AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oversharing Habit : ઓવરશેરિંગની આદત બની શકે મુશ્કેલી, જાણો કેવી રીતે રાખશો તમારી વાતો તમારા સુધી

ઓવરશેરિંગ એટલે પોતાની પર્સનલ અને ઈમોશનલ વાતો જરૂર કરતાં વધારે શેર કરવાની આદત, જે પ્રાઇવસી, સંબંધો અને માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પાડી શકે છે.

Oversharing Habit : ઓવરશેરિંગની આદત બની શકે મુશ્કેલી, જાણો કેવી રીતે રાખશો તમારી વાતો તમારા સુધી
Image Credit source: social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2026 | 3:08 PM
Share

આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પર જવાબદારીઓ અને તણાવનો ભાર વધી રહ્યો છે. ઘણીવાર લોકો પોતાની લાગણીઓ અને સમસ્યાઓ કોઈ સાથે શેર કરી શકતા નથી, જેના કારણે તેઓ અંદરથી ઘૂંટાઈ જાય છે. પરંતુ બીજી તરફ, કેટલાક લોકો એવા હોય છે કે તેઓ પોતાની પર્સનલ અને ઈમોશનલ વાતો દરેક સાથે સરળતાથી શેર કરી દે છે. આ જ આદતને “ઓવરશેરિંગ” કહેવામાં આવે છે.

ઓવરશેરિંગ ત્યારે થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની વ્યક્તિગત, ભાવનાત્મક અથવા ખાનગી માહિતી જરૂર કરતાં વધારે લોકો સાથે અથવા ખોટી જગ્યાએ શેર કરે છે. આ આદત પાછળ ધ્યાન મેળવવાની ઇચ્છા, ઇમોશનલ સપોર્ટની જરૂર, પોતાની મર્યાદા નક્કી ન કરી શકવી અને સોશિયલ મીડિયા જેવા પરિબળો જવાબદાર હોઈ શકે છે.

ઓવરશેરિંગના નુકસાન શું છે?

ઓવરશેરિંગ શરૂઆતમાં તમને હળવાશ અનુભવાવે છે, પરંતુ લાંબા ગાળે તે સમસ્યા બની શકે છે. સૌથી મોટું નુકસાન પ્રાઇવસીનું થાય છે. જ્યારે તમે તમારી દરેક વાત દરેક સાથે શેર કરો છો, ત્યારે તમારી વ્યક્તિગત માહિતીનો દુરુપયોગ થવાની શક્યતા વધી જાય છે.

આ સિવાય, સંબંધોમાં પણ અસહજતા આવી શકે છે. દરેક વ્યક્તિ તમારી વાતોને સમજી શકે એવું નથી, જેના કારણે ગેરસમજ પણ ઊભી થઈ શકે છે. કેટલીકવાર લોકો તમારા વિશ્વાસનો ખોટો ફાયદો પણ ઉઠાવી શકે છે, જે તમારી ઈમેજ અને માનસિક શાંતિને અસર કરે છે.

ઓવરશેરિંગથી બચવાના સરળ ઉપાયો

બોલતા પહેલાં વિચારવાની ટેવ રાખો, જો તમે કોઈને તમારી વ્યક્તિગત વાત જણાવવા જઈ રહ્યા હો, તો પહેલા પોતાને પૂછો કે શું આ વાત શેર કરવી જરૂરી છે? દરેક વાત બધાને કહેવી જરૂરી નથી. વિચાર કરીને વાત કરશો તો ઓવરશેરિંગથી બચી શકશો.

પોતાની મર્યાદા નક્કી કરો, તમારી વાતો કેટલી અને કોને જણાવવી એ માટે લિમિટ નક્કી કરવી ખૂબ જરૂરી છે. દરેક વ્યક્તિને તમારી પર્સનલ લાઈફ વિશે જાણવાની જરૂર નથી. વિશ્વાસપાત્ર લોકોનો નાનો સર્કલ રાખશો તો વધુ સુરક્ષિત લાગશે.

ઓછું બોલવાની આદત વિકસાવો, ઓછું બોલવું માત્ર તમારી પર્સનાલિટી મજબૂત બનાવે એવું જ નથી, પણ તે તમને વિચારીને વાત કરવાનું પણ શીખવે છે. આથી તમે સમજી શકો છો કે કઈ વાત શેર કરવી અને કઈ ન કરવી.

ઈમોશનલ રીતે મજબૂત બનવું જરૂરી, જેઓ ઈમોશનલ રીતે નબળા હોય છે તેઓ ઘણીવાર ધ્યાન મેળવવા માટે પોતાની વાતો વધારે શેર કરે છે. જો તમે તમારા ભાવનાઓ પર નિયંત્રણ રાખતા શીખી લો, તો ઓવરશેરિંગની આદત આપમેળે ઘટી શકે છે.

ઓવરશેરિંગ એક સામાન્ય આદત છે પરંતુ જો સમયસર તેને કંટ્રોલ ન કરવામાં આવે, તો તે તમારી પ્રાઇવસી, સંબંધો અને માનસિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. યોગ્ય મર્યાદા, સમજદારી અને આત્મનિયંત્રણ દ્વારા તમે આ આદતને સરળતાથી કાબૂમાં લઈ શકો છો.

UCC Bill Gujarat: દેશના કયા રાજ્યોમાં લિવ-ઇન રિલેશનશિપ માટે નોંધણી જરૂરી છે ? List જુઓ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">