GK Quiz : આ છે દેશનું એવું પ્રથમ રેલવે સ્ટેશન, જ્યાં તમામ કર્મચારીઓ મહિલા છે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન જનરલ નોલેજને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે દરેક વ્યક્તિને GK વિષયોની સારી સમજ હોવી જોઈએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય. જે તમને ઉપયોગી થઈ શકે છે.
GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષામાં પાસ થવા માટે જનરલ નોલેજ (General Knowledge) અને કરંટ અફેર્સ ખૂબ જ જરૂરી છે. એમાં પણ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે દરેક વ્યક્તિને GK વિષયોની સારી સમજ હોવી જોઈએ. ત્યારે આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેના વિશે તમે કદાચ પહેલા ક્યારેય સાંભળ્યું નહીં હોય. જે તમને ઉપયોગી થઈ શકે છે.
આ પણ વાંચો GK Quiz : એવો કયો મુસ્લિમ દેશ છે, જેની ચલણી નોટ પર છે ભગવાન ગણેશનો ફોટો
પ્રશ્ન – આપણા શરીરનું સૌથી મજબૂત અંગ કયું છે? જવાબ – જડબું
પ્રશ્ન – ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? જવાબ – વલ્લભભાઈ પટેલ
પ્રશ્ન – રામાયણના રચયિતા કોણ હતા? જવાબ – વાલ્મીકિ
પ્રશ્ન – સતત બે ટર્મ માટે ભારતના રાષ્ટ્રપતિ કોણ રહ્યા હતા? જવાબ – રાજેન્દ્ર પ્રસાદ
પ્રશ્ન – કઈ શાકભાજીમાં તમામ વિટામિન્સ હોય છે? જવાબ – ગાજરમાં
પ્રશ્ન – ભારતમાં કયા પાકની સૌથી વધુ ખેતી થાય છે? જવાબ – ડાંગરની
પ્રશ્ન – એવો કયો દેશ છે જ્યાં મધ્યરાત્રિએ સૂર્ય નીકળે છે? જવાબ – નોર્વે
પ્રશ્ન – ભારતનું કયું રાજ્ય છે જ્યાં લોકો કેળાના પાંદડા પર જમે છે? જવાબ – કેરળ રાજ્યના લોકો
પ્રશ્ન – દેશમાં કયા રેલવે સ્ટેશન પર તમામ કર્મચારીઓ મહિલા જ છે? જવાબ – માટુંગા રેલવે સ્ટેશન
ભારતીય રેલવેનું પ્રથમ સ્ટેશન જે ફક્ત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે તે છે માટુંગા રેલવે સ્ટેશન. આ સ્ટેશન મધ્ય રેલવે (CR) હેઠળ આવે છે. તમામ મહિલા કર્મચારીઓ હોવાના કારણે આ સ્ટેશનનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ 2018માં પણ નોંધવામાં આવ્યું છે.
જુલાઈ 2017થી આ સ્ટેશન ફક્ત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આ સ્ટેશન પર કુલ 41 મહિલાઓની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેમાં RPF, કોમર્શિયલ અને ઓપરેશનલ વિભાગોના કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ રેલવે સ્ટેશનની કામગીરીનું તમામ કામ મહિલાઓ જ સંભાળે છે.