ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદે બાંધકામ પર તંત્રની તવાઈ, 16 કરોડથી વધુની સરકારી જમીન દબાણમુક્ત કરી
સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઈવે પર મધરખડા ગામના પાટીયા પાસે સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો પર તંત્રએ કડક કાર્યવાહી કરી. પ્રાંત અધિકારીની હાજરીમાં હોટલ અને દુકાનો સહિતના બાંધકામ તોડી પાડીને 16 કરોડથી વધુની કિંમતની પાંચ એકર જમીન દબાણમુક્ત કરાઈ.
સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એકવાર ચોટીલા નેશનલ હાઈવે પર ગેરકાયદે બાંધકામ સામે તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. મધરખડા ગામના પાટીયા નજીક સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે વહીવટી તંત્રએ તવાઈ બોલાવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધરખડા ગામના પાટીયા પાસે આશરે પાંચ એકર સરકારી જમીન પર ગેરકાયદે રીતે હોટલ, દુકાન, ઓરડી સહિતના બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા. આ બાબતની ગંભીરતા ધ્યાને લઈ તંત્ર દ્વારા પ્રાંત અધિકારીની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી.
કાર્યવાહી દરમિયાન તમામ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા અને અંદાજે 16 કરોડ 37 લાખ રૂપિયાથી વધુની કિંમત ધરાવતી સરકારી જમીનનો કબજો ફરીથી સરકારે મેળવ્યો હતો.
તંત્ર દ્વારા આપવામાં આવેલા સંદેશ અનુસાર, નેશનલ હાઈવે અને સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને આવનારા સમયમાં પણ આવા દબાણો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આ દેશની સરકારે મુસ્લિમ બિરાદરોને કબર માટેની જમીન આપવાનો કર્યો ઈનકાર, વાંચવા માટે અહીં ક્લિક કરો
આણંદના આંકલાવ ગામમાંથી સામે આવી ચકચારી ઘટના, યુવકને સળગાવવાનો આરોપ
ગીરમાં ગમગીની: માનવભક્ષી સિંહણને બેભાન કરવાની ગોળી ટ્રેકરને વાગતા મોત
મધરખડા ગામના પાટીયા પાસે ગેરકાયદે પાંચ એકર સરકારી જમીન દબાણમુક્ત કરાઇ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બની ઉડાવી દેવાની મળી ધમકી, જુઓ Video
