ શ્રેણી તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પસંદગીકારો સાથે ચર્ચા કરી શકે છે. હું આ વિશે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી, પરંતુ મારું માનવું છે કે પસંદગીકારો અને બોર્ડ સાથે તેના ભવિષ્ય વિશે ચોક્કસપણે ચર્ચા થશે.’ તમને જણાવી દઈએ કે, આ શ્રેણીની છેલ્લી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાશે, જે મહમુદુલ્લાહની આ ફોર્મેટમાં છેલ્લી મેચ હશે.

બાંગ્લાદેશ માટે મહમુદુલ્લાહનું પ્રદર્શન

38 વર્ષીય મહમુદુલ્લાહ બાંગ્લાદેશ ટીમ માટે અત્યાર સુધીમાં 139 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે 2007માં બાંગ્લાદેશ માટે તેની પ્રથમ T20 મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે 117.74ની સ્ટ્રાઈક રેટથી 2395 રન બનાવ્યા છે. તેણે બોલિંગમાં 40 વિકેટ પણ લીધી છે. તેણે 2021માં ટેસ્ટમાંથી નિવૃત્તિ લીધી હતી. જો કે, તે હજુ પણ બાંગ્લાદેશ માટે વનડેમાં રમવાનું ચાલુ રાખી શકે છે. મહમુદુલ્લાહ બાંગ્લાદેશ માટે 50 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તે અત્યાર સુધીમાં 232 ODI મેચ પણ રમી ચૂક્યો છે.

આ પણ વાંચો: IND vs NZ: ટીમ ઈન્ડિયાની જાહેરાત પહેલા જ કપાઈ ગયું આ ખેલાડીનું પત્તું, સરફરાઝનું સ્થાન નિશ્ચિત!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">