હિંદુસ્તાન અને પાકિસ્તાનમાં ‘સ્તાન’ ક્યાંથી આવ્યું? જાણો તેની રસપ્રદ કહાની
હિંદુસ્તાનને આપણે ઘણા અલગ અલગ નામથી ઓળખીએ છે. ઇન્ડિયા, આર્ય વર્ત, તેનજીકુ, હિંદુસ્તાન અને ભારત એમ પાંચ નામથી આપણા દેશને ઓળખવામાં આવે છે. ભારત શબ્દ સંસ્કૃત શબ્દ 'ભારતા' પરથી આવ્યો છે.

હિંદુસ્તાનને આપણે ઘણા અલગ અલગ નામથી ઓળખીએ છે. ઇન્ડિયા, આર્ય વર્ત, તેનજીકુ, હિંદુસ્તાન અને ભારત એમ પાંચ નામથી આપણા દેશને ઓળખવામાં આવે છે. ભારત શબ્દ સંસ્કૃત શબ્દ ‘ભારતા’ પરથી આવ્યો છે. તે ‘અગ્નિ’ નો ઉલ્લેખ કરે છે. વધુમાં ભરત શકુંતલા અને દુષ્યંતનો પુત્ર હતો. તે ભારતના સૌથી જાણીતા સમ્રાટો પૈકીનો એક હતો. આર્યાવર્ત શબ્દ સંસ્કૃતમાંથી આવ્યો હતો. તે આર્ય લોકોની સંસ્કૃતિનો ઉલ્લેખ કરે છે. તે ઈન્ડો-આર્યન લોકોની ભૂમિને દર્શાવે છે. ફારસી લોકોએ શરૂઆતમાં હિંદુસ્તાન શબ્દ સાતમી સદીમાં આપ્યો હતો. તે ગંગા અને બંગાળની આસપાસના સિંધુ પ્રદેશની ભૂમિનો ઉલ્લેખ કરે છે. તેનજીકુ નામ એશિયાના કેટલાક લોકોએ આપ્યું હતું. તે સ્વર્ગના કેન્દ્રના અધિકારક્ષેત્રની જાહેરાત કરે છે. એશિયાના 8 દેશના નામ પાછળ વિશેષ શબ્દ જોડાયો હાલના સમયમાં સ્થાનિક ભાષાઓમાં દેશને ભારત અને હિંદુસ્તાન એમ બે નામથી ઓળખવામાં આવે છે. માત્ર હિંદુસ્તાન...