વન નેશન-વન ઇલેક્શન વિશે એ તમામ માહિતી જે તમે જાણવા માંગો છો

હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. ત્યારે આ લેખમાં અમે તમને વન નેશન-વન ઇલેક્શન સાથે સંકળાયેલી એ તમામ માહિતી વિશે જણાવીશું જે તમે જાણવા માંગો છો.

વન નેશન-વન ઇલેક્શન વિશે એ તમામ માહિતી જે તમે જાણવા માંગો છો
One Nation One Election
| Updated on: Sep 18, 2024 | 7:28 PM

મોદી સરકારે ‘વન નેશન-વન ઇલેક્શન’ને મંજૂરી આપી છે. મોદી કેબિનેટે દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે કરાવવા માટે રચાયેલી રામનાથ કોવિંદ સમિતિનો અહેવાલ મંજૂર કર્યો છે. મોદી કેબિનેટની બેઠકમાં આ રિપોર્ટ પર ચર્ચા કરવામાં આવી હતી અને તેને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર હવે દેશમાં વન નેશન-વન ઇલેક્શન પરથી સસ્પેન્સ દૂર થયું છે. હાલમાં ભારતમાં રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. એટલે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે અથવા તબક્કાવાર મતદાન કરશે. ભારતમાં વન નેશન-વન ઈલેક્શનનો અર્થ એ છે કે સંસદના નીચલા ગૃહ એટલે કે લોકસભાની ચૂંટણીની સાથે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ પણ થવી જોઈએ. આ સાથે સ્થાનિક સંસ્થાઓ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકા, નગર પંચાયત અને ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ થવી જોઈએ. છેલ્લા ઘણા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણી સાથે રાજ્યોની વિધાનસભાની...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો